બારડોલી : ભાજપ નેતાનો વીડિયો કોલમાં નિર્વસ્ત્ર થઈ યુવતી સાથે અશ્લીલ હરકતો કરતો વીડિયો વાઇરલ

બારડોલી નગરપાલિકાના ભાજપી કોર્પોરેટર દક્ષેશ શેઠ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં વીડિયો-કોલિંગ પર લલના સામે હસ્તમૈથુન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. દક્ષેશ શેઠ બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર એકના કોર્પોરેટર છે. વીડિયો વાઇરલ થતાં તાત્કાલિક અસરથી નગરસેવકને સસ્પેન્ડ કરી દેવાયા હતા. ભાન ભૂલેલા નગરસેવકનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાયો છે. આ વીડિયો ક્યારે અને ક્યાં ઉતારાયો એ અંગે ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે. જોકે સમગ્ર વીડિયોમાં લલના પોતાની ઓળખ છુપાવવા મોઢું છુપાવી રહી છે, જ્યારે નગરસેવકની દરેકેદરેક ચેષ્ટા કેમેરામાં કેદ થઇ ગઇ છે. નગરસેવકના આ વીડિયોએ ભારે ચકચાર મચાવી છે.

બુધવારે મોડી સાંજે નગરસેવક દક્ષેશ શેઠનો વીડિયો-કોલિંગ પર લલના સામે લાળ પાડતો વીડિયો વાઇરલ થતાં બારડોલી પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો. નગરસેવકના 1 મિનિટ 50 સેકન્ડના વીડિયોમાં સૌથી પહેલા લલના કપડાં ઉતારે છે. ત્યાર બાદ નગરસેવક કપડાં ઉતારી સંપૂર્ણ નગ્ન થઇ જાય છે. નગ્ન થયા બાદ યુવતી જે બીભત્સ ચેષ્ટા કરે છે એ જ નગરસેવક કરે છે. નગરસેવકના આ કિસ્સાથી પક્ષની ઇમેજ ખરાબ નહીં દેખાય તે માટેના પદાધિકારીઓ બનતા પ્રયાસ કર્યા હતા. હનીટ્રેપનો ભોગ બનેલા ભાજપના નગરસેવક સામે પાર્ટી સંગઠન પગલાં ભરી તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચો – મોદી સાહેબ નાના બાળકોને કેમ આટલું કામ આપે છે – ફરીયાદ કરતો Cute નાની બાળકીનો વીડિયો વાયરલ

જિ.ભાજપ-પ્રમુખે, જણાવ્યું હતું કે બુધવારે તેમનો બીભત્સ વીડિયો વાઇરલ થતાં પાર્ટીની છબિ ખરડાતાં તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે. પાર્ટીની શાખને નુકસાન પહોંચાડવાના કૃત્યને કોઈપણ ભોગે સાંખી નહીં લેવાય, એવું સંદીપ દેસાઈએ જણાવ્યું હતું.

( નોંધ – વીડીયો અમારી પાસે નથી પણ ગુજરાતના જાણીતાં અખબારોએ છાપેલ રીપોર્ટના આધારે ) 

Leave a Reply

%d bloggers like this: