જાતિવાદક ટીપ્પણી : બબીતાની મુશ્કેલીઓ વધી, વધુ એક પોલીસ ફરિયાદ થઈ, હવે મુંબઈમાં

લોકપ્રિય ટીવી સિરિઝ તારક મહેતા કા ઉલટા ચશ્માની અભિનેત્રી મુનુમુન દત્તા ઉર્ફે બબીતાજીની મુશ્કેલીઓ વધી રહી છે. એક્ટ્રેસ સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.તેના પર સોશિયલ મીડિયા પરના એક વિડિયોમાં જાતિવાચક શબ્દનો ઉપયોગ કરવાનો આરોપ છે.આ પહેલા મુનમુન દત્તા સામે આ વિડિયો બદલ હરિયાણા, એમપી, અને ગુજરાતમાં પણ કેસ થઈ ચુકયા છે.

 

જે વિડિયોને લઈને બબાલ થઈ છે તેમાં તે પોતાના ફેન્સ સાથે વાત કરે છે અને તેમાં તે એક જાતિવાચક શબ્દનો વાંધાજનક રીતે ઉપયોગ કરે છે.આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકોએ તેના માટે એક્ટ્રેસને ટ્રોલ પણ કરી હતી.એ પછી તેની સામે એસસી-એસટી એકટ હેઠળ કાર્યવાહી કરવાની માંગ પણ થઈ હતી.વિવાદ વધ્યા બાદ મુનમુન દત્તાએ માફી પણ માંગી હતી.તેણે કહ્યુ હતુ કે, મેં એક ખોટા શબ્દનો ઉપયોગ કર્યો હતો.મારો ઈરાદો કોઈનુ અપમાન કરવાનો કે કોઈની લાગણી દુભવવાનો નહોતો.મને ખરેખર આ શબ્દ અંગે જાણકારી નહોતી. તેણે કહ્યુ હતુ કે, જેવી મને ખબર પડી કે આ શબ્દ વાંધાજનક છે એટલે તરત મેં મારા નિવેદનને પાછુ ખેંચ્યુ હતુ.હું પૂરી જવાબદારી સાથે એ વ્યક્તિની માફી માંગુ છું જેની લાગણીને મેં ઠેસ પહોંચાડી છે.

અહીં ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ મુનમુન દત્તા ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બબીતાજી’ના પાત્રથી પ્રખ્યાત છે. હાલમાં જ મુનમુન દત્તાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરેલા એક વિડીયોમાં જાતિ આધારિત ટિપ્પણી કરતા બધા ચોંકી ઉઠ્યા છે. મુનમુન દત્તાએ આ વિડીયો ડિલીટ કરતા માફી પણ માગી છે. પણ, ટ્વિટર પર લોકો હવે મુનમુન દત્તાની ખૂબ ટીકા કરી રહ્યા છે. મુનમુન દત્તાએ ટ્વિટર પર લખ્યું કે ‘આ એક વિડીયોના સંદર્ભમાં છે જે મેં કાલે પોસ્ટ કર્યો હતો. જ્યાં મારા દ્વારા ઉપયોગ કરાયેલા એક શબ્દનો ખોટો અર્થ નીકાળવામાં આવી રહ્યો છે. આ શબ્દનો ઉપયોગ અપમાન, ધમકી અથવા કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા માટે નથી કરાયો, હું માફી માગી રહી છું. મને આ માટે દુ:ખ છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *