રક્તદાન દિવસ : વાર્તા : રક્તદાનનું મુલ્ય – નેલ્સન પરમાર

નેલ્સન પરમાર : અનિલભાઈ તેમના કુટુંબ જેમા પાંચ વર્ષની દિકરી અને પત્ની સાથે નવા શહેરમાં રહેવા આવ્યા હતા. અનિલભાઈ એક બીઝનેશમેન હતા એટલે તે ખુબ પૈસાદાર હતા, તેમને તેમના પૈસાનું અભિમાન પણ ઘણું હતું, તેમના ઘરની સામે જ એક ખુબ ગરીબ માણસનું કુટુંબ રહેતું હતું તેમા પણ એક નાની દિકરી હતી, અનિલભાઈને એટલું બધું અભિમાન હતું કે ગરીબ માણસને કંઈ ગણકારતા જ નહી, પણ પાંચ વર્ષની દિકરી ક્યારેક પેલા ગરીબ માણસની દિકરી સાથે ઘરે રમવા પોંહચી જતી. જેના લીધે અનિલભાઈ ગુસ્સે પણ થતા,‌ એક દિવસ અનિલભાઈની પોતાની કારને લઈને આવતા હતા ત્યારે ભુલથી ગરીબ માણસની દિકરી કાર સાથે ભટકાય ગઈ, કાર ધીમી હોવાથી ખાસ ઈજા ન થાય સામાન્ય લોહી નિકળ્યું, આથી અનિલભાઈ ગુસ્સામાં પેલા ગરીબ માણસને 1000 રૂપીયા આપ્યા ને દવાખાન લઈ જવાનું કહ્યું પણ પેલા ગરીબ માણસે 1000 રૂપીયા પાછા આપી કીધું, સાહેબ જીંદગી એટલી સસ્તી નથી કે 1000 રૂપીયામાં ખરીદી શકાય, થોડા સમય પછી અનિલભાઈ કુટુંબ સાથે કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમની કારને અકસ્માત સર્જાયો અને તેમા અનિલભાઈ અને તેમની પત્નીને સામાન્ય ઈજા થઈ પણ પાંચ વર્ષની માસુમ દિકરીને જ વધારે ઈજા પહોંચી, તેને તાત્કાલિક સારવાર માટે શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં દાખલ કરી, તાત્કાલિક સારવાર કરવાથી દિકરી તો બચી ગઈ પણ ડોક્ટરના કહેવા પ્રમાણે લોહી વધારે વહી જવાથી હજું તેને વધારે લોહીની જરૂર હતી, પણ હોસ્પિટલમાં દિકરીના બ્લડ ગ્રુપ સાથે કોઈનું પણ બ્લડ ગ્રુપ મેચ થયું નહી , આખા શહેરમાં તપાસ કરી પણ કોઈ જગ્યાએ લોહી મળ્યું નહી. જો દિકરીને લોહી મળી રહે તો જ તે જીવીત રહી શકે તેવી પરિસ્થિતિ ઉભી થઈ, અનિલભાઈ પાસે લાખો રૂપિયા હોવા છતા લોહીની વ્યવસ્થા કરી શક્યા નહી, અનિલભાઈને તેમની દિકરી સામે બધા પૈસા વ્યર્થ લાગતા હતા આજે, દિકરી માટે લાખો રૂપિયા ખર્ચવા તૈયાર હતા પણ કોઈ રસ્તો ન’તો આખરે તેમણે પેપરમાં જાહેરાત આપી અને લોહીના બદલે લાખો રૂપિયા આપવાની જાહેરાત કરી, તેમના ઘર સામે રહેતા પેલા ગરીબ ભાઈએ આ જાહેરાત વાંચી અને તેમને ખુશી થઈ કે બહું સારું થયું બહું અભિમાન કરતો હતો હવે બધું અભિમાન ઉતરી જશે એવું વિચારતા હતા, એટલામાં પાંચ વર્ષની માસુમ દિકરીનો ચહેરો તેમની નજર સમક્ષ આવી ગયો અને આંખોમાંથી પાણી આવી ગયું, વિચાર્યુ એ માસુમ દિકરીનો શું વાંક? તેમનું બ્લડ ગ્રુપ પણ તે દિકરીના બ્લડ ગ્રુપ સાથે મેચ થતું હતું આથી તે તેમના ગરીબ પાડોશી રીક્ષા કરાવી હોસ્પિટલ પોંહચી ગયા અને સીધા ડોકટરને મળી લોહી આપ્યું ને ડોક્ટરને કીધું આ વાતની જાણ કોઈને કરશો નહી. એટલું કહી તે હોસ્પિટલથી નિકળી ગયા, થોડાંક કલાકોમાં ડોક્ટરે અનિલભાઈને ખુશ ખબર આપી કે આપની દિકરી હવે ખતરાની બહાર છે. અનિલભાઈ તેમના આંસુ રોકી ન શક્યા, ડોક્ટરને જઈને પુછ્યું મારી દિકરીને કોણે લોહી આપ્યું ? ડોક્ટરે નામ જાણવાની ના પાડી , પણ અનિલભાઈના આગ્રહને લીધે તેમણે નામ આપ્યું , અનિલભાઈના મોહ માંથી ” ઓહો ! નિકળી ગયું , તેમના પગ તળે થી તો જમીન ખસી ગઇ તેવો અહેસાસ થયો , અનિલભાઈ સીધા પેલા ગરીબભાઈના ઘરે પોંહચી ગયા અને લાગણીવશ થઈને પેલા ગરીબ માણસ સામે બે હાથ જોડી આભાર માનવા લાગ્યા, અનિલભાઈ ફરીવાર પેલા ગરીબ માણસને કહ્યું આપને જેટલા પૈસા જોઈએ તેટલા માંગી લો , ત્યારે પેલા ગરીબ માણસે એ જ જવાબ આપ્યો જીંદગી એટલી સસ્તી નથી કે તને કિંમત ચુકવી ખરીદી શકાય, અનિલભાઈનું આજે પૈસાનું બધું અભિમાન ઓગળી ગયું એ કંઈ બોલી ન શક્યા પણ તેમની આંખોમાંથી સરી પડતા આંસું ઘણું કહી જતા હતા.

આ પણ વાંચો : અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસથી રાજ્યના રાજકારણમાં નવા વળાંકો આવવાની શક્યતા જણાઈ રહી છે.

અનિલભાઈએ ઘરે જઈને નક્કી કર્યું કે હવેથી તે દર ત્રણ મહિને બ્લડ ડોનેશન કરશે જ.

મિત્રો આ એક વાર્તા છે પણ હકીકત પણ આવીજ છે ગમે તેટલ પૈસાદાર હોય કે ગરીબ હોય લોહીની જરૂર તો દરેકને પડે જ છે. શું ખબર તમને પણ ક્યારેક લોહીની જરૂર પડી જાય ક્યાંક એવું ન થાય લોહીની તમને કે તમારા કુટુંબમાં જરૂર પડે ત્યારે ન પણ મળે તો ? મહેરબાની કરી જ્યારે પણ મોકો મળે ત્યારે બ્લડ ડોનેટ અવશ્ય કરો. તમારું નાનું સરખી સેવા કોઈની જીંદગી બચાવી શકે છે. રક્તદાન કરવાના મુખ્ય કારણો પૈકીનું એક કારણ અન્યને મદદ કરવાનું છે.એક વખત આપેલું દાન ત્રણ લોકોના જીવનને બચાવવાંમાં મદદ કરે છે.જો તમે ૧૮ વર્ષની ઉમરથી દર ૯૦ દિવસે રક્તદાન કરવાનું શરૂ કર્યું હતું તો ૬૦ વર્ષની ઉંમર સુધીમાં તમે ૩૦ ગેલન રક્ત દાન કર્યું હશે,ત્યાં સુધી તમે ૫૦૦ થી વધુ લોકોના જીવન બચાવવામાં મદદ કરી ગણાશે. રકતનો કોઈ પર્યાય નથી અને તે કોઈ ફેકટરીમાં બનતુ નથી પરંતુ માનવદેહની અંદર જ તેનું સર્જન થાય છે આથી માનવદેહ ધારણ કરનારા માનવીઓએ પોતાના જીવનને સંયમીત બનાવવા અને ખરાઅર્થમાં માનવતાની જયોત પ્રગટાવવા નીયમિત રીતે રકતદાન કરવુ જોઈએ.

© નેલ્સન પરમાર
( જુની વાર્તા )

Leave a Reply

%d bloggers like this: