રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો થતા રાજ્યના 36 શહેરોમાં 28 મેથી રાત્રિ કરર્ફ્યૂમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે રાત્રે 9થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કરર્ફ્યૂ રહેશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કર્ફ્યૂના સમયને લઈને જાહેરાત કરી છે. જનતાને થોડી રાહત આપતા હવે 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8 કલાકને બદલે હવે રાત્રિના 9 વાગ્યાથી શરૂ થશે જે સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે.
રાજ્યમાં લાગુ કરવામાં આવેલા રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતી કાલથી રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ રાત્રિના 8:00ના બદલે રાત્રિના 9:00 વાગ્યાથી લાગુ થશે જે સવારના 6:00 વાગ્યા સુધી યથાવત રહેશે. ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે જ આ અંગેની જાહેરાત કરી હતી. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. જોકે હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી સરકાર દ્વારા થોડી રાહત આપવામાં આવી રહી છે.રાજ્યમાં 6થી 12 મે દરમિયાન વધુ 7 શહેરો સાથે 36 શહેરોમાં રાત્રિ કરર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યુ હતું. જે બાદ તેને વધુ 18 મે સુધી સમય વધારવામાં આવ્યો હતો. આ દરમિયાન આવશ્યક સેવાઓ જેવી કે અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદી, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્ય પદાર્થોની દુકાનો ચાલુ રહી હતી.