શું કેનેડાના PM સાથે ભારતના PMની સરખામણી થઈ શકે?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર : કેનેડાના ઓન્ટારિયોમાં 6 જૂન 2021 ના રોજ એક ઘટના બની. એક 20 વર્ષના બહુસંખ્યક ઈસાઈ કેનેડાવાસીએ પાકિસ્તાની મૂળના એક મુસ્લિમ પરિવારના પાંચ સભ્યો ઉપર પોતાની કાર ચડાવીને કચડી નાખ્યા. ચારના મોત થયા અને 9 વરસનું એક બાળક હોસ્પિટલામાં મોતનો સામનો કરીરહ્યું છે. ભારતમાં આવી હિંસક ઘટનાઓ બની છે; છેલ્લા એક મહિનામાં ગાજિયાબાદ/બુલંદશહર/ઉન્નાવ/મથુરા વગેરે સ્થળોએ મુસ્લિમો સાથે હિંસા કરવામાં આવી છે. વિશ્વમાં બધે હિંસા થાય છે. મુસ્લિમો સાથે અને મુસ્લિમો દ્વારા હિંસા થાય છે. હિંસક લોકો દરેક જગ્યાએ હોય છે. ‘વાયર’માં પ્રો. અપૂર્વાનંદનો લેખ વિચારપ્રેરક છે.

હિંસા બાદ તફાવત જોવા મળે છે. હિંસા પ્રત્યે સમાજની, સરકારની અને પોલીસની પ્રતિક્રિયા કેવી હોય છે; તે મુદ્દો છે. કેનેડામાં કાયદો તેજ ગતિએ કામ કરે છે, આરોપીને તરત પકડવામાં આવે છે, તેની ઉપર કાયદાની સખ્ત જોગવાઈઓ લાગુ પાડવામાં આવે છે અને સજા લગભગ થાય છે ! સરકાર અને પ્રશાસન દરેક તબક્કે આવી હિંસાને ગંભીરતાથી લે છે. બધા રાજકીય પક્ષો હિંસાની ટીકા કરે છે. કેનેડાના PM જસ્ટિન ટ્રુડોએ પ્રેસ સમક્ષ કહ્યું કે “દિલ તોડનારી આ ઘટના છે; એક પરિવાર ખત્મ થઈ ગયો છે ! આ મુસલમાનો પ્રત્યે ધૃણાને કારણે હિંસક ઘટના બની છે. મુસલમાન વિરોધી ધૃણા દેશમાં છે; જો તે દિમાગમાં હોય તો બહાર પણ નીકળે છે. આ હત્યા કોઈ અકસ્માત નથી. આ આપણા સમુદાયોમાંથી કોઈ એકના દિલમાં અંકુરિત થયેલી હિંસાના કારણે કરેલું આતંકવાદી કૃત્ય છે.” કેનેડાના અખબારોમાં તસ્વીરો છે; હત્યાકાંડના સ્થળે લોકો ફૂલ મૂકી રહ્યા છે. બાળકીઓ/માતાઓ/પિતા/દાદા/શ્વેત/અશ્વેત/ઈસાઈ/અરબ/પાકિસ્તાની/ભારતીય/હિન્દુ/મુસલમાન/યહૂદી સૌ માથું નમાવીને ઊભા છે. મૃતક પરિવારને કોઈ જાણતું નથી; છતાં કેનેડાના લોકો શોક પ્રગટ કરે છે. તેઓ દર્શાવી રહ્યા છે કે અમે હત્યારા સાથે નથી; ધૃણા સાથે નથી. કોઈએ એવું ન કહ્યું કે ‘આતંકવાદી ઘટના છે’ તેમ કહીને કેનેડાને બદનામ કરવામાં આવે છે ! રાજનીતિ ધૃણાને પંપાળતી નથી; સામાજિક સહમતી ધૃણા સામે છે. કાયદાનું પાલન કરનારી સંસ્થાઓ આવી ઘટનાઓને હળવાશથી લેતી નથી. કેનેડાની સંસદે આ હત્યાકાંડ માટે મૌન પાળી શોક વ્યક્ત કર્યો. હા, આવા બધા હત્યાકાંડ રોકી ન શકાય; પરંતુ મુસલમાનોને એ વિશ્વાસ રહે છે કે દેશ એને પોતાના માને છે. તેમની ચિંતા એ દેશની ચિંતા છે અને તે પોતાની સામેની કોઈ હિંસાને લાપરવાહીથી નહીં લે. પોતાની ઉપર હુમલો કરનારને કોઈ સમુદાય, કોઈ રાજકીય પક્ષ પંપાળશે નહીં. મોટું આશ્વાસન એ છે કે કોઈ ધૃણા પ્રચારક નથી; ઘૃણા-હિંસાની તરફદારી કરનાર કોઈ નથી.

આ પણ વાંચો : નડિયાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત બિમારીથી કંટાળી દર્દીએ આત્મહત્યા કરી

પરંતુ ભારતની સ્થિતિ શું છે? 24 મે 2014ના રોજ, નવી સરકાર બન્યા પછી; 2 જૂન 2014 ના રોજ પુનામાં મોહસિન શેખ નામનો યુવક તેના મિત્ર સાથે રોડ ઉપર હતો. અચાનક તેને ઘેરી લઈને ખરાબ રીતે માર મારી તેની હત્યા કરવામાં આવે છે. હુમલો/હત્યા કરનારા આરોપી માટે અદાલત તર્ક કરે છે કે “મોહસિન શેખના પહેરવેશના કારણે આરોપી ઉશ્કેરાઈ ગયો !” અદાલત આરોપીને જામીન પર છોડે છે. આરોપીના સ્વાગતમાં શહેરમાં સરઘસ કાઢવામાં આવે છે; નારા લગાડવાનાં આવે છે : ‘પહેલી વિકેટ પડી !’ નેતાઓના ઝેરીલા ભાષણોથી ધ્રુવીકરણ થાય છે; સત્તાપક્ષનું IT Cell લોકોમાં નફરત ભરે છે; તેના કારણે મુસ્લિમો પ્રત્યે ધૃણા ફાલેફૂલે છે. રાજનેતાઓ જે કહે છે અને તેની અસર જે પડે છે તેના માટે તેમને જવાબદાર ગણવા જોઈએ. આપણા સત્તાપક્ષની પ્રતિક્રિયા? આપણા PMની પ્રતિક્રિયા? પોલીસ અને અદાલતની પ્રતિક્રિયા? હિન્દુ સમાજની પ્રતિક્રિયા? ક્યાંય શોક/ક્ષોભ/લજ્જા/પશ્ચાત્તાપ? મોહસિન માટે દેશવાસીઓ તરફથી ફૂલ? શું આપણા CM/PM એવું કહી શકે કે અમે આપના દુખમાં સાથે છીએ? આપણા રાજકીય પક્ષો કહી શકશે કે આવી હિંસા; આતંકવાદી હિંસા જ છે? ધૃણા અને હિંસા પ્રત્યે રાષ્ટ્ર કે સમાજના વલણથી તેમની સભ્યતાના સ્તરનો ખ્યાલ આવે છે. સવાલ એ છે કે શું કેનેડાના PM સાથે ભારતના PMની સરખામણી થઈ શકે?rs

Leave a Reply

%d bloggers like this: