બંગાળમાં ચંદના બાઉરી ભાજપની ધારાસભ્ય બની સંપત્તિમાં 3 બકરી અને 3 ગાય અને ૩૧,૯૮૫ રૂપિયા છે.

લોકશાહી દેશમાં કંઈપણ શક્ય છે એનૂ ઉદાહરણ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપની ટિકિટ પર સાલતોરા બેઠક પરથી ચૂંટણી લડનાર ચંદના બાઉરી પુરુ પાડ્યું છે. હાલ ચર્ચાનો વિષય બની ગઈ છે. રાજ્યમાં ભાજપ ભલે તૃણમૂલ કોંગ્રેસ સામે હારી ગયું હોય, પરંતુ સાલતોરા બેઠક પર ચંદના બાઉરીએ વિરોધી ઉમેદવાર સંતો મંડલને હરાવીને વિજય પ્રાપ્ત કર્યો છે. ટ્વિટર પર ચંદના બાઉરીના વિજયના સમાચાર મળતા સોશિયલ મીડિયાના યૂઝર્સ ઝૂમી ઉઠ્યાં હતા. એક યુઝરે ટ્વિટર પર લખ્યું કે કોઈ પણ જાતના રાજકીય બેકગ્રાઉન્ડ વગર આ સામાન્ય મહિલાની જીત છે. બાઉરીની પાસે ન તો પૈસા છે કે ન તો પાવર છે તેમ છતાં પણ તેનો વિજય થયો. તેમને સલામ. બીજા એક યૂઝરે લખ્યું કે ચંદના બાઉરી 4145 વોટોથી જીતી ગઈ. તેની પાસે ફક્ત 31985 રુપિયાની સંપત્તિ અને 3 ગાય તથા 3 બકરી છે. તેમને અભિનંદન. આ રીતે ચંદનાની તસવીરો સાતે લોકો તેને અભિનંદન આપી રહ્યાં છે.

પણ વાંચો –  સપ્રીમ કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો 2 દિવસમાં દિલ્હીની ઓક્સિજનની તંગી દૂર કરવામાં આવે

ભાજપ નેતા સુનિલ દેવધરે ટ્વીટ કરીને જણાવ્યું કે, ચંદના બાઉરીની જિંદગીભરની જમા પૂંજી માત્ર 31,985 રૂપિયા જ છે. તે સામાન્ય ઝૂંપડીમાં રહે છે અને ગરીબ મજૂરની પત્ની છે. ચંદના અનુસુચિત જાતિથી આવે છે અને તેની પાસે માત્ર 3 બકરી અને 3 ગાય જ છે. તૂટેલી ઝૂંપડીમાં રહે છે, સંપત્તિને નામે 3 બકરી-3 ગાય ચંદના બાઉરીના ચૂંટણી એફિડેવિટ અનુસાર, બાઉરી ત્રણ બાળકોની માતા છે અને તેની પાસે સંપત્તિને નામે ફક્ત રુપિયા 31,985 છે જ્યારે તેના પતિની સંપત્તિ 30,311 રુપિયા છે. બાઉરીનો પતિ એક દૈનિક મજૂર છે અને તે રાજમિસ્ત્રીનું કા કરે છે. બાઉરી દંપત્તિ પાસે 3 બકરીઓ અને 3 ગાય છે.

ચંદના બાઉરી

ચંદના બાઉરીનો આ વિજય એવી મહિલાઓને પ્રેરિત કરવાની છે, જે ગરીબ પરિવાર સાથે સબંધ ધરાવે છે. તેમણે આ બેઠક પર જીત મેળવીની સાબિત કરી દીધુ કે, જીતવા માટે કોઈ પાર્ટીના પરિવારના સભ્ય, અમીર હોવું કે મોટી લાગવગ હોવું જરૂરી નથી. તેમના આ ઐતિહાસિક વિજયથી અનેક મહિલાઓને પ્રેરણા મળશે. સાલ્ટોરા બેઠક પર ચંદના બાઉરીનો મુકાબલો ટીએમસીના સંતોષ મંડલની સામે હતો. અને જ્યારે પરિણામે જાહેર થયું ત્યારે બધાના મોંઢા ખુલ્લા રહી ગયા.ચંદના બાઉરીએ ટીએમસીને સંતોષ મંડલને 4,000 મતોથી પરાજય આપીને વિજેતા બની.

ચંદના બાઉરીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ટિકિટની જાહેરાત પહેલા મને ખ્યાલ જ નહતો કે મને વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી છે. અનેક લોકોએ મને ઑનલાઈન રજિસ્ટ્રેશન માટે અરજી કરવા માટે પ્રોત્સાહિત કરી, પરંતુ મને નહતો ખ્યાલ કે હું આ ઉપલબ્ધિ હાંસલ કરી શકીશ.તુટેલી-ફૂટેલી ઝૂંપડીમા રહેતી ચંદનાએ બાઉરીએ જણાવ્યું કે ટિકીટોની જાહેરાત પહેલા મને ખબર જ નહોતી કે વિધાનસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી થખશે. ઘણા લોકોએ મને ઓનલાઈન નામાંકન માટે પ્રોત્સાહન આપ્યું. પરંતુ મને વિશ્વાસ જ આવતો નહોતો કે મારી જીત થશે.

ચંદનાએ ધોરણ 12માં સુધીનો અભ્યાસ કર્યો છે, જ્યારે તેના પતિ માત્ર 8મું ધોરણ ભણેલા છે. જણાવી દઈએ કે, ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ અને લોકો દ્વારા ટ્વીટર પર ચંદનાને શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. ખુદ વડાપ્રધાન પર ચૂંટણી પ્રચાર દરમિયાન ચંદનાના નામનો ઉલ્લેખ કરી ચૂક્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *