અંધશ્રદ્ધા : કોરોના દેવીનું મંદિર, આ નહીં સુધરે, કાયદાનું ઉલ્લંઘન તોય સરકાર તમાશો જોશે.

કોવિડ-19 મહામારીથી બચવા લોકોએ નવા નવા હાથકંડા અપનાવ્યા છે. મળતી માહિતી મુજબ કોરોના દેવીનું મંદિર, 48 દિવસનો મહાયજ્ઞ થશે 48 દિવસના મહાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ કોરોના દેવીના મંદિરને ભક્તો માટે ખુલ્લું મૂકાશે. કોરોના વાયરસ મહામારી ને કારણે હાલ સમગ્ર દેશ સંકટ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં આંશિક તો અનેક રાજ્યોમાં પૂર્ણ લૉકડાઉન લાગુ છે. સંક્રમણથી બચવા માટે પ્રોટોકોલનું પાલન તથા વેક્સીનેશનને યોગ્ય પદ્ધતિ માનવામાં આવી રહી છે. એક તરફ જ્યાં વૈજ્ઞાનિક પ્રયાસોથી કોરોના સંક્રમણનું પ્રબંધન અને નિયંત્રણના પ્રયાસો ચાલી રહ્યા છે તો કેટલાક લોકો આસ્થા અને ઇશ્વરીય શક્તિઓના સહારે કોરોનાને મ્હાત આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગત થોડા દિવસોમાં દેશના અલગ-અલગ હિસ્સાથી કોરોના માતાની પૂજાના અનેક અહેવાલો સામે આવ્યા છે. હવે તાજેતરનો મામલો તમિલનાડુના કોયમ્બતૂરનો છે. અહીં સ્થિત ઈરૂગુરમાં કમાચીપુરી આદિનામ મંદિરે કોરોના દેવીની મૂર્તિ બનાવી અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવાનો નિર્ણય કર્યો છે. મંદિરના મેનેજમેન્ટ મુજબ, આ દેવી લોકોને કોરોનાથી બચાવશે. આદિનામ મંદિર વહીવટદારો પૈકીના એક સિવાલીનેગેસ્વરરે કહ્યું કે પહેલા પણ પ્લેગ જેવી બીમારીઓથી બચવા માટે દેવીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. લોકોને રોગથી બચવા માટેની આ પરંપરા રહી છે. રાજ્યમાં પહેલા પણ પ્લેગ મારિયામ્ન અને કેટલીક અન્ય દેવીઓની મૂર્તિઓ બની છે. આ મૂર્તિઓ વિશે લોકોનું માનવું છે કે તેનાથી પ્લેગ જેવા રોગથી લોકોનો બચાવ થયો. મંદિર મેનેજમેન્ટ અનુસાર, કોરોના સંક્રમણની બીજી લહેર દરમિયાન સંક્રમણથી મોટી સંખ્યામાં લોકોના મોત થયા છે એવામાં ગ્રેનાઇટથી બનેલી કોરોના દેવીની મૂર્તિ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોનાને લઈને વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવશે. 48 દિવસના મહાયજ્ઞ દરમિયાન સામાન્ય લોકો તેમાં સામેલ નહીં થઈ શકે. મહાયજ્ઞ પૂરો થયા બાદ લોકો મંદિરમા; કોરોના દેવીના દર્શન કરી કરશે.

¶ આ અંધશ્રદ્ધા જ કહેવાય – બંધારણીય જોગવાઈઓ છતાં અંધશ્રદ્દાનાબૂદીની દિશામાં કાનૂની પગલાં લેવાતાં નથી.

ભારતીય બંધારણની કલમ ૫૧(એ)માં વૈજ્ઞાનિક ચિંતન પ્રત્યે રાજ્યની સજાગતા અને પ્રતિબદ્ધતાની જોગવાઈ છે. દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દેશને વૈજ્ઞાનિક વિચારસરણી તરફ લઈ જવા માંગતા હતા. પરંતુ તત્કાલીન નેતાઓ સાથે નહેરુના પ્રગતિશીલ વિચારોનો મેળ બેસતો નહોતો. આજે ધર્મ અને રાજનીતિની ભેળસેળના માહોલમાં વૈજ્ઞાનિક વિચારસરણી કે અંધશ્રદ્ધાનાબૂદીની વાત કરવી અઘરી બની ગઈ છે. દેશમાં ધર્મના નામે રાજકારણ- રાજકીય ધાર્મિક સંગઠનો વકર્યાં છે. દેશજનતાને ધર્મનું અફીણ પિવડાવી નવા પ્રકારની વોટબેન્ક રાજનીતિ ચાલી રહી છે. આપણે ત્યાં ‘રેશનાલિસ્ટ’ એટલે ‘વિવેકબુદ્ધિવાદને વરેલી વ્યક્તિ’ને બદલે ‘નાસ્તિક’ કે ‘ધર્મવિરોધી વ્યક્તિ’ એવો અર્થ કરવામાં આવે છે. હા, રેશનાલિઝમની પ્રાથમિક શરત ઈશ્વરનો ઈન્કાર હોઈ શકે. પરંતુ ધાર્મિક વ્યક્તિ પણ અંધશ્રદ્ધાવિરોધી હોઈ શકે. ભારત જેવા વિવિધતાથી ભરપૂર દેશમાં ધાર્મિક નહીં, ધર્મભીરુ અને ધર્મજડ લોકો મોટી સંખ્યામાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *