ખ્રિસ્તી ધર્મ અને ઈસુના મુલ્યો, ખરેખર ખ્રિસ્તી કોણ?

નેલ્સન પરમાર : ચર્ચના ( સંસ્થા )ના મૂલ્યો – આપણે જે પંથ કે સંપ્રદાય ફોલો કરીએ છીએ એ ધર્મ નથી. આપણે પ્રોટેસ્ટન્ટ, કેથોલિક, ઓર્થોડોક્સ, ઓરીએન્ટલ કે અન્ય કોઈપણ પંથમાં માનતા હોઈએ, એ બધી સંસ્થા છે. અને એની માણસોએ પોતાનો કેટલોક સ્વાર્થ, વિરોધ, કે અન્ય કારણોસર સંસ્થાના કરી છે. એ માત્ર સંસ્થા છે અને આપણે એ સંસ્થાના જ ભાગ છીએ, જેના બનાવેલ નિયમો પ્રમાણે ચાલીએ છીએ, જીવીએ છીએ. ધર્મગુરૂઓને પણ અહીયા પગાર મળે છે અને જ્યાં પગાર મળે એને સેવા કેવી રીતે કહેવાય? આ આપણી સંસ્થાઓ કેવું શિક્ષણ આપે છે, અને કેવા લોકો ને ખ્રિસ્તી માને છે. એમનો ધાર્મીક દ્રષ્ટિકોણ કયો છે તો.

આ પણ વાંચો : ગૌરવ : ઓલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ વખત સેમિફાઇનલમાં પહોંચી ભારતીય મહિલા હોકી ટીમ

નિયમિત ચર્ચ જાવ, નિયમિત બાઈમલ વાંચન કરો, પ્રાર્થના કરો, દાન આપો, ચર્ચની અને ધર્મગુરુઓની વિરુધ્ધમાં ન જાવ, બાપ્તિસમા લઈ લો, ચર્ચની વિધિઓ ને માનો, કહેવાનો મતલબ કે સંસ્થાના જે નિયમો છે એને ફોલો કરો તો તમે ખ્રિસ્તી બાકી નહીં…..! તમે કોઈ દિવસ ધર્મગુરુઓનૂં વર્તન તપાસ્યું છે? મારા ધ્યાનમાં તો એવું આવ્યું છે કે મંડળીઓમાં જે કુંટુંબ નામાંકિત અને પૈસાપાત્રે સુખી હોય ત્યાં એમના સંબધો સારા હશે; પણ સાવ ગરીબ ઘરમાં તો મુલાકાત લેવાનું પણ વ્યાજબી નહી ગણતાં હોય, આ મારું નિરીક્ષણ કરેલી વાત છે. ચર્ચ ( સંસ્થા ) આપણાને એટલા બધાં બંધનમાં રાખવા માંગે છે કે આપણે સામાજીક રીતે આગળ વધી જ ન શકીએ, કેટલાંક ધર્મગુરુઓ તો એટલી હદે કે સીધું એમ જ કહી દે, આ ચર્ચ, પ્રાર્થના, ઈસુ સિવાય બધું વ્યર્થ જ છે. એનું કોઈ મહત્વ જ નથી, ને એજ લોકો પાછલા બારણે બધુ જ કરતાં હોય છે પાછા…!

• ઈસુ અને બાઈબલના મુલ્યો – બાઈબલમાં માથ્થી ના 25માં પ્રકરણમાં લખ્યુ છે. પણ જ્યારે માણસનો દીકરો પોતાના મહિમામાં સર્વ પવિત્ર દૂતો સહિત આવશે, ત્યારે તે પોતાના મહિમાના રાજ્યાસન પર બેસશે. અને સર્વ દેશજાતિઓ તેની આગળ એકઠી કરાશે. અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી જુદાં પાડે છે, તેમ તે તેઓને એકબીજાથી જુદી પાડશે. અને ઘેટાંને તે પોતાને જમણે હાથે, પણ બકરાંને ડાબે હાથે રાખશે. ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે, ‘મારા પિતાના આશીર્વાદિતો આવો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે માટે તૈયાર કરેલું છે તેનો વારસો લો; કેમ કે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો ત્યારે તમે મને [પાણી] પીવડાવ્યું. હું પારકો હતો ત્યારે તમે મને પરોણો રાખ્યો, હું નગ્ન હતો ત્યારે તમે મને વસ્‍ત્ર પહેરાવ્યાં, હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા, હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી.’ ત્યારે ન્યાયીઓ તેમને ઉત્તર દેશે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા દેખીને ખવડાવ્યું, અથવા તરસ્યા જોઈને [પાણી] પીવડાવ્યું? અને ક્યારે અમે તમને પારકા જોઈને પરોણા રાખ્યા, અથવા નગ્ન જોઈને વસ્‍ત્ર પહેરાવ્યા? અને ક્યારે અમે તમને માંદા અથવા કેદમાં જોઈને તમારી ખબર લીધી?’ ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, હું તમને ખચીત કહું છું, આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’ પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે, ‘ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોને માટે તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ. કેમ કે હું ભૂખ્યો હતો, પણ તમે મને ખવડાવ્યું નહિ, હું તરસ્યો હતો પણ તમે મને [પાણી] પીવડાવ્યું નહિ, હું પારકો હતો, પણ તમે મને પરોણો રાખ્યો નહિ, નગ્ન હતો, પણ તમે મને વસ્ર પહેરાવ્યાં નહિ, માંદો તથા કેદમાં હતો, પણ તમે મારી ખબર લીધી નહિ.’ ત્યારે તેઓ પણ તેમને કહેશે, ‘પ્રભુ, ક્યારે અમે તમને ભૂખ્યા કે, તરસ્યા કે, પારકા કે, નગ્ન કે, માંદા કે, કેદમાં જોઈને તમારી સેવા નહિ કરી?’ ત્યારે તે તેઓને કહેશે, હું તમને ખચીત કહું છું કે, આ બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું નહિ, એટલે તે મને કર્યું નહિ.’ અને તેઓ સાર્વકાલિક શાસનમાં જશે, પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં [જશે].”

