અભિનેતા ચેતન ધનાણી ની નવી ગુજરાતી ફિલ્મ `બાગડબિલ્લા` નું જુઓ ટીઝર, કંઈક નવું જ છે

નેલ્સન પરમાર : એક પછી એક નવી ગુજરાતી ફિલ્મો આવી રહી છે ત્યારે એક અલગ જ વિષય સાથે નવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે. રેવા ફેમ અભિનેતા ચેતન ધનાણી સ્ટારર અને સચિન બ્રહ્મભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ `બાગડબિલ્લા`નો પહેલો લુક સામે આવી ગયો છે. મેકર્સ અને ફિલ્મની સ્ટાર કાસ્ટ દ્વારા સોશિયલ મીડિયા પર `બાગલબિલ્લા`ની એક ઝલક શેર કરવામાં આવી છે. જે જોઈને દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

ટી્રજર જોવા અહીં ક્લિક કરો…!

https://www.instagram.com/reel/CiR4Vs7DtbT/?igshid=YmMyMTA2M2Y=

ચેતન ધનાણી સિવાય ઓજસ રાવલ, ચેતન દૈયા અને જોલી રાઠોડ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નોંધનીય છે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ધીમે ધીમે હવે નવા વિષયો સાથે ફિલ્મ આવી રહી છે. તાજેતરમાં રાડો, ફક્ત મહિલાઓ માટે અને નાડીદોષ જેવી ફિલ્મો રિલીઝ થઈ. ત્યારે હવે ફરી એક રસપ્રદ નવી સ્ટોરી સાથે `બાગડબિલ્લા`ના ટિઝરે દર્શકોનો ઉત્સાહિત કર્યા છે.

Chetan

માધવ મોશન પિક્ચર્સ દ્વારા નિર્મિત ફિલ્મ `બાગલબિલ્લા`ના ટીઝરની વાત કરીએ તો, તે ખુબ જ રસપ્રદ છે. ફિલ્મની એક ઝલકે દરેકને ઉત્સાહિત કર્યા છે. આ ફિલ્મ દ્વારા તમને એક નવી સ્ટોરી જોવા મળશે. રહસ્ય અને હાસ્યથી ભરપૂર આ ફિલ્મ થ્રીલર કોમેડી છે. અભિનેતા ચેતન ધનાણીએ પણ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ટિઝર શેર કર્યુ છે. જેમાં ` આપણે નથી જાણતા..એ નથી, એવું નથી` લખેલું વાક્ય જોવા મળે છે, જે જોઈને એવું લાગે છે કે ખરેખર આપણે કંઈક નહીં જાણતા હોય તેવું આ ફિલ્મમાં જોવા મળશે.

Chetan

સચિન બ્રહ્મભટ્ટ દ્વારા નિર્દેશિત ફિલ્મ `બાગડબિલ્લા`માં ચેતન ધનાણી સિવાય ઓજસ રાવલ, ચેતન દૈયા અને જોલી રાઠોડ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *