સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ નહીં અટકે, દિલ્હી હાઈકોર્ટે ફગાવી અરજી, અરજીકર્તાને રૂ. 1 લાખનો દંડ

દિલ્હીમાં લગાવવામાં આવેલા લોકડાઉન બાદ અરજીકરનારે એમ કહીને અરજી દાખલ કરી હતી કે અત્યારે દિલ્હીમાં કંસ્ટ્રક્શન એક્ટિવિટીઝ પર પુરી રીતે રોક છે, તો આ પ્રોજેક્ટ પર કામ કેમ રોકવામાં ના આવ્યુ. અરજીમાં કહેવામાં આવ્યુ હતું કે 500થી વધુ મજૂરો ત્યા કામ કરી રહ્યા છે ત્યાથી ત્યા કોરોના સંક્રમણ ફેલવાનો ખતરો છે. પરંતુ આજે જ્યારે હાઇકોર્ટે આ નિર્ણય સંભળાવ્યો ત્યારે પહેલા જ દિલ્હી સરકાર કંસ્ટ્રક્શન એક્ટિવિટી પર રોક હટાવી દેવામાં આવી છે. કોર્ટે કહ્યુ કે લોકોનો રસ આ પ્રોજેક્ટમાં છે અને તેની પર નવેમ્બરમાં કામ પુરો થવાનો કોન્ટ્રાક્ટ છે. કોર્ટે કહ્યુ કે આ મહત્વપૂર્ણ પબ્લિક પ્રોજેક્ટ છે અને તેને અલગ કરીને ના જોઇ શકાય. આ એક રાષ્ટ્રીય મહત્વનો પ્રોજેક્ટ છે. કોર્ટે કહ્યુ કે આ પ્રોજેક્ટની કાયદેસરતા સાબિત થઈ ગઈ છે અને સરકારે આ કામ નવેમ્બર 2021 સુધીમાં પૂર્ણ કરવું પડશે.

દિલ્હી ખાતે ચાલી રહેલા સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ કાર્ય પર પ્રતિબંધ નહીં મુકાય. દિલ્હી હાઈકોર્ટે આ પ્રોજેક્ટ પર પ્રતિબંધ મુકવા ઈનકાર કરી દીધો છે. તે સિવાય કોર્ટે અરજીકર્તા વ્યક્તિને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે અરજીકર્તાના ઉદ્દેશ્યો સામે સવાલ કર્યા હતા અને આ પ્રોજેક્ટ બળજબરીપૂર્વક અટકાવવા અરજી કરાઈ હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં લોકડાઉન લાગુ થયું ત્યાર બાદ અરજીકર્તાએ એમ કહીને અરજી દાખલ કરી હતી કે હાલ દિલ્હીમાં કંસ્ટ્રક્શન પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે રોક લાગેલી છે તો આ પ્રોજેક્ટનું કામ શા માટે અટકાવવામાં ન આવ્યું. અરજીમાં લખ્યું હતું કે પ્રોજેક્ટના સ્થળે 500થી વધારે મજૂરો કામ કરી રહ્યા છે જેથી ત્યાં કોરોના સંક્રમણ ફેલાવાનું જોખમ છે. પરંતુ આજે જ્યારે હાઈકોર્ટે આ નિર્ણય સંભળાવ્યો ત્યારે તેના પહેલા જ દિલ્હી સરકારે કંસ્ટ્રક્શન એક્ટિવિટી પરનો પ્રતિબંધ હટાવી લીધેલો હતો.

આ પણ વાંચો – બોલો આ દરજીએ મેડીક્લેમ માટે હોસ્પિટલના ખોટા ડોક્યુમેન્ટ અને ડોક્ટરની સહી કરી. ગૂનો નોંધ્યો

દિલ્હીમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના નિર્માણ પર રોક નહી લાગે. દિલ્હી હાઇકોર્ટે આ પ્રોજેક્ટ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો છે. આ સિવાય કોર્ટે અરજી કરનારા વ્યક્તિ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે અરજી કરનારા પર સવાલ પણ ઉભા કર્યા હતા અને કહ્યુ કે આ પ્રોજેક્ટને બળજબરી રોકવા માટે અરજી કરવામાં આવી હતી. કોરોના સંક્રમણના સવાલ પર કોર્ટે કહ્યુ કે અત્યારે તમામ વર્કર નિર્માણ સ્થળ પર છે અને તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યુ છે. માટે આ કોર્ટ પાસે કોઇ કારણ નથી કે આર્ટિકલ 226 હેઠળ મળેલી શક્તિઓનો ઉપયોગ કરતા આ પ્રોજેક્ટને રોકી દે.

Leave a Reply

%d bloggers like this: