સેવા સંસ્થાનાં સૈનિકો દ્વારા ચાલો વતનની વ્હારે અભિયાન દ્વારા 500 ફોરવીલમાં સેવાનાં સૈનિકો અને 30 થી વધારે ડોક્ટર ટીમ સ્પેશિયલ વિમાન દ્વારા રવાના થશે. નવા જ જોશ અને ઝનૂન સાથે મારુ ગામ મારી ફરજ, મારુ ગામ તંદુરસ્ત ગામ બને એવા શુભ હેતુથી આજનાં કોરોના કાળમાં જ્યારે પ્રકોપથી ગામડાઓની સ્થિતિ ખુબ ગંભીર અને દયનિય બની છે. સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત અને દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. યોગ્ય સારવારના અભાવે મોટી સંખ્યામાં લોકોના ત્યાં મોત થઈ રહ્યા છે. ત્યારે સુરતમાં સ્થાયી થયેલા સૌરાષ્ટ્રવાસીઓ જેમણે સુરતમાં આઈસોલેશન સેન્ટરો ઉભા કર્યા જે નાના તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે આશિર્વાદ સમાન સાબિત થયા છે.
ત્યારે આ સેવાનાં સૈનિકો દ્વારા ગામડાઓમાં જઈ ડરેલા લોકોમાં રહેલા ડરને દૂર કરી કોરોનાની સાચી માહિતી આપી લોકોને જાગૃત કરાશે. ઘરમાં આઈસોલેશન રહેલા દર્દીઓને સંસ્થાઓ દ્વારા બનાવવામાં આવેલ આઈસોલેશન વોર્ડમાં આવવા માટે પ્રેરિત કરવામાં આવશે.સ્વયંસેવકો અને દાતાઓનાં સહકારથી અહીં ઉત્તમ પ્રકારની સેવાઓ વિનામૂલ્યે અપાઈ રહી છે. આ પ્રકારની સેવા સૌરાષ્ટ્રમાં જુદા જુદા જિલ્લા અને તાલુકામાં મળી રહે એવા હેતુથી ચાર દિવસીય સૌરાષ્ટ્રની મુલાકાત અને સર્વે કર્યા બાદ લોકોમાં રહેલા ડર, ગેરસમજ અને આરોગ્યલક્ષી સેવાઓ ના અભાવને કારણે વધી રહેલ કોરોનાને કાબુમાં લેવા વિશિષ્ઠ આયોજન કરી 7 દિવસ મારા વતનને અને ચાલો જઈએ વતનની વ્હારે વિચાર સાથે 7 દિવસમાં 500 ફોરવીલ સાથે એમ્બ્યુલન્સ, MD લેવલનાં 40 થી વધારે ડોક્ટરો, જરૂરી દવાઓ લઈને ત્યાં પહોંચશે.
સૌરાષ્ટ્રમાં રહેલા લાખો લોકોની ઉમિદો ને પરિપૂર્ણ કરવા માટે આ તમામ યોદ્ધાઓ કટિબદ્ધ છે. આ ઉત્તમ સેવામાં સુરત શહેરનાં છેલ્લા એક મહિના થી ભગવાન ગણતા 30 ડોકટર મિત્રો દ્વારા સૌરાષ્ટ્ર ની ધરતી પર ઉત્તમ પ્રકારની સેવા કરવા માટે તત્પર બન્યા છે સુરતની ધરતી હંમેશા આવા કાર્ય કરવા માટે કટિબદ્ધ રહી છે દેશમાં કોઈપણ સારા કાર્ય ની શરૂઆત હોય એ હંમેશા સુરત શહેરનાં રહેવાસીઓ થી થઈ છે એ વાત ફક્ત આપણે નહીં ભારતનાં તમામ રાજ્યનાં લોકો જાણે છે. ટીમ સુરતનાં મુખ્ય સભ્યો મહેશભાઈ સવાણી, કરૂનેશભાઈ રાણપરિયા, વિપુલભાઈ બુહા સાથે બીજા 5 સભ્યોએ સૌરાષ્ટ્રનાં ગામડાઓની વાસ્તવિક માહિતીઓ અને સત્ય હકીકત નજરે જોઈ આજે જ્યારે તેઓ પરત સુરત ફર્યા છે તેમણે અમરેલી, ભાવનગર, જૂનાગઢ જિલ્લામાં ધારી, લાઠી, પાલીતાણા, વલ્લભીપુર, ગારીયાધાર, સાવરકુંડલા, બગસરા જેવા નામાંકિત નગરો તેમજ આ વિસ્તારનાં તમામ ગામડાઓમાં ચાર દિવસીય પ્રવાસ કર્યા બાદ જે વાસ્તવિકતા નરી આંખે નિહાળી તેમાં સ્થાનિક પ્રસાશન તો જવાબદાર છે. પણ એનાથી પણ વધારે જવાબદાર છે ત્યાંના નાગરિકો. જેમાં ખાસ કરીને સંક્રમિત થયેલા વ્યક્તિઓ દ્વારા સમયસર સારવાર ના લેવાનો અભાવ અને કોરોના પોઝિટિવ આવનાર વ્યક્તિઓ પોતાની મનમાનીથી એમને યોગ્ય લાગતી દવાઓ લે છે. તેમજ જાતે નક્કી કરેલા આઈસોલેશન વોર્ડ જેમાં દર્દીઓને એકાંતપણું અને અસહ્ય ગરમીમાં જ્યાં પ્રાણીઓને બાંધવાના સ્થળે આરામ કરતા નજરે દેખાયા. ત્યારબાદ યોગ્ય સારવાર ના લેવાને કારણે ધીમે ધીમે દર્દીઓનાં મૃત્યુ થવા લાગ્યા.
સુરત શહેરનો પર્યાય એટલે ‘સેવા’ કહીએ તો અતિશયોકિતભર્યુ નહીં લાગે. કેમ કે સુરતમાં સંકટ સમયની સાંકળ એટલે ‘સેવા’ નામની સંસ્થા. 52 વિવિધ સંસ્થાઓની બનેલી ‘સેવા’ નામની સંસ્થાના દરેક વ્યક્તિનો એક જ ધ્યેય ‘સેવા પરમો ધર્મ’ આજરોજ સેવા સંસ્થા સાથે જોડાયેલા સુરત થી સ્વયં સેવકો નો કાફલો સૌરાષ્ટ્ર તરફ જવા રવાના થશે,અને સૌરાષ્ટ્ર ના ગામે ગામ જહી લોકો ને કોરોના વિષે સાચી માહિતી અને ઈલાજ આપશે. ક્યારેય નડતા નથી, એનું ઉત્તમ ઉદાહરણ તારાપુરનાં રહેવાસી મહમદભાઈ અને મજીદભાઈ છે જેમના દ્વારા સુરતની સેવા સંસ્થા સંચાલિત તારાપુર ખાતે ઓક્સિજનની જે નિઃશુલ્ક સેવા પ્રદાન થઈ રહી છે આ માટે તેઓ 24 કલાક કાર્યરત રહે છે કારણકે સૌરાષ્ટ્ર માંથી વાહન ગમે ત્યારે આવે એકપણ મિનિટનો વિલંબ કર્યા વિના આ ભાઈઓ સેવાનાં આ કામમાં હંમેશા તત્પર હોય છે, સેવા સંસ્થાનાં સુરત સ્થિત વલ્લભભાઈ ચોથાણી સાથે સતત સંકલનમાં રહી સેવા આપી રહ્યા છે એવા આ બંને ભાઈઓની સેવાને સો સો સલામ. કોરોના મહામારીમાં આજે જ્યારે સૌથી વધારે તકલીફ અને મુશ્કેલીઓ હોય તો તે સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં છે, જ્યાં પ્રાથમિક સારવાર મળતી નથી અને દર્દીનારાયણની સાથે એમના પરિવારજનોને ખુબ જ તકલીફ થાય છે, ખરેખરની મુશ્કેલીઓ જાણવા અને ત્યાંની તકલીફો દૂર કરવા ટીમ સેવા આજે પાંચ દિવસીય પ્રવાસ માટે સૌરાષ્ટ્ર રવાના થઈ છે, કર્મભૂમિ સુરત ની સેવા તે કર્તવ્ય છે જન્મભૂમિ ગામ ની સેવા તે ફરજ છે આ વિચારતત્વને હૈયે રાખી આ ટીમ સૌરાષ્ટ્રનાં અલગ અલગ વિસ્તારોમાં જઈ ત્યાંની સમસ્યાને જાણીને તકલીફો દૂર કરવાના પ્રયાસો કરશે.
સાથે સાથે ગ્રામજનોમાં રહેલા કોરોનાના ડરને દૂર કરવા માટેનાં પ્રયાસો થશે આ કાર્યની શુભ શરૂઆતમાં સાંજે 6 કલાકે મિતુલ ફાર્મ સરથાણા જકાતનાકા થી સેવા સંસ્થાનાં પ્રમુખસ્થાને થી મહેશભાઈ સવાણી અને સેવા સંસ્થાનાં તમામ જવાબદાર સભ્યો તેમજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનાં અગ્રણીશ્રીઓ કાનજીભાઈ ભાલાળા, હરિભાઈ કથીરિયા, ભવાનભાઈ નવાપરા, સવજીભાઈ વેકરિયા, દિલીપભાઈ બુહા, મારુતિ વીર જવાન યુવાન ટીમનાં કરૂનેશભાઈ રાણપરિયા તેમજ વિપુલભાઈ બુહા, વિપુલ સાચપરા, ધાર્મિકભાઈ માલવીયા, અજયભાઈ પટેલ, સતીશભાઈ ભંડેરી, પંકજભાઈ સિદ્ધપરા, રોનકભાઈ ઘેલાણી, અશોકભાઈ અધેવાડા,અંકિત બુટાણી, મહેશભાઈ અણઘણ, વલ્લભભાઈ ચોથાણી, વિપુલભાઈ તળાવીયા, ડો. ગૌતમભાઈ શિહોરા, રાકેશભાઈ કાકડીયા, દિલીપભાઈ વરસાણી, પિયુષભાઈ વેકરિયા સાથે બીજા તમામ વિશેષશ્રીઓ હાજર રહ્યા હતા, આ કાર્યમાં રાષ્ટ્રધ્વજ સાથે લઈ રાષ્ટ્રભાવના સાથે કુમારિકા દીકરીઓએ કંકુ તિલક કરી હિન્દુ સંસ્કૃતિ મુજબ મીઠું મોંહ કરાવી વતનને વ્હારે વાહનો રવાના કરાયા હતા.