‘બ્યુરોક્રસી કી ઓકાત હી ક્યા, ચપ્પલ ઉઠાતી હૈ હમારી !’ – સત્તાપક્ષના નેતા ઊમા ભારતી

રમેશ સવાણી, ભૂતપૂર્વ આઈપીએસ ઓફિસર : ગાંધીજી ભગવા કપડાંનું પ્રદૂષણ બરાબર જાણતા હતા. તેમના આશ્રમમાં ભગવા કપડાં પહેરવા સામે મનાઈ હતી ! લોકોને ભગવા કપડાં પ્રત્યે માન હોય છે; કેમકે ભગવા કપડાં ત્યાગનું પ્રતીક છે. ભગવા કપડાં પહેનાર પોતાને ‘સુપર હ્યુમન’ માને છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ભગવા કપડાં ધારણ કરે છે; તેઓ મર્ડર/બળાત્કારના ગુનાઓમાં સંડોવાયાના અનેક દાખલા છે. બાબા રામદેવ ભગવા કપડાં પહેરે છે અને કોર્પોરેટ કંપની પણ ચલાવે છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી ભગવા કપડાં પહેરે છે છતાં ભયંકર પ્રચારભૂખ છે; તેમણે તો બંગાળના ફ્લાયઓવરની ચોરી કરી લીધી ! સાધ્વી પ્રજ્ઞા ઠાકુર ભગવા કપડાં પહેરે છે અને ગાંધીજીને દેશદ્રોહી અને હત્યારા ગોડસેને દેશભક્ત કહે છે ! બીજા MLA/MP ભગવા કપડાં પહેરે છે અને મોં ખોલે એટલે નફરતનો ધોધ વછૂટે છે ! ભગવા કપડાં હવે આદરપાત્ર રહ્યા નથી.

સત્તાપક્ષના નેતા ઊમા ભારતી ભગવા કપડાં પહેરે છે; તેમણે 18 સપ્ટેમ્બર 2021ના રોજ કહ્યું હતું કે ‘બ્યુરોક્રસી કી ઓકાત હી ક્યા, ચપ્પલ ઉઠાતી હૈ હમારી !’ ઊમા ભારતી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી અને કેન્દ્રમાં 11 વરસ સુધી મિનિસ્ટર રહી ચૂક્યા છે. ઊમા ભારતીએ IAS/IPS અધિકારીઓનું/ બ્યુરોક્રસીનું અપમાન કર્યું છે, તેમ સ્પષ્ટપણે કહી શકાય; પરંતુ સવાલ એ છે કે ઊમા ભારતીના શબ્દોમાં સત્ય છે કે નહીં? શું બ્યુરોક્સીએ ક્યારેય ગરીબ/વંચિત/આદિવાસી/દલિતોની ચિંતા કરી છે? શું IAS/IPS વગેરે અધિકારીઓ મોભાદાર પોસ્ટિંગ માટે નેતાઓની આગળ-પાછળ ફરતા નથી? શું અધિકારીઓ નેતાઓની ગુલામી કરતા નથી?

શું ઊમા ભારતીમાં સામંતશાહી જીવે છે? આવા નિવેદન માટે વડાપ્રધાન તેમને ઠપકો આપશે ખરા? આપણા વડાપ્રધાન જ્યારે ગુજરાતના CM હતા ત્યારે ઊમા ભારતીએ તેમના વિશે કહ્યું હતું કે ‘વો વિકાસપુરુષ નહી, વિનાશપુરુષ હૈ !’ કદાચ એટલે જ વડાપ્રધાને ઊભા ભારતીની અવગણના કરી છે. ઊમા ભારતી વડાપ્રધાનને હવે વિનાશપુરુષ કહે તો તેમની દશા બગડી જાય તેમ છે; એટલે તેમણે બ્યુરોક્રસી ઉપર રોષ ઠાલવ્યો છે !rs

Leave a Reply

%d bloggers like this: