લોકડાઉનમાં દવા લેવા જતા યુવાનને ક્લેક્ટરે લાફો માર્યો, મોબાઈલ તોડી નાંખ્યો

આપણે અહીંયા તો‌ જ્યારે સામન્ય લોકો માટે જ કાયદો હોય એવું લાગે છે. સત્તાના ઘમંડમાં રાચતા વધુ એક કલેકટરે લોકડાઉન દરમિયાન કરેલી હરકત બાદ સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલાં એક કલેકટરે લગ્ન સંભારંભમાં જઈ હંગામો કર્યો હતો. અને પંડીત સહિત માર પણ મારેલો લોકોને. હવે ફરી એકવાર એક કલેકટરનો બનાવ સામે આવ્યો છે. છત્તીસગઢના સૂરજપુરના કલેકટર રણીવર શર્માએ લોકડાઉનમાં દવા લેવા નિકળેલા એક યુવાનને થપ્પડ મારવાનો વિડિયો વાયરલ થયા બાદ ભારે હંગામો મચ્યો છે. જોકે છત્તીસગઢ સરકારે કલેકટરને સસ્પેન્ડ કરવાની જગ્યાએ બદલી કરીને સંતોષ માન્યો છે.

મળતી વિગતો પ્રમાણે કલેકટર શર્માએ લોકડાઉન દરમિયાન યુવાનને રસ્તા પર અટકાવ્યો હતો. યુવાને પોતે દવા લેવા જઈ રહ્યો હોવાનુ કહ્યુ હતુ અને મોબાઈલમાં પ્રિસ્ક્રિપ્શન પણ બતાવ્યુ હતુ. સત્તાના નશામાં ચૂર થઈને યુવાનના હાથમાંથી તેનો મોબાઈલ છીનવીને રસ્તા પટકીને તોડી નાંખ્યો હતો. એટલુ જ નહી યુવાનને એક થપ્પડ મારી દીધી હતી. પોતાની સાથેના સુરક્ષા કર્મીને આ યુવાનને લાકડી વડે મારવાનુ ફરમાન પણ કર્યુ હતુ. સોશિયલ મીડિયા પર લોકોએ કલેકટર સામે અને સાથે સાથે આઈએએસ અધિકારીઓની સત્તા સામે સવાલ ઉઠાવવાના શરુ કર્યા બાદ છત્તીસગઢ સરકાર હરકતમાં આવી હતી અને કલેકટર રણવીર શર્માની બદલી કરી છે. કલેકટરને પણ માફી માંગવાની ફરજ પડી છે. જોકે સોશિયલ મીડિયા પર લોકો કલેકટરને સસ્પેન્ડ કરવાની માંગણી કરી રહ્યા છે.

Leave a Reply

%d bloggers like this: