મમતાને હરાવનાર ભાજપ નેતા શુભેન્દુ પર ચોરીનો આરોપ તેના ભાઈ સામે પણ સામે પણ FIR

શુભેન્દુ અધિકારીએ વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનરજીને નંદીગ્રામ બેઠક પરથી 1956 મતોથી પરાજય આપ્યો હતો. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પ્રથમ વખત ભાજપ મુખ્ય વિપક્ષી પાર્ટી બનીને ઉભરી છે. કુલ 292 બેઠકોમાંથી તૃણમૂલ કોંગ્રેસને 213 બેઠકો મળી છે. જ્યારે ભાજપના ફાળે 77 બેઠકો આવી છે. જ્યારે અન્ય બે બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીત્યાં છે. જો કે કોંગ્રેસ અને લેફ્ટના ગઠબંધનના સૂપડા સાફ થઈ જતાં તેમને ઝીરો બેઠકો મેળવી છે.

કોલકાતા પોલીસે શુભેન્દુના એક નજીકના સાથીની છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી તે દિવસે આ કેસ નોંધવામાં આવ્યો હતો. રાખલ બેરાને 2019માં સિંચાઈ અને જળમાર્ગ મંત્રાલયમાં નોકરીની લાલચ આપીને એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરવામાં આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે તેણે બે લાખ રૂપિયા ચૂકવ્યા છે, તેમ છતાં તેને નોકરી મળી નથી. કોલકત્તા: પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારી અને તેમના ભાઈ સોમેન્દૂ અધિકારી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. અધિકારી ભાઈઓ પર નગરપાલિકામાંથી રાહત સામગ્રી ચોરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા શુભેન્દુ અધિકારી અને તેમના ભાઈ સોમેન્દૂ અધિકારી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. અધિકારી ભાઈઓ પર નગરપાલિકામાંથી રાહત સામગ્રી ચોરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કાંઠી નગરપાલિકાના વહીવટી બોર્ડના સભ્ય રત્નદીપ મન્નાએ કાંઠી પોલીસ સ્ટેશનમાં 1 જૂને ભાજપ નેતા અને તેમના ભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. સોમેન્દૂ અધિકારી કાંઠી નગર પાલિકાના મ્યૂનિસિપલ ચીફ પણ રહી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *