બંગાળ હિંસા બાદ કંગના ના ટ્વીટ મુદ્દે કંગના સામે પ.બંગાળમાં પોલીસ ફરિયાદ

કંગના રનૌતને કોન્ટ્રોવર્સીઝ ક્વીન તરીકે ઓળખાય છે. તે કંઈકને કંઈક એવું કાર્ય કરે છે તે સમાચારમાં રહે છે, અને કોન્ટ્રોવર્સી સર્જાય છે. અથવા તો તેની વિરુદ્ધ ફરીયાદ દાખલ થયા પછી તે કોન્ટ્રોવર્સીમાં પડી જાય છે. ત્યારે હવે હાલમાં જ હેટ સ્પીચ આપવા મામલે કંગના વિરુદ્ધ ફરીયાદ દાખલ થઈ છે. તૃમૂલ કોંગ્રેસ ઋજુ દત્તાએ કોલકાતાના ઉલ્ટાડાંગા પોલીસ સ્ટેશનમાં કંગના વિરુદ્ધ હેટ સ્પીચ આપવા બદલ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાના મામલે એક પછી એક નિવેદનો આપનાર એક્ટ્રેસ કંગના હવે મમતા બેનરજીની સરકાર બન્યા બાદ ટીએમસીના નિશાન પર આવી છે.કંગના સામે પશ્ચિમ બંગાળમાં ટીએમસીના નેતા ઋજુ દત્તાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં કંગના પર રાજ્યમાં તોફાનો ભડકાવવાનો આરોપ મુકાયો છે. ટીએમસીના નેતાએ કહ્યુ છે કે, કંગનાએ પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજીની ઈમેજ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ નેતાએ પોલિસ ફરિયાદની સાથે સાથે કંગનાએ બંગાળ હિંસા પર કરેલા એક પછી એક ટ્વિટના સ્ક્રીન શોટ પણ પોલીસ સાથે શેર કર્યા છે. આમ પોલીસ ફરિયાદ બાદ કંગનાની મુશ્કેલીઓ વધી શકે છે.

ઉલ્લેખનીય છે કે, કંગનાનુ ટ્વિટર એકાઉન્ટ પણ ટ્વિટર દ્વારા કાયમ માટે સસ્પેન્ડ કરી દેવાયુ છે. બંગાળમાં ભાજપના કાર્યકરોને નિશાન બનાવીને થઈ રહેલી હિંસા બાબતે કંગનાએ કહ્યુ હતુ કે, ભાજપે આસામ અને પોંડીચેરીમાં જીત મેળવી છે. પણ ત્યાંથી હિંસાની કોઈ ખબર નથી આવી. ટીએમસીના ચૂંટણી જીતવાની સાથે જ લોકો મરવા માંડયા છે. પણ તોય એવુ કહેવાશે કે મોદીજી તાનાશાહ છે અને મમતા સેક્યુલર નેતા છે. કંગનાએ પોતાના એક ટ્વિટમાં મમતા બેનરજીની સરખામણી તાડકા સાથે પણ કરી હતી.

કંગના રાણાવત

ઋજુ દત્તાએ ટ્વિટર પર પોતાની એફઆઈરની કોપી પણ શેર કરી છે. કોપી શેર કરવાની સાથે સાથે તેમણે લખ્યું છે કે મેં કંગના રનૌતની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે, કારણકે તેઓ બંગાલમાં સામ્પ્રદાયિક હિંસા ભડકાવવાનો નફરત ફેલાઈ રહી છે, અને સાથે સાથે મમતા બેનર્જીની છબી પણ ખરાબ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *