ભાજપ નેતાના ફોટો ઓક્સીજન સિલિન્ડર ઉપર લાગાવ્યા, અલ્યા કામ જ એવા કરો તો વિવાદ જ થાય ને

એકબાજુ ગુજરાતમાં કોરોના કહેર ચાલી રહી છે. લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોને હોસ્પિટલમાં બેડ, ઓક્સીજન, ઇન્જેક્શન નથી મળી રહ્યા એવા સમયે આ ભાજપના પ્રસિદ્ધ ભુખ્યા નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ મેળવવામાં કોઈ કસર છોડતા નથી, ખબર નહીં સાલુ નૈતિકતા જેવુ કંઈ છે કે નહીં. વાત છે રાજુલામાં ભાજપના નેતાના ફોટો ઓક્સીજન સિલિન્ડર ઉપર લગાવવામાં આવ્યા છે અને તેનો વિવાદ પણ થયો છે. અલ્યા પણ કામ જ એવા કરે તો વિવાદ જ થાય ને.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો , ભાજપના પૂર્વ સંસદીય સચિવ હિરાભાઇ સોલંકીની તસવીરો ધરાવતા પોસ્ટર ઓક્સીજન સિલિન્ડર ઉપર લગાવવામાં આવ્યાં હતાં. જેના કારણે રાજકારણ ગરમાયુ હતું અને લોકોમા પણ હાંસીપાત્ર બન્યાં હતાં. કોરોના કાળમાં પણ રાજકીય નેતાઓ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે એક પણ તક છોડતા નથી. ઓક્સીજનના સિલિન્ડર પર ભાજપના નેતાની તસવીર પર રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરે કહ્યુ કે, આ ઓક્સીજન સિલિન્ડર જાફરાબાદની નર્મદા સિમેન્ટ કંપની તરફથી આપવામાં આવ્યા છે. લોકોને સારવાર માટે ઉપયોગી સિલિન્ડરમાં રાજકીય નેતા પોતાનું પોસ્ટર લગાવે તે યોગ્ય નથી.

એટલેથી અટક્યા નથી પાછું, વિવાદ થયા બાદ હિરાભાઇ સોલંકી બચાવ કરતા કહ્યું કે, નર્મદા સિમેન્ટ તરફથી જે સિલિન્ડર મળ્યા છે તે ઇન્ડસ્ટ્રીલ ઓક્સીજન સિલિન્ડર છે, તેને ઉપયોગમાં લીધા નથી. અલંગથી મનીષ શાહે જે સિલિન્ડર આપ્યા છે તે ખાલી સિલિન્ડર અમે શિહોરમાં રીફીલીંગ કરાવ્યા છે. ઓક્સીજન સિલિન્ડર જે ઘરે ઘરે આપવાના છે, તેના ઉપર જ પોસ્ટર લગાવવામાં આવ્યા છે. બાટલા બદલાઇ ના જાય તે માટે અલગ ઓળખ ઉભી કરવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો, પ્રસિદ્ધિનો કોઇ મુદ્દો જ નથી. છે ને ગજબ બચાવ, હવે આમને કોણ સમજાવે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *