આ અંધશ્રદ્ધા જ : બોલો, આ જગ્યાએ ૧૫૦ મહિલાઓએ કોરોના માતાનો ઉપવાસ રાખ્યો.

થોડા દિવસ પહેલાં જ આપણે સમાચાર જોયા કે, કોરોના દેવીનું મંદિર બનાવવામાં આવ્યું હવે એક બીજ સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાં છત્તીસગઢ ના રાજાનાંદ ગામની વાત છે. જેમાં ૧૫૦ મહિલાઓએ કોરોના માતાનો ઉપવાસ રાખ્યો હતો. આ માહિતી હરિશંકર પરસાઈ ના ટ્વીટર એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે. સાથે જરુરી સુચના પણ આપી છે. કે, ઘરે રહો, સુરક્ષિત રહો, ભીડ ભેગી ન કરો, હાથ સેનેટાઈઝ કરો. મહિલાઓ કોરોના થી બચવા શિતળા માતા, કાલી માતા સાથે હવે આ નવું કોરોના માતા માટે ઉપવાસ ચાલુ કર્યા છે.

જીતેન્દ્ર વાઘેલા : કોરોનાનું મંદિર. આવા સમાચારો થી આંતરરાષ્ટ્રીય લેવલે હાંસી પાત્ર બની રહયા છીએ આપણે .થાય છે કે આટલી સામાન્ય વાત લોકોના મનમાં કેમ નહીં ઉતરતી હોય કે આ બધું હંબક છે, છતાં અવાર નવાર કોરોના મંદિર, કોરોના ધૂન ,કોરોના યજ્ઞો થતા રહે છે, એનું કારણ ધાર્મિક ડર છે દરેક આપત્તિમાં દૈવી શક્તિને વચ્ચે લાવીને તેની શરણે જવાની માનસિકતા જવાબદાર છે. આજે આ જે થઇ રહ્યું છે અને તેમાં માની રહેલા પરિવારોના બાળકો શું શીખતાં હશે? આવતા સમયમાં બીજી કોઈ મહામારી કે તકલીફ આવી તો તરત એ દૈવી શક્તિના આશરે દોડી જશે, નવા રોગ ને માતા બનાવી ભગવાન તરીકે સ્થાપના કરી ને પૂજા ચાલુ કરી દેશે, બાળકોને શિક્ષક,માં બાપ, ધર્મ, ગુરુ, સમાજ ઉપર આંખ બંધ કરી શ્રદ્ધા રાખવાનું શીખવાડવાને બદલે પોતાના અનુભવ, જ્ઞાન,તપાસ, નિરીક્ષણના આધારે, આ શા માટે ? કેમ? કેવી રીતે ? વગેરે સવાલો ઉભા કરી સત્ય શોધી કાઢવા પ્રયત્ન કરે તેવી પદ્ધતિ શીખવવી જરૂરી છે. બાળક પોતાની સમસ્યાનો ઉકેલ શોધવા જાતે તર્ક કરતો થાય તેવું શિક્ષણ માળખું ગોઠવાયેલું હોવું જોઈએ. બાળકને શીખવના એટલે એ શિક્ષક હોય કે માતાપિતા હોય પહેલા પોતે તર્કવાન, સમીક્ષક અને નૈતિક બાબતે સંવેદનશીલ ના હોય તો,તેઓ બાળક ને કેવું શિક્ષણ આપે ? માનવતાવાદી અભિગમ ” એજ્યુકેટ ઘી એજ્યુકેટેડ ” શિક્ષણ આપનારને પ્રથમ શિક્ષિત થવું કે કરવા જરૂરી. બાળકોને આપણે જે પરંપરાઓ અને માન્યતામાં વળગેલા રહયા હોઈએ એમાં બાળકો પણ સીધે સીધા દોરવાઈ જવા ને બદલે. સવાલો ઉભા કરતા કરવા અને તેની પોતાની અલગ માન્યતા ઉભી કરતા થાય તો આગળની પેઢી આવા કોરોના માતાના મંદિરો જોઈને, આજની પેઢી ની માનસિકતા થી લજવાઈ જાય એવી તાર્કિક બને, અને જો બાળકો પણ આ કોરોના દેવી ને જળ અર્પણ કરતી થઇ ગઈ તો આગળ ના સમય માં દરેક રોગોના મંદિરોની ભરમાળ જોવા મળશે. મીડિયાએ આ બધા સમાચાર તરીકે નહિ પણ શરમ તરીકે પ્રસ્તુત કરવું જોઈએ પણ મીડિયા જાણે બીજા લોકોને પણ પોટ પોતાના ગામમાં હજુ કેમ કોરોનનું મંદિર બનાવવાનું બાકી છે એવો સવાલ કરતા કરતુ હોય એવું લાગી રહ્યું છે. મીડિયા ક્યાંય ટીકા નથી કરતું પણ સમાચાર ને ફેવળે રાખે છે.

જીતેન્દ્ર વાઘેલા.

Leave a Reply

%d bloggers like this: