પોઝિટિવ દર્દીઓના આંકડાઓ જાહેર કરવામાં સરકાર શરમ ન અનુભવે – હાઈકોર્ટે

( Corona Update ) ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને ન્યાયમૂર્તિ ભાર્ગવ ડી. કારીઆની ખંડપીઠે જારી કરેલા આદેશમાં વધુ નિર્દેશ કરાયો છે કે, વિવિધ પ્રકારના Corona બેડની રિયલ ટાઇમ જાણકારી સરકારે વેબસાઇટના માધ્મયથી આપવી જોઇએ. જેતે હોસ્પિટલમાં કોરોના ( Corona ) દર્દીને બેડ આપવામાં આવે એટલે વેબસાઇટ પર દર્શાવાતા ઉપલબ્ધ બેડની સંખ્યા નીચે જાય અને કોઇ દર્દી ડિસ્ચાર્જ પામે તો તે હોસ્પિટલના ઉપલબ્ધ બેડની સંખ્યા ઉપર આવે તેવી અપડેટ સરકારે ચોવીસ કલાક આપવી જોઇએ. ( Corona ) જેથી એકબીજી હોસ્પિટલે દોડવાની જગ્યાએ દર્દી તેને અનુકૂળ હોય તેવી હોસ્પિટલમાં દાખલ થઇ શકે.

કોરોનાની ( Corona ) ગંભીર બનેલી પરિસ્થિતિને લઈને હાઇકોર્ટે હાથ ધરેલી સુઓમોટો સુનાવણી બાદ કાલે થયેલા આદેશમાં હાઇકોર્ટ દ્વારા નિર્દેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોના ( Corona ) સારવાર માટે કઇ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની જિલ્લાવાર માહિતી વેબસાઇટ બનાવી તેના પર મુકવામાં આવે. હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે. હોસ્પિટલોમાંથી ( Corona ) ડિસ્ચાર્જ થતાં દર્દીઓના ખાલી બેડની સંખ્યાની રિયલ ટાઇમ અપડેટ આપવામાં આવશે તો કોરોના દર્દીઓના પરિવારજનોએ એક હોસ્પિટલેથી બીજી હોસ્પિટલે ધક્કા ખાવાનો વારો નહીં આવે એમ પણ જણાવ્યું હતું.

સરકાર દરેક જિલ્લા અને તાલુકા મથક પર એવી લેબોરેટરી વિકસાવે જ્યાં આર.ટી.-પી.સી.આર. ટેસ્ટ થઇ શકે. જે વિસ્તારોમાં આવી લેબોરેટરી ઉભી કરવામાં આવે. સરકાર આ અંગે પી.પી.પી. (પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ)ના વિકલ્પો વિશે પણ વિચારી શકે છે અને આ મોડેલને પ્રોત્સાહન આપી શકે છે. કોર્ટે ટકોર કરી છે કે જો આર.ટી.-પી.સી.આર. ટેસ્ટિંગમાં પોઝિટિવ દર્દીઓના આંકડાઓ યોગ્ય રીતે જાહેર ન થતા હોય તો સરકાર આ આંકડાઓ જાહેર કરવામાં શરમ ન અનુભવે. સરકારે ખાતરી આપી છે કે બેથી ત્રણ દિવસમાં ઓક્સિજનની માગ પ્રમાણેનો પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવે. જેથી કોર્ટને ઓક્સિજનના જથ્થા અંગે સ્ટેટસ રિપોર્ટ આપવા પણ નિર્દેશ કરાયો છે. ( Corona )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *