બ્લેક ડે : દિલ્હીની સરહદોએ ખેડૂત આંદોલનને 6 મહિના પૂરા, ફરી વિરોધ તેજ કરશે અન્નદાતા

દિલ્હીની સરહદોએ વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને બુધવારે 6 મહિના પૂરા થઈ ગયા છે. ત્યારે બુધવારે જ વર્તમાન કેન્દ્ર સરકારને સત્તામાં સતત 7 વર્ષ પૂર્ણ થયા છે. બુદ્ધ પૂર્ણિમાના આ અવસર પર ખેડૂતોએ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ પોતાના વિરોધનો સ્વર ફરી તેજ કરવાની જાહેરાત કરી છે. ખેડૂતો આ દિવસને કાળા દિવસ તરીકે ઉજવશે. સંયુક્ત ખેડૂત મોરચાના નેતાઓના કહેવા પ્રમાણે તેમને ડરાવીને કે થકવીને ડગાવી નહીં શકાય. ખેડૂતોએ દિલ્હી સહિત તમામ ધરણા સ્થળોએ બુદ્ધ પૂર્ણિમા પર્વ ઉજવવાની જાહેરાત કરી છે. ધરણા સ્થળોએ કાળા વાવટા ફરકાવીને અને સરકારના પૂતળા સળગાવીને વિરોધ કરવાની તૈયારી છે. સંયુક્ત ખેડૂત મોરચાના નેતા બલવીર સિંહ રાજેવાલ, ડૉ. દર્શન પાલ, ગુરનામ સિંહ ચઢૂની, હનન મૌલા વગેરે નેતાઓના કહેવા પ્રમાણે ખેડૂતો સત્ય અને અહિંસાના બળ પર પોતાનું આંદોલન આગળ વધારી રહ્યા છે. પરંતુ ભાજપની કેન્દ્ર સરકાર અનેક વખત આ આંદોલનને હિંસક સ્વરૂપ આપવા પ્રયત્ન કરતી રહે છે જેમાં તે હંમેશા અસફળ રહી છે. સંયુક્ત ખેડૂત મોરચાના નેતાઓના કહેવા પ્રમાણે તેમને ડરાવીને કે થકવીને ડગાવી નહીં શકાય. જ્યાં સુધી સરકાર તેમના વિરૂદ્ધ નોંધાયેલા તમામ કેસ પાછા નહીં ખેંચે અને તેમની માંગણીઓ નહીં સ્વીકારી લે ત્યાં સુધી તેઓ દિલ્હીની સરહદેથી પાછા નહીં જાય.

નવજોત સિદ્ધૂએ કૃષિ કાયદાના વિરોધમાં પોતાના ઘરે કાળો ઝંડો લહેરાવ્યો

કૃષિ કાયદા વિરૂદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધૂ અને તેમની પત્નીએ મંગળવારે પટિયાલા સ્થિત ઘરે કાળો ઝંડો લહેરાવ્યો હતો. બીજી તરફ સિદ્ધૂના અમૃતસર સ્થિત ઘર પર તેમની પુત્રી રાબિયાએ કાળો ધ્વજ લહેરાવ્યો હતો.પટિયાલાના ઘરે કાળો ધ્વજ લગાવવા દરમિયાન સિદ્ધૂ દંપત્તિએ જો બોલે સો નિહાલ સત શ્રી અકાલના નારા લગાવ્યા હતા અને ખેડૂત આંદોલનને પોતાનું સમર્થન આપવાની વાત કરી હતી. સિદ્ધૂએ મીડિયાને કોઇ પ્રકારની વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો. સિદ્ધૂએ કાલે જાહેરાત કરી હતી કે તે પોતાના ઘરે ખેડૂતોના સમર્થનમાં કાળો ઝંડો લહેરાવશે. મહત્વપૂર્ણ છે કે દિલ્હી બોર્ડર પર ખેડૂત આંદોલનને છ મહિના પુરા થઇ ગયા છે. ખેડૂત સંગઠનોએ લોકોને તેમના સમર્થનમાં ઘરની છત પર કાળા ઝંડા લગાવવાનું આહવાન કર્યુ હતું.

Leave a Reply

%d bloggers like this: