મંદિરના ગેટનો સળિયો છાતીમાં ઘુસી જતા બાળકનું મોત – ક્રિકેટ રમતાં બની દુર્ઘટના

અમદાવાદ : થલતેજમાં મિત્રો સાથે ક્રિકેટ રમતો ૧૨ વર્ષનો બાળક દડો લેવા મદિરના દરવાજા પર ચઢ્યો હતો. જોકે તેનો પગ લપસતા દરવાજાનો અણીદાર સળિયો તેની છાતીમાં ઘુસી જતા તેનું મોત નીપજ્યુ હતું. સોલા પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. રમતી વખતે દડો મદિરના કંપાઉન્ડમાં પડયો હતો. બીજીતરફ આજુબાજુની દિવાલ ઉંચી હોવાથી હર્ષ મંદિરના દરવાજા પર ચઢીને કંપાઉન્ડમાં પડેલો દડો લઈને બહાર આવતો હતો. જોકે મંદિરના ઝાંપા ઉપર ભાલા આકારના અણીદાર સળિયા હોવાથી હર્ષનો પગ લપસ્યો હતો. જેમાં સળિયો હર્ષની છાતીના વચ્ચેના ભાગમાં વાગ્યો હતો. બીજીતરફ અન્ય બાળકોએ બુમાબુમ કરતા નજીકમાં બેઠેલા તેના પિતા નાગરજીભાઈ દોડીને આવી પહોંચ્યા હતા અને હર્ષને સારવાર માટે રિક્ષામાં નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોકટરે હર્ષને મૃત ઘોષિત કર્યો હતો. આ અંગે સોલા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં મોટી રેલવે દુર્ઘટના, 2 ટ્રેન સામ-સામે આવી જતા 30થી વધુના મોત, 50 ઘાયલ હોવાનાં અહેવાલ

શહેરના થલતેજ ગામમા એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં થલતેજ ગામના મોટા ઠાકોર વાસના ખાડિયાર વાસમાં નાગજીભાઈ તેમના પરિવાર સાથે રહે છે અને રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. તેમના જ ઘરની પાસે એક મહાદેવનું મંદિર આવેલુ છે. આ જ મંદિરની સામે નાગજીભાઈનો 12 વર્ષનો દિકરો હર્ષ ઠાકોર શનિવારે મિત્રો સાથે મળીને ક્રિકેટ રમી રહ્યો હતો ત્યારે બોલ મંદિરની અંદર ગયો હતો. હર્ષ મંદિરના દરવાજા પર લોક મારેલું હોવાના કારણે મંદિરનો પાછળનો દરવાજો કુદીને અંદર ગયો હતો. બાદમાં બોલ બહાર નાખીને મંદિરનો દરવાજો કુદી બહાર આવતો હતો તે સમયે અચાનક હર્ષનો પગ લપસી ગયો હતો જેના કારણે દરવાજા પર લગાવેલી ભાલા પર પડ્યો અને ભાલો હર્ષની છાતીની આર પાર થઈ ગયો હતો. આ ઘટના બાદ હર્ષના મિત્રોએ તેના માતા-પિતાને ઘટનાની જાણ કરતા માતા પિતાઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બાદમાં જેમ તેમ કરીને હર્ષને છાતીમાંથી ભાલો બહાર કાઢીને તેને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન હર્ષનું મોત નિપજ્યું હતુ. આ ઘટના જાણ તેના માતા -પિતાને થતા પરીવારમાં શોકનો માહોલ સર્જાયો હતો.

Leave a Reply

%d bloggers like this: