હવે કોરોના શારીરીક રોગ કરતાં માનસિક રીતે ઘણો ગંભીર સાબિત થશે આ બાબતે જાગૃતિ લાવવાની ખાસ જરુર છે.

નેલ્સન પરમાર – ગુજરાતમાં એકપણ એવો પરીવાર નહીં હોય જેમના ઘરમા, સગા સંબંધીઓ, મિત્રો કે ઓળખીતા માં મરણ ન થયુ હોય. બઘાએ કોઈ ને કોઈ ઓળખીતું વ્યક્તિ ગુમાવ્યું હોય એમ લાગે છે. હાલની પરિસ્થિતિ પણ એવી છે કે, જે વ્યક્તિ પાછળ હજાર બે હજાર માણસ હોય એવા વ્યક્તિને પણ ચાર જણની વચ્ચે જ અંતિમ ક્રિયા કરવી પડે છે. આપણે એક વાત તો સ્વીકારી જ પડશે કે મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે અને નક્કી જ છે. બસ આ અકાળે થતા મૃત્યુ વધું દુ:ખ જ છે. અને મૃત્યુ પછી ખાસ તો રડવા માટે કે પોતાનું દુ:ખ હળવું કરવાં માટે ખભો પણ નથી મળતો. બસ એટલે જ આપણે હવે સ્વજન ગૂમાવ્યા પછી પોતે જ મેન્ટલી તૈયાર થવાની જરૂર છે. આપણે આ પરીસ્થીતી સામે બિલકૂલ લાજર ‌છે. આપણી જવાબદારી જે જીવતાં આપણાં સ્વજનો છે એમને સાચવવાની અને આવી દુ:ખદ પરિસ્થિતિમા ખુશ રાખવાની જવાબદારી આપણી છે. અને એના માટે આપણે પણ ખુશ રહેવાનું શીખવૂ પડશે. ભલે એ દેખાડો જ કેમ ન હોય. સ્વજન ગુમાવ્આ પછી માનસિક સંતુલન જાળવવું પડશે તો જ આપણે આ પરીસ્થીતી સામે લડી શકીશું. એટલે જ દરેક પરિસ્થિતિમા દુ:ખ ભુલી એ સ્વજન સાથેની મીઠી યાદોને યાદ કરી ખુશ રહેવાનો પ્રયત્ન કરવો. ગંભીર થવા કરતાં મગજને કોઈ કામમાં વ્યસ્ત રાખવું. પેનીક ન થવૂ અને તમારી અને પરીવારની કાળજી રાખવી. બની શકે તો હાલ ખાસ તમારા સગા સંબંધીઓ અને મિત્રોના સંપર્કમાં રહો. વાત કરો, ખબર અંતર પુછો. મદદ કરો, જરૂર હોય ત્યાં માર્ગદર્શન આપો. સંગતમાં રહેશો તોય ઘણાં દુ:ખ ઓછા થશે.

તમે માનસિક રીતે સ્ટ્રોગ હશો તો ગમે તેવો જંગ જીતી લેશો.

હાલનાં કોરના સમયમાં પાછલાં ઘણાં સમયથી ઘણી હોસ્પિટલની મુલાકાત કરી, જાણ્યું છે. ત્યાંની પરિસ્થિતિ સમજાવાનો પ્રયત્ન કર્યો છે. સૌથી મહત્વની બાબત એ ધ્યાનમાં આવી છે કે, કોવીડ પેશેન્ટ સાથે તેમના ઘરના પણ કોઈ વ્યક્તિને હાજર રહેવાની પરમીશન નથી હોતી. આ બાબત દર્દીઓ માટે પણ ખુબજ દુ:ખ દાયક છે. એમને પણ એમ લાગે છે કે, આટલું મોટું મારું પરીવાર છતાં હાલ સાથે કોઈ નહી, એક અનંત એકલતાનો અનુભવ દર્દીઓ કરે છે. આપણે સમજી શકીએ છીએ કે આ પરિસ્થિતિમાં સાથે રહેવું શક્ય નથી પણ મારા કેટલાંક સુચનો છે જે હોસ્પિટલ એ ધ્યાનમાં લેવા જોઈએ. હોસ્પિટલમા ગમે તે પરિસ્થિતિ હોય પણ હોસ્પિટલના એ રૂમમાં જ્યાં દર્દીઓ હોય ત્યા શાંતિ પુર્ણ વાતવરણ પુરું પાડવામાં આવે. કંશુ ગંભીર નથી એવું વાતાવરણ ઊભું કરવામાં આવે, સાથે હોસ્પિટલ રૂમની ચારે બાજુ સ્પીકર લગાવી ઘીમાં અવાજે ગીતો સઅંભળવામાં આવે. ધાર્મિક, સામાજીક, પ્રેમ, મોટીવેશનલ પુસ્તકો જેવા વિષયોના પુસ્તકો પુરા પાડવામાં આવે. હળવું અને પ્રફુલ્લિત વાતવરણ ઉભું કરવામાં આવે. દર્દીઓને મનોરંજન માટેની થોડી વ્યવસ્થા કરવામાં આવે, એમ લાગે છે કે ઘણાં દર્દીઓ તો કોરોના નામ પડતાં જ ગભરાઇ જાય છે એમાંય જો આવુ ગંભીર વાતવરણ હોય તો બિલકુલ તકલીફ પડે છે. માનસિક રીતે જ હારી જાય છે. આવા સમયે એક તો દર્દીને ડોક્ટર અને સ્ટાફે એ અહેસાસ કરાવવો જોઈએ કે, તમને સારું છે અને સારવારથી ટૂંક સમયમાં બધું સારું થઈ જશે. ચિંતા કરવાની જરૂર નથી. આ અહેસાસ સાથે વાતવરણ પણ એવું ઉભુ કરવાની જરૂર છે જેથી દર્દીઓન પણ સારો અહેસાસ થાય….ભલે કોરોના પોઝીટીવ હોય સાથે આપણે પણ હિંમત રાખી પોઝીટીવ એનર્જી ઉત્પન્ન કરવાની છે…..!

© નેલ્સન પરમાર
૭૮૭૪૪૪૮૧૪૮

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *