CM/PMની ઈમેજ બગાડવા માટે લોકો જ શ્વાસ બંધ કરી દે છે !

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર – ગંગાનદીમાં 2000થી વધુ લાશો તરતી હોય એ દર્શાવે છે કે એ મોત કોઈ જગ્યાએ નોંધાયેલા નથી. ગંગા નદીના પટમાં લાશોને બાજુબાજુમાં દફનાવવામાં આવી છે. કોરોના મહામારીમાં આવી રીતે લાશોનો નિકાલ કરવા પાછળનો હેતુ મોત છૂપાવવાનો હોઈ શકે. મોતના સાચા આંકડા જાહેર થાય તો સરકારની નાલેશી થાય એટલા માટે આવી યુક્તિઓ અજમાવાય છે. સાચા આંકડા CM/PMને દિગમ્બર કરી નાખે ! કોઈપણ સરકારને, આંકડા આધારિત વહિવટની પ્રેક્ટિસ ગળથૂથીમાં જ મળી જાય છે. સરકારને કિસાનોની આત્મહત્યા છૂપાવવાનો અનુભવ કામ લાગ્યો છે ! દેવું થવાથી/ઉપજ નિષ્ફળ જવાથી/ઉપજના ભાવ ન મળવાથી ખેડૂતે આત્મહત્યા કરી છે, એવું બતાવવાનું જ નહીં; અંગત કારણસર આત્મહત્યા કરી છે; એવું જ દર્શાવવાનું ! એટલે સરકાર કિસાનોની ડબ્બલ આવકનો ઢંઢેરો પીટી શકે ! આંકડાઓના મોડલની ખાસિયત એ છે કે તે સરકારના હોર્ડિંગ/પોસ્ટર/પ્રચાર સાહિત્ય/કોર્પોરેટ મીડિયામાં બહુ રુપાળા લાગે છે ! કોર્પોરેટ બાબાઓ/કથાકારો/સ્વામિઓ/સદ્ગુરુઓ; એ આંકડા દ્વારા ભાવિક ભક્તજનોને સહેલાઈથી સરકારના ભક્ત બનાવી શકે છે !

દિવ્ય ભાસ્કર અખબારે તપાસ કરતા જાણવા મળ્યું કે “1 માર્ચ 2021 થી 10 મે સુધીમાં એટલે કે 71 દિવસમાં, 1,23,871 ડેથ સર્ટિફિકેટ ઈસ્યુ થયેલ છે. ગત વર્ષે સમાંતર સમયમાં 58,000 ડેથ સર્ટિફિકેટ ઈસ્યુ થયેલ હતા. મતલબ કે આ વખતે 65,085 સર્ટિફિકેટ વધુ ઈસ્યુ થયા. સરકારે આ સમય ગાળામાં કોરોનાથી 4,218 મોત થવાનું જાહેર કરેલ હતું. સવાલ એ છે કે બાકીના 60,867 મોત શામાટે થયા હતા?” અમદાવાદ શહેરમાં ગત વર્ષે 71 દિવસમાં 7,786 ડેથ સર્ટિફિકેટ ઈસ્યુ થયા હતા, આ વર્ષે 13,593 ઈસ્યુ થયા. જ્યારે કોરોના થી મોત માત્ર 2,126 દેખાડ્યા છે ! ભાવનગર શહેરમાં ગત વર્ષે 71 દિવસમાં 1,375 ડેથ સર્ટિફિકેટ ઈસ્યુ થયા હતા, આ વર્ષે 4,158 ઈસ્યુ થયા. જ્યારે કોરોના થી મોત માત્ર 134 દેખાડ્યા છે ! નવસારી જિલ્લામાં ગત વર્ષે 71 દિવસમાં 2,026 ડેથ સર્ટિફિકેટ ઈસ્યુ થયા હતા, આ વર્ષે 3,434 ઈસ્યુ થયા. જ્યારે કોરોના થી મોત માત્ર 09 દેખાડ્યા છે ! ‘વાયબ્રન્ટ સમિટ’માં આંકડાનો અતિ વિકાસ થયો હતો; એટલે હવે જૂઠા આંકડા પણ સ્વાભાવિક લાગે છે !

આ પણ વાંચો –  વહેલી સવારે સૌરાષ્ટ્રમાં ધરતીકંપનો આંચકો કોઈ જાનહાનિ ના અહેવાલ નથી

સરકાર એટલે કે CM/PM શામાટે મોતના આંકડા છૂપાવે છે? પોતાની બેદરકારી/અણઆવડત/મૂર્ખામી ખૂલ્લી થઈ ન જાય એટલે ! અધિકારીઓ શામાટે મોતના આંકડા છૂપાવે છે? આંડકા છૂપાવી શકે તે મ્યુનિસિપલ કમિશ્નર/કલેક્ટર બાહોશ કહેવાય ! સરકારની આબરુ બચાવે તેમને ઈનામ સારા પોસ્ટિંગ રુપે મળે. એટલે અધિકારીઓ પણ આંકડા છૂપાવી સરકારને ખુશ રાખે ! એક ભક્તની ફરિયાદ છે કે ‘CM/PMની ઈમેજ બગાડવા માટે લોકો જ પોતાના શ્વાસ બંધ કરી દે છે !’rs

Leave a Reply

%d bloggers like this: