કોરોના ઈફેક્ટ :- કેનેડાએ ભારતથી આવતી તમામ ફ્લાઈટ પર લગાવી રોક

નવી દિલ્હી: ભારતમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસને ધ્યાનમાં રાખીને કેનેડાએ ભારતથી આવનારી તમામ ફ્લાઈટ્સ પર આગામી 30 દિવસ સુધી રોક લગાવી દીધી છે. કેનેડાના હેલ્થ મિનિસ્ટર પૈટી હાદજૂએ જણાવ્યું કે, મહામારીના આ કપરા કાળમાં અમે એ વાતને ધ્યાનમાં રાખીને દરેક પગલા ભર્યા છે કે, કેનેડાના લોકોની રક્ષા થવી જોઈએ. એક વખત ફરીથી અમે એવા જ પ્રયત્ન કરી રહ્યાં છીએ. અમે સરહજ પર દુનિયાના સૌથી આકરા નિયમો લાગૂ કર્યા છે. ટેસ્ટિંગ, સ્ક્રિનિંગ અને ક્વોન્ટાઈન જેવા નિયમોથી અમે કોરોના સામે જંગ જીતવામાં આંશિક સફળ થયા છીએ. કેને્ડાની પહેલા બ્રિટન, ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન જેવા દેશો પર ભારતીયોના પ્રવેશ પર રોક લગાવી ચૂક્યા છે. આ સિવાય અમેરિકાએ પણ પોતાના નાગરિકોને ભારતનો પ્રવાસ ના ખેડવાની સલાહ આપી છે. આ ઉપરાંત ભારત સિવાય અન્ય દેશથી કેનેડા પહોંચનારા ભારતીયોની એન્ટ્રી પર પણ એક શરત લાગૂ કરવામાં આવી છે. આવા લોકો પોતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ દેખાડશે પછી જ તેમને કેનેડામાં એન્ટ્રી મળી શકશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનું કહેવું છે કે, આવા પગલા ભરવાથી જ કોરોનાના નવા વેરિઅન્ટને કેનેડામાં પહોંચવાથી રોકી શકાશે.

ભારતમાં મળી આવેલા કોરોનાના ડબલ મ્યૂટેન્ટ વાઈરસના અનેક કેસ કેનેડામાં પણ સામે આવતા જસ્ટિન ટ્રૂડો સરકાર પર આ સંદર્ભે કોઈ નિર્ણય લેવાનું દબાણ હતું. કેનેડાના અનેક રાજ્યોની સરકારો તરફથી પણ આ પ્રકારના પ્રતિબંધની માંગ ઉઠી હતી. ભારત સાથે કેનેડાએ પાકિસ્તાનથી આવનારી તમામ ફ્લાઈટો પર પણ રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે નિર્ણય લેતા પહેલા કેનેડા સરકાર તરફથી ભારતને જાણકારી આપવામાં આવી હતી. કોનેડાના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ગુરુવારે રાત્રે 11:30 વાગ્યાથી આ પ્રતિબંધ લાગૂ થઈ જશે.

Leave a Reply

%d bloggers like this: