ભાવનગરની એક હોસ્પિટલમાં આગ દુર્ઘટના, ICUમાં એડમિટ હતા 70 દર્દીઓ

કોરોનાના સંકટ વચ્ચે દેશની હોસ્પિટલોમાં આગ લાગવાનો સિલસિલો ચાલુ છે. તાજેતરમાં ગુજરાતના ભાવનગર ખાતે આવેલી જનરેશન હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલના ત્રીજા માળે જ્યાં આઈસીયુ બેડ રાખવામાં આવ્યા હતા ત્યાં આગ લાગી હતી. આગ લાગી તે સમયે આઈસીયુમાં 70થી વધારે દર્દીઓ દાખલ હતા અને તે તમામને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. રાજ્યમાં વધુ એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી. જોકે આ વખતે કોઈ વ્યક્તિનો જીવ ગયો નથી. પરંતુ આગ લાગતાં ફરીથી એક વખત કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી પર પ્રશ્નો ઉભા થયા છે. ભાવનગરના કાળુભા રોડ ઉપર આવેલ એક્સ જનરેશન હોટલ કે જયાં સમર્પણ કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે ત્યાં રાત્રે અચાનક ત્રીજા માળે વેન્ટિલેટરમાં શોર્ટ સર્કિટ થઈ આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. અહીં 70 થઈ વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ હતા. આગ બાદ108 અને ખાનગી એમ્બ્યુલન્સ બોલાવી સિવિલ હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં દરદીઓને ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલના વહીવટાધિકારીઓએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની માહિતી આપી હતી. આગ લાગી ત્યાર બાદ તમામ દર્દીઓને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા જેથી તમામ દર્દીઓ સુરક્ષિત છે. ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને અનેક કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી.

આ પણ વાંચો – આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ: નર્સોએ કહ્યું અત્યારે ઘર, પરિવાર અને સંતાનો અમારા માટે ગૌણ બની ગયા છે

આગ લાગવાના કારણે હોસ્પિટલમાં અફડાતફડી મચી ગઈ હતી અને ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર સાથે બહાર લાવીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઓક્સિજન સપોર્ટ પર રહેલા દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર સાથે બહાર લાવીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમર્પણ કોવિડ સેન્ટર ભાવનગર ના 4 તબીબો ગુલજીતસિંગ તેમજ ડોકટર સાચપરા,ડોકટર જિલન મહેતા અને અમિત પટેલ દ્વારા ઉભું કરવામાં આવ્યું છે. મંગળવારે રાત્રે 1 વાગે અચાનક આગ લાગતા ફાયરને જાણ કરતા ફાયરના અધિકારી ફાયર ફાયટરો સાથે દોડી ગયા હતા. ઘટનાની ગંભીરતા અને અફરા તફરી નો માહોલ થતા ભાવનગર મનપા કમિશનર એમ એ ગાંધી,જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર, એ એસ પી સફાઇન હસન અને ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના આગેવાનો દોડી આવ્યા હતા અને તાકીદે દર્દીઓ ને અન્યત્ર ફેરવવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

%d bloggers like this: