હાલની કોરોનાની પરિસ્થિતિ માટે ચુંટણી જ જવાબદાર કેમ નહીં?

નેલ્સન પરમાર – વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના કહેવા પ્રમાણે, વાઇરસના શરીરમાં પ્રવેશ તથા લક્ષણ દેખાવામાં 14 દિવસ જેટલો સમય લાગી શકે છે. નિષ્ણાતો એમ પણ માને છે કે, ૨૪ કલાકમાં લક્ષણો દેખાય આવે છે. ( આ સમાચાર અને આ વાત તમને બધાંજ સમાચાર વાંચવા મળી જશે )

ચાલો હવે વાત કરીએ ગુજરાતની ફ્રેબુઆરીમાં અંતમાં યોજવામાં આવેલી ચુંટણીની. ચુંટણી યોજાય જેમાં રેલીઓ, સભાઓ, રાત્રિ સભા, સરકારી કે રાજકીય પક્ષોના કાર્યક્રમો અને આ બધામાં સોશીયલ ડિસ્ટન્સ, માસ્ક, અન્ય નિયમો, અને સરકારી ગાઈડલાઈન ના બધા જ નિયમોનુ ઉલ્લંધન છડેચોક થયું છે એને કોઈ નકારી ન શકે‌. સામાન્ય લોજીક લગાવીએ તોય સમજી શકાય કે એ ચુંટણી સમયે રાખેલી બેદરકારીની અસર તરત જ ન દેખાય પણ જેવાં ૧૪ થી ૨૦ દિવસ થયા એટલે કોરોનાના કેસ વધવાનાં ચાલું થઈ ગયા. હવે WHO ની વાત માનીએ તો, શરીરમાં વાયરસનાં પ્રવેશ પછી ૧૪ દિવસે લક્ષણો દેખાઈ છે. એટલે કે ચુંટણીના પ્રચાર પછીના ૧૪ દિવસ સમજી લો. તો પછી હાલની પરિસ્થિતિ માટે ચુંટણી જ કેમ જવાબદાર ન કહેવાય? ગોદી મીડીયામા આવા મુદ્દાઓ પર પ્રકાશ પાડે તો ખબર પડે. બધાં ને ખબર છે કે ગુજરાતની હાલની પરિસ્થિતિ માટે ફક્ત ને ફક્ત ચુંટણી જવાબદાર છે. અને હમણાં જ યોજાયેલી ક્રિકેટ મેચ જવાબદાર છે. સાથે સરકાર અને સરકારી ભષ્ટ તંત્ર જવાબદાર છે. અને આજે એનો ભોગ સામાન્ય જનતા બની રહી છે. ઉપરથી હાલની પરિસ્થિતિ માટે આ નેતાઓ લોકોને, સામાન્ય જનતાને જવાબદાર ઠેરવે છે. હવે તો સ્વીકારવુ પડે કે, સરકાર નિષ્ફળ રહી છે કોરોના બાબતે. હાઈકોર્ટે જ્યારે રોકવાની જરૂર હતી એ સમયે મુક પ્રેક્ષક બની તમાશો જોયો અને હવે અચાનક સરકારને નિર્દેશ આપવા લાગ્યા. પણ હાઈકોર્ટે જે નિર્દેશ આપ્યા એ સરકારની જવાબદારીમાં આવે છે એ કરશે. અહીંયા સવાલ એ થાય છે કે આટલી મોટી સરકાર પાસે આ બાબત સમજવાં માટે બુધ્ધિજીવી લોકો નથી કે સીધુ હાઈકોર્ટને આ બાબતે વચ્ચે આવવું પડે છે. અને હાઈકોર્ટે ને એટલી જ ચિંતા હોય તો તો સુમોટો લઈ ચુંટણી સમયે નિયમોનો ભંગ કરનાર નેતાઓ પર કાયદેસરની કાર્યવાહી કરે. કોર્ટનું ખરેખર તો એ કામ છે. કેમ હાઈકોર્ટ તમાશા જુવે છે…કરે કાર્યવાહી……! અને આ એજ ગુજરાત સરકાર જેને હાઈકોર્ટે નિર્દેશ નહીં પણ ઓર્ડર કર્યું હતો ફીક્સ પગાર બબાતે પૈસા ચૂકવવાનો એ આદેશનો અનાદર કરી સુપ્રીમમાં ગઈ, બીજું કે રાજ્યનાં એક મંત્રી, શિક્ષણ મંત્રી ખોટી રીતે ગેંરરીતિ કરી ચોરી કરી ધારાસભ્ય બની ગયા છે હાઈકોર્ટમાં સાબિત થઈ ગયુ ને હાઈકોર્ટે ઓર્ડર આપ્યો. એ ન માની સુપ્રીમ કોર્ટેમા પહોંચી ગયા. આવી મહાન સરકાર હવે કોરોના બાબતે હાઈકોર્ટેની વાત માનશે? રાત્રિ કર્ફ્યું કેમ એના ફાયદા શું એ હજૂય સમજાતું નથી પણ ખબર નહીં શું વિચારીને હેરાનગતિ કરે ‌છે. સરકારે હવે સામાન્ય જનતાની વેદના સમજવાની જરૂર છે. આમ ધડ માથા વગરનાં નિર્ણયો જનતાને માથે થોકી દઈ હેરાનગતિ ન કરવી જોઈએ ‌

ગયા વર્ષે અચાનક લાદેલા લોક ડાઉન થી લોકોના ધંધા રોજગાર ઠપ થયેલા એ હવે આટલાં લાંબા સમય પછી માંડ માંડ ચાલું થયા છે કે, હજૂ ચાલુ થવા જઈ રહ્યાં છે. પરિસ્થિતિ તો એવી થઈ ગઈ હતી લોકોની કે લોકોને આત્મહત્યા કરવા મજબૂર થવું પડે. થોડી છુટછાટના કારણે ફરી એકવાર લોકોની ગાડી માંડ માંડ પાટે આવી રહી છે. સરકારનાં રાત્રિ કર્ફ્યૂ જેવા તકલાદી નિર્ણયો તો અમલમાં છે જ અને જેના લીધે રોજ કમાતાં લોકોની હાલત બહુ ખરાબ છે. ‌એવામાં આ હાઈકોર્ટે કર્ફ્યું કે લોકડાઉન માટે સરકારને નિર્દેશ કરે છે. સાલું એમ લાગે છે કે સરકાર જે સીધું સીધું નથી કહી શકતી એ કોર્ટ દ્વારા બોલાવડાવે છે. અત્યાર સુધી ચુંટણીમાં એકપણ નિયમોનું પાલન નથી થયું, લાખોની ભીડ, સભાઓ, સોશીયલ ડિસ્ટન્સના ધજગરા, રાજકીય નેતાઓના કાર્યક્રમો, જેવા તો અનેક પ્રોગ્રામ ગુજરાતમાં છડેચોક ઊજવાય ગયાં અને છેલ્લે પેલી ક્રિકેટ મેચ પણ રમાઈ ગઈ, ત્યારે હાઈકોર્ટે મૂક પ્રેક્ષક બની બધુ જોઈ રહી હતી. હવે અચાનક ચિંતા થવા લાગી? હવે બધું પતી ગયું એટલે અચાનક કોરોના પાછો આવી ગયો અને જનતા માટે નિયમો લગાવા લાગ્યાં. લોકો ને હેરાન કરવાનું બંધ કરો અને જીવવા ‌દો તોય ઘણું જેટલા કોરોનાથી નહીં મરે એટલાં તો તમારાં આ નિર્ણયોથી મરી જશે.

” કોરોના ની વાતો કરવાનું અને સાંભળવાનું બંધ કરો, કોરોના વિશે મોબાઈલમાં, ટીવી પર તથા અખબારોમાં ન્યુઝ જોવાનું બંધ કરો, ઘર પરીવાર મિત્રો સાથે કોરોના વિશે ચર્ચા કરવાનું ટાળો,
કોરોનાનો ડર કોરોના કરતા વધુ ખતરનાક સાબિત થઈ શકે છે, સ્વસ્છતા રાખો, હાથ ધોવો, શરીરની કાળજી રાખો, સાવચેત જરૂર રહો પણ કોરોના કોરોના કોરોના કરી ડરનો માહોલ ન બનાવો, કોરોનાનો હાઉ ઉભો થશે તો એ વધુ ઘાતક નીવડશે ” – ડૉ. સુરેશ સાવજ

© નેલ્સન પરમાર

Leave a Reply

Your email address will not be published.