– એવી જ રીતે બીજી એક વાત. લુક – 18માં. પ્રાર્થના કરતા ફરોશી અને જકાતદારનુ દ્રષ્ટાંત 9 કેટલાક પોતાના વિષે ઘમંડ રાખતા હતા કે અમે ન્યાયી છીએ, અને બીજાને તુચ્છકારતા હતા, તેઓને પણ ઈસુએ આ દ્રષ્ટાંત કહ્યું કે, 10 બે માણસો પ્રાર્થના કરવા સારુ ભક્તિસ્થાનમાં ગયા; એક ફરોશી, અને બીજો દાણી હતો..11 ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં એવી પ્રાર્થના કરી કે, ‘ઓ ઈશ્વર, બીજા માણસોના જેવો જુલમી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તારી ઉપકારસ્તુતિ કરું છું. 12 અઠવાડિયામાં બે વાર હું ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો દસમો ભાગ આપું છું.’ 13 પણ દાણીએ દૂર ઊભા રહીને પોતાની આંખો સ્વર્ગ તરફ ઊંચી કરવા ન ચાહતા, દુ:ખ સાથે છાતી કૂટીને કહ્યું કે, ‘ઓ ઈશ્વર, મુજ પાપી પર દયા કરો.’ 14 હું તમને કહું છું કે, ‘પેલા કરતા એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘરે ગયો; કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તે નીચો કરાશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઉચો કરવામાં આવશે.’

– આપણે તો અહીયાં પોતાની જાતને બહુ ધાર્મિક, અને આત્મિક સાબિત કરવાના દેખાડા એટલાં વધી ગયા છે કે જેની કોઈ હદ નથી, ને એમાં પણ અમારા જેવા લોકો પર નાસ્તિકનું લેબલ મારતાં પણ શરમતાં નથી. બાઈબલ તો એજ કહે છે કે જે ઉપર દાણી અને ફરોશીની વાત કરવામા આવી છે એ વાંચો, તમે બધું કરો છો દાન આપો છો, રેગ્યુલર ચર્ચ જાવ છો, તમે બાપ્તિસપમાં લીધેલું છે, સંસ્થાના નિયમોમાં રહો છો એ બધી સારી વાત છે પણ એનાથી એવું બિલકુલ નથી કે તમને સ્વર્ગની સીળી મળી ગઈ છે. બાઇબલ તો માણસો વચ્ચે ભેદભાવ કરવાનું શીખવતું નથી તો તમે કેમ ભેદભાવ રાખો છો? એ તો કેથોલિક છે, પ્રોટેસ્ટન્ટ છે, ઓર્થોડોક્સ છે એમ કરી ને શું તમે અંતર નથી રાખતાં? પોતાના લોકોને નથી સ્વીકારી શકતાં એ બીજાને તો ક્યાંથી સ્વીકારી શકશે?. બાઈબલનો સાર જોવો હોય તો ઉપરના એક ફકરામાં છે. કે, હું ભૂખ્યો હતો ત્યારે મને ખવડાવ્યુ? હું તરસ્યો હતો ત્યારે મને પાણી પીવડાવ્યું? હું પારકો હતો ત્યારે મને પરોણો રાખ્યો? હુ નગ્ન હતો ત્યારે મને વસ્ત્ર પહેરાવ્યા? હું કેદમાં હતો ત્યારે મારી ખબર લીધી? હું માંદો હતો ત્યારે મને જોવા આવ્યા…..? આ બધી જ બાબતો મહત્વની છે અને એમાં ક્યાંય એવું નથી લખ્યું કે આ તમારે તમારા લોકો વચ્ચે જ કરવું કે ખ્રિસ્તી હોય તો જ કરવું, આપણે તો મદદ કરવાની હોય ત્યારે પહેલાં જ ધર્મ, જાતિ, પંથ જોઈને મદદ કરીએ છીએ, શું એને ખરેખર મદદ કહેવાય, મદદ એ માણસાઈનો ગુણ છે અને મદદ કરવા માટે ક્યારેય કોઇનુ ધર્મ, જાતિ, સમાજ ન જોવાઈ એ માણસ છે એટલું જ જોઈને મદદ કરવાની હોય….! તમને જાણ ન હોય તો જાણકારી આપી દઉં કે ઈતિહાસ જોશો તો સૌથી વધારે ખુન ખરાબી, યુદ્ધો, હત્યાઓ એ ધર્મના નામ પર થયેલી છે અને એમાં આપણી આ સંસ્થાઓનો અમુલ્ય ફાળો રહેલો છે. એટલે મારે તો ઉપરની ઈસુએ શીખવેલ જે વાતો લોકો માને છે એ બધાં ખ્રિસ્તી છે. ખાલી ચોપડે નામ નોંધાયેલ હોય એટલે.ખ્રિસ્તી બની જવાઈ એવું નથી, બાઈબલમાં ક્યાંય આ ધાર્મિક સંસ્થાઓના નામે ભાગલા પાડવાની વાત હોય તો જણાવજો મને, ઈસુએ પણ કોઈ ધર્મની સ્થાપના કરી હોય ને કોઇના ધ્યાનમા હોય તો જણાવજો મને….!

© નેલ્સન પરમાર
nelsonmit12@gmail.com

૭૮૭૪૪૪૪૯૧૯

Leave a Reply

Your email address will not be published.