ભરૂચની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં ભીષણ આગ, 15 જીવ ગયા

ભરૂચ – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે દેશની કેટલીક કોવિડ હોસ્પિટલોમાં આગ લાગવાની એક પછી એક નવી ઘટના સામે આવી રહી છે. આજે મોડી રાતે અંદાજે 12: 30 વાગ્યની આસપાસ ગુજરાતના ભરુચની વેલફેર હોસ્પિટલમાં ભયંકર આગ લગાવાની ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ભરુચ જીલ્લાની ભરૂચ જંબુસર બાયપાસ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચ જીલ્લાના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહીં હતી, જ્યા મોડી રાતે અચાનક કોવિડના વોર્ડમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, દર્દીઓ સહીત સગાઓ તથા ડોક્ટર અને સ્ટાફ પોતાના જીવ બચાવવા આમતેમ ભાગી રહ્યા હતા.રાત હોવાથી મોટા પ્રમાણના દર્દીઓ સુતા હતા અને સુતા સુતા જ મોત વ્હાલું થયું હતું, આ ઘટનામાં ગંભીર દ્રશ્યો સર્જાયા છે,આસપાના લોકો તાત્કાલિક ઘટના સ્થળે મદદે આવી પહોચ્યા હતા.

ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી વેલ્ફેર હોસ્પિટલને ડેઝિગનેટેડ કોવિડ હોસ્પિટલમાં જાહેર કરવામાં આવી હતી. જેથી ભરૂચના અનેક કોરોના પોઝિટીવ દર્દીઓને આ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી હતી. તેવામાં મધ્યરાત્રીએ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં અચાનક આગ લાગતા 12 દર્દીઓ, 2 કર્મી અને સહિત 15 લોકો બળીને ભડથું થઇ ગયા હોવાના અહેવાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યાં છે. હોસ્પિટલમાં દાખલ અન્ય દર્દીઓને રેસ્ક્યૂ કરી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.

ગુજરાતમાં ભરૂચ ખાતે આવેલી પટેલ વેલફેર હોસ્પિટલના કોરોના કેર વોર્ડમાં આગ હોનારત નોંધાઈ છે. મોડી રાતે નોંધાયેલી આ દુર્ઘટનામાં આઈસીયુ વોર્ડ સુધી આગની લપેટો પહોંચી ગઈ હતી અને હોસ્પિટલ પરિસરમાં ભારે ભાગદોડ મચી ગઈ હતી. દુર્ઘટના અંગે જાણ થતા જ તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ સમગ્ર દુર્ઘટનામાં 12 દર્દીઓ, સ્ટાફના 2 કર્મી સહિત 15 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ભરૂચ જંબુસર બાયપાસ રોડ પર આવેલી આ હોસ્પિટલને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલ જાહેર કરવામાં આવી હોવાથી છેલ્લા 1 વર્ષથી કોરોના પોઝિટિવ દર્દીઓ આ હોસ્પિટલમાં ફ્રી સારવાર મેળવી રહ્યા હતા. દુર્ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને રેસ્ક્યુ કરીને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આગ હોનારત અંગે જાણ થતા જ ભરૂચ પશ્ચિમ વિસ્તારના 5થી 6 હજાર લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દર્દીઓના પરિવારજનોએ તેમના સ્વજનોને બચાવવા ધમપછાડા શરૂ કરી દીધા હતા. પોલીસના કાફલા ઉપરાંત ફાયર વિભાગની 12થી વધુ ગાડીઓએ આગને કાબૂમાં લેવાની તજવીજ શરૂ કરી દીધી હતી અને 40થી વધારે એમ્બ્યુલન્સ બચાવ કામગીરીમાં લાગી ગઈ હતી. હોસ્પિટલમાં શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે અને આગ હોનારત બાદ વીજ પુરવઠો ખોરવાતા બચાવ કામગીરીમાં મુશ્કેલી અનુભવાઈ હતી.

Leave a Reply

%d bloggers like this: