કેનેડા : સંસદની ઓનલાઈન બેઠકમાં સાંસદે કેમેરા સામે જ નગ્ન હાલતમાં પેશાબ કર્યો, આ બીજી વાર થયુ

સાંસદ અમોસ કેનેડાના ક્યુબેકનુ પ્રતિનિધિત્વ કરે છે.તેમની આ હરકત બાદ લોકો ભારે ટીકા કરી રહ્યા છે. આ પહેલા એપ્રિલ મહિનામાં અમોસ સંસદની એક બેઠક દરમિયાન કપડા વગર નજરે પડ્યા હતા. તે વખતે પણ અમોસે કહ્યુ હતુ કે મારી ભૂલ થઈ ગઈ હતી. હું જોગિંગ કરીને ઘરે આવ્યો હતો અને કપડા બદલી રહ્યો હતો ત્યારે કેમેરા ભૂલથી ઓન થઈ ગયો હતો. આ માટે હું માફી માંગુ છું. ફરી આવુ નહીં થાય. પહેલા પણ આ જ સાંસદ સંસદની અન્ય એક ઓનલાઈન બેઠકમાં નગ્ન હાલતમાં નજરે પડયા હતા. આ સાંસદનુ નામ વિલિયમ અમોસ છે. તેમણે હવે પોતાની હરકત અંગે સ્પષ્ટતા કરતા કહ્યુ છે કે, ગઈકાલે રાતે સંસદની કાર્યવાહી દરમિયાન હું અજાણતા જ કેમેરા સામે પેશાબ કરવા માંડ્યો હતો, હું મારી હરકત બદલ શરમ અનુભવુ છું અને જે લોકોએ આ જોઈને પરેશાની અનુભવી હતી તેના માટે પણ હું દિલિગરી અનુભવુ છું, આ માટે હું બિન શરતી માફી માંગુ છું.

બીજી તરફ વિપક્ષે સત્તાધારી પાર્ટીના સાંસદની ઝાટકણી કાઢતા કહ્યુ હતુ કે, અમોસ કોફીના એક કપમાં પેશાબ કરી રહ્યા હતા. અમોસ બીજી વખત સાંસદો સામે નગ્ન હાલતમાં નજરે પડ્યા છે. ભલે સંસદની બેઠક ઓનલાઈન હોય પણ તેમાં આ પ્રકારના વ્યવહારને કોઈ સ્થાન નથી. પીએમ જસ્ટિન ટ્રુડોની પાર્ટી સંસદના કામકાજ માટે સુરક્ષિત માહોલ બનાવવામાં નિષ્ફળ ગઈ છે.

અગાઉની ઘટનાં : એપ્રીલમાં એક વીડિયો કોન્ફરન્સમાં કપડા વગર દેખાયા સાંસદ, ફોનથી પ્રાઈવેટ પાર્ટ છૂપાવ્યો; મહિલા સાંસદે કહ્યું-આ સહનશક્તિની બહારની સ્થિતિ. અચાનક સર્જાયેલી આ ઘટનામાં તમામ સાંસદને આંચકો લાગ્યો હતો. અમોસ, કેનેડા અને ક્યુબેકના ઝંડા વચ્ચે દેખાય છે. વિલિયમ અમોસે આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર માફી માંગી છે. તેમણે કહ્યું કે આજે મારાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ કેનેડામાં એક સાંસદને તેને કરેલા એક કામને લઈ ભારે શરમજનક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં જૂમ કોન્ફરન્સ મીટિંગમાં એક સાંસદ કપડા વગર દેખાયો હતો. તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટને ગમે તેમ કરીને મોબાઈલ મારફતે છૂપાવ્યો. તેની આ હરકતની કેનેડામાં ભારે ટીકા થઈ રહી છે. ત્યાંની મહિલા સાંસદે આ ઘટનાની સહનશક્તિની બહારની સ્થિતિ ગણાવી છે. કેનેડાના ક્યુબેકથી સાંસદ વિલિયમ અમોસ (46 વર્ષ) સત્તાધારી લિબરલ પાર્ટીનો સાંસદ છે. આ બીજીવાર આવી હરકત સામે આવી છે.

Leave a Reply

%d bloggers like this: