કોરોનાનો ભોગ બનેલા રાજયના 1510 વકીલોને આશરે 2 કરોડની રકમ ચુકવવાનો નિર્ણય લેવાયો

કોરોનાએ આખા દેશમાં હાહાકાર મચાવી દીધો છે. કોરોનાએ અનેક લોકોનો ભોગ લીધો છે. જયારે કેટલાંકને કોરોનાના કારણે સારવાર લેવાની ફરજ પડી હતી. કોરોનાના પગલે ધંધા-રોજગાર બંધ થઇ ગયા હોવાથી ઘણાં વ્યક્તિઓની આજીવીકાનો પ્રશ્ન ઊભો થયો છે. આ બાબતને નજર સમક્ષ રાખીને ગુજરાત બાર કાઉન્સિલે તેમના સભ્યો એવા વકીલોને સહાય ચુકવવાનો નિર્ણય કર્યો હતો. અત્યાર સુધીમાં 1510 જેટલી અરજીઓ પર આશરે 2 કરોડ રૂપિયા જેટલી રકમ વકીલોને ચુકવવામાં આવ્યા છે. આશરે 221 જેટલા વકીલોએ 30 હજાર કરતા વધુ ખર્ચ થયો હોવાથી તેમને વધુ સહાય મળે તે માટે કરેલી રજૂઆતને ધ્યાનમાં લઈને ગુજરાત બાર કાઉન્સિલની ઇન્ડિજન્ટ કમિટીને ભલામણ કરવામાં આવી છે.આ ઉપરાંત વધુ 23 કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા વકીલોના વારસદારોને હવે પછી મળનારી એડમિનિસ્ટ્રેટિવ કમિટીની મીટીંગમાં હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો – પીએમ મોદીની ટીકા કરતુ પોસ્ટર પ્રોફાઈલ બનાવી રાહુલ ગાંધીએ કહ્યુ કે, મારી પણ ધરપકડ કરો. પ્રિયંકા ગાંધીએ પણ

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન હીરાભાઇ પટેલ, વાઇસ ચેરમેન શંકરસિંહ ગોહીલ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલ 40 કમિટીના ચેરમેન દીલીપભાઇ પટેલ અને સભ્ય દિપેન દવે, કરણસીંહ વાઘેલા ઉપરાંત એડમીનીસ્ટ્રેટીવ કમિટીના સભ્ય અનિલ સી. કેલ્લાં સહિતના હોદ્દેદારોની આજે સંયુક્ત વર્ચ્યુઅલ મીટીંગ યોજાઇ હતી. જેમાં કોરોના મહામારીમાં મુત્યુ પામેલા કાયમી ધારાશાસ્ત્રીઓને એક લાખ રૂપિયા ત્વરિત ચુકવવાનો તથા કોરોના મહામારીનો ભોગ બનેલા ધારાશાસ્ત્રીઓ કે જેમણે હોસ્પિટલ કે પછી હોમ આઇસોલેશનમાં સારવાર લીધી હોય તેવા ધારાશાસ્ત્રીઓને 30,000 રૂપિયા તબીબી સહાય ચુકવવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે હોમ આઇસોલેશનમાં રહેલા ધારાશાસ્ત્રીઓને 10 હજાર રૂપિયા ચુકવવાનું નક્કી કર્યું હતું. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા એડવોકેટસ વેલ્ફેર કમિટી ફોર ધી સ્ટેટ એટલે કે માંદગી સહાય સમિતિને તે રકમ ચકવવા માટે ભલામણ કરવામાં આવી હતી. જુદી જુદી ત્રણ મીટીંગમાં આશરે 1510 જેટલા કોરોના મહામારીમાં ભોગ બનેલા ધારાશાસ્ત્રીઓની અરજીઓ આવેલ છે. વધુમાં જણાવ્યું છે કે, કોરોના મહામારીમાં મુત્યુ પામેલા ધારાશાસ્ત્રીઓના વારસદારો તરફથી 19 અરજીઓ આવી હતી. તેમાંથી 14 ધારાશાસ્ત્રીઓના પરિવારોને એક લાખ લેખે 14 લાખ ચુકવવામાં આવશે. જયારે 5 ધારાશાસ્ત્રીઓના સ્વજનોને પૂર્તતા કરવા માટે જણાવવામાં આવ્યું છે.ત્યાં બીજી 23 અરજીઓ આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *