Concept Of Living ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છોટાઉદેપુર તાલુકાની આદિવાસી સ્ત્રીઓ માટે મફત સેનેટરી પેડના વિતરણ કાર્યક્રમ યોજાયો

Monali suthar

તારીખ 31 માર્ચ 2022 ના રોજ Concept Of Living ચેરીટબેલ ટ્રસ્ટ દ્વારા વડોદરા જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના વિવિધ ગામડાઓની આંતરિયાળ વિસ્તારમાં 3 દિવસ માટે આદિવાસી સ્ત્રીઓને મફત સેનેટરી પેડ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સામાજિક પ્રવૃત્તિનું માર્ગદર્શન અને નેતૃત્વ Concept Of Living ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મોનાલી સુથાર દ્વારા કરવામાં આવ્યું હતું.

મફત સેનેટરી પેડના વિતરણનો કાર્યક્રમની અંદર બિલવન્ત, ગડોલા, ફેરકુવા, કસારા,સિંગલા જેવા વિવિધ ગામોની બહાર રહેતી આદિવાસી સ્ત્રીઓને આ પ્રવૃત્તિનો લાભ મળી રહે તે માટે પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ વિતરણ કાર્યક્રમ દ્વારા 478 મહિલાઓને એક વર્ષ માટેના મફત સેનેટરી પેડનું વેચાણ કરવા માં આવ્યું.

Concept Of Living ચેરીટબેલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મોનાલી સુથાર દ્વારા જણાવ્યા મુજબ “આદિવાસી સ્ત્રીઓને થતા વિવિધ જાતીય રોગો, જૂની માન્યતા કે પ્રથા પ્રમાણે માસિક દરમ્યાન ઉપયોગમાં લેવામાં આવતી હાનિકારક વસ્તુઓનો પ્રતિબંધ અને સેનેટરી પેડનું મહત્વ સમજાવવાનો છે. ઘણી ખરી સામાજિક સંસ્થાઓ દ્વારા આ રીતે મફત સેનેટરી પેડનું વિતરણ કરી , પેડ વિતરણના વિવિધ ફોટોગ્રાફ્સ અને વિડિઓ શુટીંગ કરવામાં આવતું હોય છે, પણ Concept Of Living ચેરીટબેલ ટ્રસ્ટ આવી કોઈ પણ સસ્તી પ્રસિદ્ધિમાં માનતું નથી. આવનારા સમયની અંદર Concept Of Living ચેરીટબેલ ટ્રસ્ટ દ્વારા ગુજરાતના આવા જ વિવિધ આંતરિયાળ વિસ્તારોમાં 3000 થી વધારે મહિલાઓને આ પ્રવૃર્તીનો લાભ મળી રહે આ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.”

Concept Of Living ચેરીટબેલ ટ્રસ્ટએ આ સામાજિક પ્રવૃર્તીને લોકો સુધી પહોંચાડવા અને આ ગંભીર સમસ્યા ઉપર સમાજના લોકો વાત કરતા થાય એ હેતુ સભર સોશિયલ મીડિયામાં મિશન “I SUPPORT” ને લોન્ચ કરવામાં આવ્યું હતું. સમાજના વિવિધ વર્ગો, વિવિધ હોદ્દા પરની વ્યક્તિઓ , બિઝનેસ મેન-વુમેન, તેમજ મીડિયા દ્વારા ખુબ જ સારા પ્રતિશાદ સાંપડ્યો હતો. મિશન “I SUPPORT” ને 100થી વધારે વ્યક્તિઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં પોતાના ફોટા સાથે મિશનને સફળ બનાવવા અલગ અલગ જગ્યા એ શેર કરેલ હતું.

ગુજરાતીની અંદર સુવિચાર છે “દાન એ મહાપુણ્ય છે “Concept Of Living ચેરીટબેલ ટ્રસ્ટના આ સામાજિક જાગૃતિ અને મફત સેનેટરી પેડ વિતરણના કાર્યક્ર્મમાં ગુજરાતના એક મોટા પ્રતિષ્ઠિત બિલ્ડર અને શૈક્ષણિક ક્ષેત્રે જેમની મોટી નામના છે એવા વ્યક્તિએ પોતાનું નામના આપવાની શરતે શરુવાતથી જ બહુ મોટું આર્થિક યોગદાન આપેલું હતું, સાથે આ સામાજિક પ્રવૃત્તિને સફળ બનાવવા દુબઈના બિઝનેસમેન C K ગ્રુપ ઓફ કંપનીના મેનેજીગ ડાયરેક્ટર ચિરાગકુમાર પટેલએ આર્થિક મદદ દ્વારા મહત્વની ભૂમિકા ભજવી હતી. અમદાવાદના નામાંકિત કવિ – સામાજિક કાર્યકર્તા શ્રી ઇવાબેન પટેલએ સોશિયલ મીડિયા કેમપેઇનમાં અનેક લોકો સુધી આ વાત પહોંચાડી અને આ કાર્યક્રમમાં જોડાવા ઘણા લોકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ સામાજિક કાર્યક્ર્મનો હેતુ અનેક લોકો સુધી પહોંચે એ માટે થઈને ગુજરાતના 20થી પણ વધારે મીડિયાનો સપોર્ટ મળેલ હતો.

Leave a Reply

%d bloggers like this: