ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોના મોતની સંખ્યા પર સવાલ ઉઠાવનાર બ્લોગરને ૮ મહિનાની જેલ

ભારતીય સેના સાથે લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં ચીની સૈનિકોના મોતના આંકડા પર સવાલ ઉઠાવનારા બ્લૉગરને 8 મહિનાની કેદની સજા આપવામાં આવી છે. ભારતીય સેના સાથે લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક અથડામણમાં ચીની સૈનિકોના મોતના આંકડા પર સવાલ ઉઠાવનારા બ્લૉગરને 8 મહિનાની કેદની સજા આપવામાં આવી છે. બ્લોગરને 8 મહિનાની સજા ફટકારવા સાથે આદેશ આપવામાં આવ્યો છે કે, તે રાષ્ટ્રીય મીડિયા થકી 10 દિવસની અંદર પોતાના નિવેદનને લઈને માફી માંગે. કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું છે કે, ચાઉએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને કોર્ટમાં પોતાની અરજીમાં કહ્યું છે કે, તે ભવિષ્યમાં આ પ્રકારની હરકત ફરીથી નહીં કરે. આથી તેને ઓછી સજા આપવામાં આવી છે.

આ પણ વાંચો – અમદાવાદ : ‘કાકે દા બર્ગર’ સ્વાદ માણવા એક વખત જરુર મુલાકાત લેવી જ જોઇએ.

અગાઉ 1 માર્ચે ચાઉએ એક ટીવી ચેનલ પર પોતાના નિવેદનને લઈને માફી માંગી હતી. ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ, ચાઉએ કહ્યું હતું કે, મને મારા આપેલા નિવેદન પર પસ્તાવો છે અને હું માફી માંગુ છું. ચાઉનું નિવેદન ચીન તરફથી ગલવાન ઘાટીમાં ભારતીય સૈનિકો સાથેની હિંસક અથડામણમાં પોતાના 4 સૈનિકો માર્યા ગયા હોવાની પુષ્ટિ બાદ આવ્યું હતું. લાંબા સમય સુધી ચીને ગલવાન ઘાટીમાં પોતાના કોઈ પણ સૈનિકના માર્યા ગયા હોવાની વાત સ્વીકારી નહતી, પરંતુ દબાણ બાદ તેણે સ્વીકાર કર્યો હતો. જે બાદ બે સોશિયલ મીડિયા પોસ્ટમાં કિઉએ દાવો કર્યો હતો કે, ચીની સરકાર જેટલા સૈનિકોના મોતની વાત કરી રહી છે, તેના કરતાં વધારે લોકો મર્યાં છે. જણાવી દઈએ કે, આ વર્ષે ફેબ્રુઆરીમાં રશિયન ન્યૂઝ એજન્સી તાસે દાવો કર્યો હતો કે, ગલવાન ઘાટીમાં ભારતીય જાંબાઝ સૈનિકો સાથેની અથડામણમાં 45 ચીની સૈનિકો મોતને ભેટ્યા છે.

Leave a Reply

%d bloggers like this: