વાહ….વાહ….! કોરોના એક પ્રાણી, તેને પણ જીવવાનો અધિકાર’- પૂર્વ CM ત્રિવેન્દ્ર સિંહ રાવત

કોરોના સંકટ વચ્ચે ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતનું એક વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. મીડિયા સાથે વાત કરતાં પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના વાઈરસ જીવિત પ્રાણી છે, તેને જીવવાનો અધિકાર છે. સોશિયલ મીડિયા પર ત્રિવેન્દ્ર સિંહ રાવતનું આ નિવેદન ખૂબજ વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેમની મજાક પણ ઉડાવી રહ્યાં છે.

વાસ્તવમાં જોઈએ તો, પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું હતું કે, દાર્શનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, કોરોના વાઈરલ પણ એક જીવિત જીવ છે. અન્ય લોકોની જેમ તેને પણ જીવવાનો અધિકાર છે, પરંતુ આપણે માનવીઓ ખુદને બુદ્ધિમાન સમજીએ છીએ અને તેને ખતમ કરવા માંગીએ છીએ. આથી કોરોના વાઈરસ સતત પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. કોંગ્રેસ નેતા ગૌરવ પંધીએ કહ્યું કે, આવા લોકોના નિવેદનો પર નવાઈ ના પામવું જોઈએ કે, આપણો દેશ આજે વિશ્વની સૌથી મોટી માનવીય આપદાનો સામનો કરી રહ્યો છે. એક ટ્વીટર યુઝર્સે ત્રિવેન્દ્ર સિંહ રાવતના નિવેદન પર કટાક્ષામાં કહ્યું કે, આ વાઈરસને સેન્ટ્રલ વિસ્ટામાં આશ્રય આપવો જોઈએ.

બીજી તરફ રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના અધ્યક્ષ બીવી શ્રીનિવાસે કહ્યું કે, કોરોના એક પ્રાણી છે. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપ નેતા ત્રિવેન્દ્ર સિંહ રાવત પછી તો વાઈરસનું આધારકાર્ડ અને રાશનકાર્ડ પણ હશે? આ રીતે ઘણાં લોકોએ મજાક ઉડાવી હતી

One thought on “વાહ….વાહ….! કોરોના એક પ્રાણી, તેને પણ જીવવાનો અધિકાર’- પૂર્વ CM ત્રિવેન્દ્ર સિંહ રાવત

Leave a Reply

%d bloggers like this: