ગોવામાં બુધવારે 20, ગુરૂવારે 15 દર્દી મોતને ભેટ્યા છતા સ્થાનિક ભાજપ સરકારે કર્યા આંખ આડા કાન

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરની વચ્ચે ઓક્સિજનની તંગીનું સંકટ પણ વર્તાઈ રહ્યું છે. ગોવા ખાતે આવેલી ગોવા મેડિકલ કોલેજમાં ફરી એક વખત ઓક્સિજનની તંગીના કારણે દર્દીઓના મોત થયા છે. આ હોસ્પિટલમાં થોડા દિવસ પહેલા પણ ઓક્સિજનની તંગીના કારણે અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યો હતા. લોકો સરકારી તંત્રની નિષ્ફળતા અને બેદરકારીનો આરોપ મૂકી રહ્યા છે. જ્યારે અધિકારીઓ લોજિસ્ટિકની મુશ્કેલીના કારણે આમ બન્યું હોવાનું કારણ જણાવી રહ્યા છે. આટલા લોકોના મોત પછી હવે ગોવા સરકારે મેડિકલ કોલેજમાં ઓક્સિજન સપ્લાય મુદ્દે કમિટીની રચના કરી છે. જે હોસ્પિટલને અપાતા ઓક્સિજન સપ્લાય પર નજર રાખશે. તેમણે 3 દિવસમાં તેમનો રિપોર્ટ પણ જમા કરાવવાનો રહેશે.

પર્યટનસ્થળ ગોવામાં કોરોનાના દર્દીઓનો ઓક્સિજનના અભાવે જીવ ગુમવવાનો સિલસિલો હજુ ચાલુ છે. અહીં માત્ર 4 કલાકમાં વધુ 13 લોકોનાં મોત સાથે છેલ્લા 4 દિવસમાં જ કોરોનાના 75 દર્દીઓના ઓક્સિનના અભાવે મોત નીપજ્યાંના અહેવાલ છે. સ્થાનિક ભાજપ સરકાર આંખઆડા કાન કરી હોવાનું લાગે છે. નવાઇની વાત એ છે કે આ તમામ દર્દીના મોત એક જ હોસ્પિટલમાં થયા છે. ગોવા મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મોડી રાતે બેથી સવારના 6 વાગ્યા સુધીમાં 13 કોરોના દર્દીના મોત થયા છે. જાણવા મળ્યા મુજબ ઓક્સિજનની તંગીના કારણે આ લોકો મૃત્યુ પામ્યા છે. જ્યારે આ જ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાના 74 દર્દીએ ઓક્સિજનના અભાવે જીવ ગુમાવ્યો છે.

આ પણ વાંચો – હની ટ્રેપ કેસમાં ધરપકડ કરાયેલ મહિલા PI ગીતા પઠાણે આપઘાતનો પ્રયાસ કર્યો. સિવિલમાં દાખલ

મંગળવારે 26, બુધવારે 20, ગુરૂવારે 15 અને શુક્રવારે વધુ 13 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોવિડ વોર્ડમાં થયેલા આ મૃત્યુના કારણે હોસ્પિટલની ટીકા થઈ રહી છે. લોકોમાં આ હોસ્પિટલ મોતનો અડ્ડો બની રહી હોવાની ચર્ચા છે..ગોવાના આરોગ્ય મંત્રીએ પણ ઓક્સિજનની અછતની વાત સ્વીકારી છે. તેમણે કહ્યું કે જરૂરિયાત પ્રમાણે ઓક્સિજન સિલિન્ડર નથી મળી રહ્યા. આ નિવેદન તેમણે બે દિવસ પહેલા કર્યું હોવા છતા હજુ પણ અછતનો સિલસિલો જારી છે અને સરકારો આંખ આડા કાન કરી રહી છે જ્યારે દર્દીઓ ટપોટપ મોતને ભેટી રહ્યા છે

Leave a Reply

%d bloggers like this: