GCPL – ગુજરાતી સિનેમા પ્રિમયર લીગ ના બીજા રાઉન્ડ માટે ટીમ વર્સેટાઈલ વડોદરા ના ઓનર રાધિકા રાઠોડ અને પ્રિયંકા ત્રિવેદી તેમના સુપર મોમ્સ પ્રોડક્શન હાઉસ ના બેનર હેઠળ ખુબ મજાની હોરર ફિલ્મ લઈને આવી રહ્યા છે જે ફિલ્મનું નામ ‘બુલાકી’ છે જેમાં જાણીતાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા યતિન પરમાર, સાથે આંચલ શાહ, મનન નાયક, ક્રિપાલસિંહ સોલંકી, ભાવિન રાજપુરોહિત અભિનય કર્યો છે, આ ફિલ્મના લેખક ફેનીલ દવે છે, અને ફિલ્મનું ડિરેકટ કરી છે પ્રિયંકા ત્રિવેદીએ. ૩૦ મિનીટની આ ફિલ્મમાં સસ્પેન્સ, થ્રિલર, અને હોરરથી ભરપુર મનોરંજનથી ભરેલી ફિલ્મ છે. આ ફિલ્મ ને ફ્રીમાં નિહાળવા માટે તમારે ફક્ત ‘કલરવ ગુજરાતી’ એપ ડાઉનલોડ કરવી પડશે, જે એપ તમને પ્લે સ્ટોર પરથી આસાનીથી મળી જશે.!
GCPLનો મુખ્ય ઉદેશ્ય ગુજરાતી સિનેમામાં શોર્ટ ફિલ્મને પ્રોત્સાહન આપવાનો છે. આ વિચાર ખુબ જ અલગ અને આકર્ષક બની રહ્યો છે, કારણ કે તેમાં ગુજરાતી સીને ઉદ્યોગમાં ટૂંકી વાર્તાઓને પ્રોત્સાહન અને નવો વેગ મળી રહ્યો છે. અને તેની સાથે જ ગુજરાતભરમાંથી શ્રેષ્ઠ પ્રતિભાઓ એક જ સાથે એક જ પ્લેટફોર્મ પર ઉભરી આવ્યા છે. ગુજરાતી સિનેમાના જાણીતા તથા ઉભરતી પ્રતિભાઓને એક જ સાથે પ્લેટફોર્મ પૂરું પાડે તેવું એક અનોખો પ્રયાસ GCPL દ્વારા શરુ કરવામાં આવ્યો છે તે સરાહનીય છે.