Breaking News : ગુજરાતમાં એકસાથે 77 IAS અધિકારીઓની કરાઈ બદલી

રાજ્યમાં મોટા પાયે IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યમાં 77 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુરત,રાજકોટ, જામનગર મહાનગરપાલિકાના કમિશનર બદલાયા છે. અમદાવાદના ડીડીઓની પણ બદલી કરવામાં આવી છે. મહિસાગરના કલેક્ટર આર.બી.બરાડને વડોદરાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. રેમ્યા મોહનને નેશનલ હેલ્થ મિશનમાં ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે. દિલીપ રાણાની અમદાવાદ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનરની આદિવાસી વિભાગમાં બદલી કરવામાં આવી છે.એમ.એ.પંડ્યા દેવભૂમિ દ્વારકાના નવા કલેક્ટર બન્યા છે. સુરતના કલેક્ટર ધવલ પટેલને ગાંધીનગરમાં ગુડાના CEO બનાવવામાં આવ્યા છે. રાજકોટના કલેક્ટર ઉદીત અગ્રવાલને મહેસાણાના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. કચ્છ-ભૂજ કલેક્ટર પ્રવિણા ડીકેને પંચમહાલના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. અરૂણ મહેશ બાબુને રાજકોટના કલેક્ટર બનાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : IAS/IPS કેડરમાં કરપ્શનનું મહત્વ ઓક્સિજન જેવું બની ગયું છે !

કોરોના મહામારીની બીજી લહેરનો ખતરો ઓછો થતા જ રાજ્યમાં બદલીઓનો દોર શરૂ થયો છે. રાજ્યમાં મોટાપાયે આઈએએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. કુલ 77 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ છૂટ્યા છે. જેમાં કેટલાક અધિકારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યા છે. અમદાવાદના ડીડીઓની પણ બદલી કરાઈ છે. અગ્ર સચિવ અંજુ શર્માની ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગમાંથી બદલી કરીને શ્રમ અને રોજગાર વિભાગમાં મૂકાયા છે. એચજે હૈદરની GSRTC ના વાઇસ ચેરમેન પદેથી બદલી કરીને અગ્ર સચિવ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ વિભાગમાં બદલી કરાઈ છે. હર્ષદ પટેલ સચિવની શ્રમ અને રોજગાર વિભાગમાંથી GSRTC માં વાઇસ ચેરમેન તરીકે બદલી કરાઈ છે.

Leave a Reply

%d bloggers like this: