તમામ રાજકીય કાર્યકમો પરય પ્રતિબંધ તો ભાજપને હાલ પરમીશન કોણે આપી?

કોરોના સંક્રમણને કારણે રાજ્યના ગૃહ વિભાગે તમામ પ્રકારના રાજકીય અને ધરણા સહિતના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ મૂક્યો છે ભાજપે ધરણાનો કાર્યક્રમ આયોજિત કર્યો હશે ત્યારે રાજ્ય સરકારના ગૃહવિભાગના આદેશનું ચોક્કસ પણે ધ્યાન પર લીધું હશે પરંતુ આજે દિવા તળે અંધારામાં રાજ્યના ગૃહ વિભાગના આદેશોનો છડે ચોક ઉલ્લંઘન છતાં, ગુજરાતનું બહાદુર પોલીસ ખાતું તમાશો જોઇ રહ્યું છે, સરકાર કઠપૂતળી બની ગઈ છે. એકેય ચમરબંધીને છોડવામાં નહીં આવે એવા ખોટા નીવેદનો પણ મુખ્યમંત્રી કરતાં નથી, એટલી બીક લાગે છે એમને, કાયદા કાનુન નિયમો બધું જ સામાન્ય જનતા પૂરતું સિમીત કરવા બદલ ગુજરાત પોલીસ અને ગુજરાત સરકાર આભારી છીએ. ભલે લોકડાઉન ન નાખ્યું હોય, આવશ્યક વસ્તુઓ માટે છુટી આપી હોય પણ તોય પોલીસની ઇરછા થાય કે આજે બંધ કરવાનું છે એટલે આવી જાય હાથમાં ડંડા લઈને, અમારી આટલી બધી ચિંતાઓ કરવા બદલ અમે દિલથી આભારી છીએ સાહેબ…..!

બંગાળમાં જે હિંસા થઈ છે એની નોંધ વિશ્વનાં મહાન પુરુષ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નોંધ લીધી છે અને રાજ્યપાલ સાથે વાતચીત કરી છે. કેન્દ્ર એ આ વિશે રીપોર્ટ પણ માંગ્યો છે. હિંસાને કોઈ સમર્થન નથી જ અને ના જ હોવું જોઈએ, પણ આવા સમયે ધારણાં અને દેખાવો, એ પણ અન્ય રાજ્યોની ઘટના પર અહીંયા? એ ફક્ત ને ફક્ત હારની અસર છે. બંગાળમાં હાર પચાવી શકતાં નથી એટલે કોઇપણ રીતે બંગાળની મમતા સરકારને બદનામ કરવા લાગ્યા છે પણ હકિકત બધા જાણે જ છે. રાષ્ટ્રપતિ શાસન લાદવાની ખોટી ખોટી વાતો કરી ખાલી લોકોને હાલ કોરોના ની નિષ્ફળતા ના મુદ્દાથી ડાયવર્ટ કરવાની આ એક ચાલ છે બીજું કંઈ નહીં. સાલું ઓલા ઉત્તર પ્રદેશમાં નાની નાની છોકરીઓના રેપ થઈ જાય, હત્યા થઈ જાય, ગુડ્ડાઓની હેરાનગતિ હોય છતાં, યોગીજી મહાન…વાહ વાહ…દોગલાઓ…! બંગાળની હાર ન પછી એટલે આ ફક્ત ઘમપછાડા છે જેનું પરીણામ શુન્ય છે. ઉપરથી જે લોકોમાં થોડી ઘણી બચી હતી એય કોઈ બેસી છે. ગુજરાતમાં હજારો લોકો તરફડીયા મારતા હોય, મરતાં હોય અને એવા સમયે આવા રાજકીય કાર્યકમો કરે અને એ પ્રતિબંધ હોવા છતાં, કેટલું શરમજનક.પણ હોય તો‌ જાય ને. ઠીક છે ભાજપને કોઈ નિયમો નડતા નથી પણ સાવ આવું તે.

તમામ રાજકીય કાર્યકમો કરવા એ અત્યારે પ્રતિબંધ છે. તો આ ધારણાં માટે પરમીશન આપનાર જે પણ કલેકટર, એસ.પી હોય એની સામે કાર્યવાહી કેમ ન કરવી જોઇએ? અને પરમીશન નથી લીધી તો આ નિયમો તોડનાર આરોપીઓ સામે કાર્યવાહી કેમ ન કરી શકે? શું ભાજપના હોવા માત્રથી નિયમો નથી લાગતાં?

Leave a Reply

%d bloggers like this: