ઓહ….! ટ્રેન પકડવા ખુદ બિટ્રીનના વડાપ્રધાને દોટ મુકી ભારતમાં તો ધારાસભ્ય આવવાનાં હોય તોય રસ્તા બંધ થઈ જાય

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો એક વિડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં જોનસન એક સામાન્ય માણસની જેમ દેખાઈ રહ્યા છે. બ્રિટિશ વડાપ્રધાન 28 મેના રોજ એક રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા માટે દોડતા નજરે પડ્યા હતા.ટ્વિટર પર અપલોડ કરાયેલા આ વિડિયોમાં બોરિસ જોનસન ટ્રેન જતી ના રહે તે માટે સ્ટેશન પર દોડી રહેલા નજરે પડે છે.તેમને દોડતા જોઈને એક મહિલાએ તેમનો વિડિયો ઉતારી લીધો હતો.તેમની સાથે તેમના સુરક્ષા કર્મીઓ પણ દોડી રહયા છે. દોડતા દોડતા એક મહિલાએ તેમને હેલો પણ કહ્યુ હતુ કે અને બોરિસ જોનસને તેનો જવાબ પણ આપ્યો હતો

સામાન્ય માણસની જેમ ટ્રેન પકડવા માટે દોડયા બ્રિટિશ પીએમ, વિડિયો થયો વાયરલ.

 

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો એક વિડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જેમાં જોનસન એક સામાન્ય માણસની જેમ દેખાઈ રહ્યા છે. બ્રિટિશ વડાપ્રધાન 28 મેના રોજ એક રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવા માટે દોડતા નજરે પડ્યા હતા.ટ્વિટર પર અપલોડ કરાયેલા આ વિડિયોમાં બોરિસ જોનસન ટ્રેન જતી ના રહે તે માટે સ્ટેશન પર દોડી રહેલા નજરે પડે છે.તેમને દોડતા જોઈને એક મહિલાએ તેમનો વિડિયો ઉતારી લીધો હતો.તેમની સાથે તેમના સુરક્ષા કર્મીઓ પણ દોડી રહયા છે.

દોડતા દોડતા એક મહિલાએ તેમને હેલો પણ કહ્યુ હતુ કે અને બોરિસ જોનસને તેનો જવાબ પણ આપ્યો હતો.આપણે ત્યાં તો ગમે તે વીઆઈપી માટે ટ્રેન તો ઠીક ફ્લાઈટ પણ લેટ કરી દેવાતી હોય છે ત્યારે બોરિસ જોનસનની લોકો સોશિયલ મીડિયા પર પ્રશંસા કરી રહ્યા છે.તેમણે ટ્રેન રોકાવવાની જગ્યાએ પોતે દોડીને ટ્રેનનો સમય સાચવવાનુ વધારે પસંદ કર્યુ હતુ. આ વિડિયો તેમના લગ્નના એક દિવસ પહેલાનો છે.બોરિસ જોનસને 29 મેના રોજ કેરકી સાયમન્ડ સાથે ગૂપચૂપ લગ્ન કરી લીધા હતા.બોરિસના કાર્યાલયમાં પણ કર્મચારીઓ આ લગ્ન અંગે બેખબર હતા.આમ તો બોરિસ જોનસન 2020માં જ લગ્ન કરવાના હતા પણ કોરોનાના સંક્રમણના કારણે તેમને લગ્ન ટાળવા પડ્યા હતા.

કેરી સાયમન્ડે ગયા વર્ષે જ બોરિસ જોનસન સાથે લગ્ન કરવાનો ખુલાસો કર્યો હતો.પીએમ બન્યા પછી 2019થી કેરી બોરિસ જોનસનના વડાપ્રધાન તરીકેના સત્તાવાર નિવાસ સ્થાનમાં તેમની સાથે રહે છે.બંને ગયા વર્ષે એક સંતાનના માતા પિતા પણ બન્યા છે. બોરિસ આ પહેલા બે લગ્ન કરી ચુકયા છે અને તેમના છુટાછેડા થયા બાદ હવે તેમણે ત્રીજા લગ્ન કર્યા છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોહ્નસનને મંગેતર કેરી સાયમન્ડ્સ સાથે લગ્ન કર્યા છે, એમ ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગ્ન એક ગુપ્ત સમારંભમાં યોજાયો હતો. બોરીસ જોહ્નસન અને કેરી સાયમન્ડ્સની સગાઇ 2019માં થઇ હતી, પરંતુ કોરોના વાઇરસના સંક્રમણના લીધે બન્નેના લગ્ન 2020માં થયા નહિ અને આ વર્ષે પણ કોરોના વાઇરસના કારણે ઇંગ્લેન્ડમાં ઘણા મહિનાથી લોકડાઉન થયું હતું, જેના કારણે બન્નેના લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ લગ્ન વેસ્ટમિંસ્ટર કૈથેડ્રલ ખાતે થયા હતા અને સમારોહમાં ફક્ત થોડા મહેમાનો હાજર રહ્યા હતા. ઇંગ્લેન્ડમાં હાલના કોરોના વાઇરસ પ્રતિબંધો હેઠળ લગ્નમાં 30 જેટલા લોકો ભાગ લઈ શકે છે. 33 વર્ષની સાયમન્ડ્સ અને 56 વર્ષના જોહ્નસનને ફેબ્રુઆરી 2020માં સગાઈની ઘોષણા કરી હતી. લગ્ન પહેલા બન્ને ઘણા પ્રસંગોમાં ઘણીવાર સાથે જોવા મળ્યા હતા.

Leave a Reply

%d bloggers like this: