અત્યાર સુધી એવા કોઈ સંકેત નથી કે, કોરોનાની ત્રીજી લહેર બાળકોને ગંભીર અસર કરશે – ડૉ રણદીપ ગુલેરિયાએ

આપણે જોયું કે, શરુઆતથી ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થશે અને ગંભીર પરિસ્થિતિ આવશે એવા મીડીયા અહેવાલ પ્રગટ થયા હતાં અને લોકો પણ આ બાબતને લઈને ડરી રહ્યા હતા એવામાં એવામાં દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે, અત્યાર સુધી એવા કોઈ સંકેત નથી કે, કોરોનાની ત્રીજી લહેર બાળકોને ગંભીર અસર કરશે. જો કે તેમણે જણાવ્યું કે, કોરોના કાળમાં માનસિક તનાવ અને સ્માર્ટફોનની આદતના કારણે બાળકો એકસાથે અનેક નુક્સાનનો સામનો કરી રહ્યાં છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, બે લહેરના આંકડા અનુસાર, બાળકોમાં વાઈરસની અસર ઓછી જોવા મળી રહી છે. એવું નથી લાગતું કે, ભવિષ્યમાં બાળકોમાં વધારે સંક્રમણ ફેલાશે. જે લોકોએ આ થિયરી આપી છે, તેમનું કહેવું છે કે, બાળકોમાં હજુ સુધી વાઈરસ ફેલાયો નથી. આથી આગળ જતાં તેઓ સંક્રમિત થઈ શકે છે. જો તે તેના કોઈ પુરાવા નથી કે, ભવિષ્યમાં બાળકોમાં સંક્રમણ વધારે ફેલાશે. એવું કહેવાય છે કે, બાળકો સૌથી વધુ સંક્રમિત થશે, પરંતુ પીડિયાટ્રિક્સ એસોસિએશને કહ્યું છે કે, આ ફેક્ટ પર આધારિત નથી. આથી લોકોએ ડરવું ના જોઈએ.

આ પણ વાંચો :- ‘૨૬ મે’ થી શું ભારતમાં ફેસબુક, ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ બંધ થઈ જશે?

જો આપણે પહેલી અને બીજી લહેરના આંકડા જોઈએ તો, તેમાં ઘણી સમાનતા છે. જે દર્શાવે છે કે, જે બાળકો પ્રોટેક્ટેડ છે. જો બાળકોમાં કોરોના હોય, તો પણ તેના સામાન્ય લક્ષણો જોવા મળે છે. આ વાઈરસ એજ છે, એવા કોઈ સંકેત નથી મળ્યા કે, ત્રીજી લહેરમાં બાળકો વધારે સંક્રમિત થશે.નબળી પડી રહેલી કોરોના વાઈરસની બીજી લહેર વચ્ચે એક રાહતના સમાચાર મળ્યાં છે. સરકારના જણાવ્યા મુજબ, અત્યાર સુધી એવા કોઈ સંકેત નથી કે, કોરોનાની ત્રીજી લહેર બાળકો પર ગંભીર અસર કરશે. અત્યાર સુધી એવું કહેવાતું હતું કે, કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો જ સૌથી વધુ પ્રભાવિત થશે

Leave a Reply

%d bloggers like this: