પાંચ ચોપડી ભણેલા ભાજપ ધારાસભ્ય, ડોક્ટર બનવાનું ભૂત ચડ્યુ, વીડિયો થયો વાયરલ

કોરોન મહામારીના સમયમાં ગુજરાતના દરેક ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં કોવિડ સેન્ટરો શરૂ કર્યા છે. એવી જ રીતે સુરતના સરથાણા વિસ્તારમાં પણ કોવિડ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે. આ વિસ્તારના ધારાસભ્ય વીડી ઝાલાવાડીયાએ એક દર્દીને ઇન્જેક્શન આપવાની તૈયારી કરતા હોવાના ફોટાઓ સોશ્યલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે. આ ફોટો, વીડીયો વાયરલ થતાં વીડી ઝાલાવાડીયા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. વીડી ઝાલાવાડીયાએ કહ્યું કે, અમે સેવાની કામગીરી કરી રહ્યા છીએ, તે લોકોને કાંઈ કરવું તો નથી માત્રને માત્ર શો-બાજી અને વિવાદ કરવા છે. આમ કહી વીડી ઝાલાવાડીયાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે વધુ જણાવતા કહ્યું કે, તે માત્ર ઈન્જેક્શન તૈયાર કરતા હતા. પરંતુ તેમણે દર્દીને ઇન્જેક્શન આપ્યું નથી. આ ફોટાઓ સોશ્યલ મીડિયા પર વાયરલ થવાની સાથે જ લોકો દ્વારા અનેક સવાલો પૂછવામાં આવી રહ્યા છે. લોકો કહે છે કે પાસ ચોપડી ભણેલા ધારાસભ્યને ઇન્જેક્શન આપવાની શું જરૂર છે.

આ પણ વાંચો – અમદાવાદ : ખોખરા પોલીસ સ્ટેશનમાં બબીતાના વિરુદ્ધ એટ્રોસિટીની ફરીયાદ દાખલ.

સુરતના કોવિડ કેર સેંટરમાં રેમડેસિવિર ઈંજેક્શન ભરી રહેલા આ નેતાજી છે ભાજપના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા. માત્ર ચાર ચોપડી પાસ કામરેજના આ ધારાસભ્યએ કોવિડ કેર સેંટરમાં પહોંચી આઈવીલાઈનમાં ઈંજેક્શન ભર્યું. તે પણ કેવુ રેમડેસિવિરનું. નેતાજીએ જે ઈંજેક્શન ભર્યું તે સ્વભાવીક રીતે કોરોનાની દર્દીની નસમાં પણ ગયું હશે. વી.ડી.ઝાલાવાડિયાને નર્સિંગનો ન તો કોઈ અનુભવ છે કે ન તો ચિકિત્સાની કોઈ ડિગ્રી. ત્યારે સવાલ એ છે કે નેતાજી ઈંજેક્શન કોઈને આપી કેવી રીતે શકે. નેતાજી ઈંજેક્શન આપ્યું એટલુ જ નહીં તેમનો વીડિયો પણ બનાવવામાં આવ્યો. સ્વભાવિક રીતે નેતાજીનો આ વીડિયો સામે આવતા કૉંગ્રેસે આરોપ પણ લગાવ્યા. તો બીજી તરફ, ધારાસભ્યનો ઇન્જેક્શન લગાવવાનો મામલા અંગે મનપા વિરોધ પક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ કહ્યું કે, જેનું જે કામ હોય તેને કરવા દેવું જોઈએ. આ પ્રકારનું ફોટો સેશન જરા પણ યોગ્ય નથી. હું અપેક્ષા કરું છું કે સરકાર આવા કિસ્સામાં કાર્યવાહી કરે. જોકે અગાઉની માફક સરકાર કશું પણ નહીં કરે. સુરતના એક ધારાસભ્ય જ ઝોલાછાપ ડોક્ટર બનીને બેસ્યા છે. સુરતના કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયાનો કોવિડ કેર સેન્ટરમાં ઈન્જેકશન આપતો વીડિયો વાયરલ થયો છે. કોવિડ કેર સેન્ટરમાં તબીબી સ્ટાફ હોવા છતાં ધારાસભ્ય પોતે ઈન્જેક્શન આપતા નજરે પડ્યા હતા. જોકે, આ ઘટનાનો વીડિયો વાયરલ થતા ધારાસભ્યએ દર્દીને ઈન્જેકશન ન આપ્યાનો પાંગળો બચાવ કર્યો હતો.

વીડીયો જોવા માટે –

Leave a Reply

%d bloggers like this: