બાળ કલાકાર હિર ચૌહાણે “રક્ષાબંધન રસલ અપને ભાઈ કી ધાલ” સીરિયલ માં દ્રૌપદી તરીકે બિંદુડી નું પાત્ર ભજવી ડેબ્યૂ કર્યું.

અહેવાલ : મિલાપ ટાટારિઆ ટાઇગર – ગાંધીનગર :  આપણે બધાં જાણીએ છીએ કે, ફિલ્મો અને સિરિયલો નાનાં પડદામાં નવાં ચહેરા દેખાતાં રહે છે. આવી સ્થિતિમાં કલાકારોની આ રેસમાં સફળતાં મેળવવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. દરેક વ્યક્તિ તેમની અભિનય અને વ્યક્તિત્વ પ્રત્યે તદ્દન ગંભીર છે અને ચર્ચામાં રહેવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. આવી સ્થિતિમાં દરેકને પોતાની એક આગવી ઓળખ જાળવવા આ દોડમાં ભાગ લેવા પડે છે. ત્યારે કહેવાય છે કે, કલાકાર એ ઈશ્વરની દેન છે. દંગલ ટી.વી. ચેનલ પર “રક્ષાબંધન રસલ અપને ભાઈ કી ધાલ” એક ભારતીય ટેલિવિઝન સિરિયલ છે. આ શોનું નિર્માણ બિયોન્ડ ડ્રીમ્સ એન્ટરટેનમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ શોનો પ્રીમિયર તાજેતરમાં ૧૯ જુલાઈ ૨૦૨૧ નાં ​​રોજ કરવામાં આવ્યો હતો.

Heer Chauhan

બાળ કલાકાર હિર ચૌહાણ ને એક્ટિંગ ક્ષેત્રે અનેરો લગાવ છે, ત્યારે તાજેતરમાં દંગલ ટી.વી. ચેનલ પર “રક્ષાબંધન રસલ અપને ભાઈ કી ધાલ” સીરિયલ માં દ્રૌપદી તરીકે બિંદુડી નું પાત્ર ભજવી ડેબ્યૂ કર્યું હતું. સાથે હિર ચૌહાણ વધુમાં વધુ વેબ સિરીઝ પણ કરી ચૂક્યાં છે‌. “રક્ષાબંધન રસલ અપને ભાઈ કી ધાલ” સીરિયલ નું સંપૂર્ણ પ્રસારણ દંગલ ટી.વી. ચેનલ પર દર સોમવાર થી શુક્રવારે સાંજે સાડા સાત વાગ્યે થાય છે. આ સિરિયલ નું ૨૦ થી ૨૫ મિનિટ સુધી પ્રસારણ કરવામાં આવે છે. જેમાં ડિરેક્ટર શ્રી રવિન્દ્રભાઈ ગૌતમ, નિર્માતા શ્રી યશ પટનાયક અને મમતા પટનાયક છે. દંગલ ટી.વી. ચેનલ શહેરોમાં ભાગ્યે જ કોઈ જોતું હશે, પણ એ ચેનલ હવે અંતરિયાળ વિસ્તારમાં ભારે કાઠું કાઢી રહી છે. બાળ કલાકાર હિર ચૌહાણ સોશ્યલ મીડિયામાં ઘણાં જ એક્ટિવ છે. તે પરિવાર સાથે ઘણીવાર નેશનલ-ઇન્ટરનેશનલ ટ્રિપ પર પણ ગઈ ચૂક્યાં છે. બાળ કલાકાર હિર ચૌહાણ નાં પિતા રાજેશકુમાર ચૌહાણ અને માતા પ્રિયંકાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, હિર પોતાની કથાત મહેનત, પરિશ્રમ અને ધગશ ને કારણે આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની નામનાં પણ ધરાવે છે. કલા ક્ષેત્રે પરિવારનું તથા ગરવી ગુજરાત અને સાથે સાથે રાષ્ટ્રનું નામ પણ રોશન કરે એવી, એવી માં મોગલ અને દ્વારકાધીશને પ્રાર્થના સહ્ હું મિલાપ ટાટારિઆ ટાઇગર, બાળ કલાકાર ચિ. હિર ચૌહાણ ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. હિર ચૌહાણ એ છેલ્લે જણાવ્યું કે, હું મોટી થઈને એક સારી શો ટોપર અને એક સારી કલાકાર બનું એ જ મારું ડ્રિમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *