બબીતા જાતિ આધારિત ટિપ્પણી કરતા સોશિયલ મીડિયા પર #ArrestMunmunDutta ટ્રેન્ડ થઈ રહ્યું છે

બબીતા જાતિ આધારિત ટિપ્પણી કરતા સોશિયલ મીડિયા પર #ArrestMunmunDutta ટ્રેન્ડ થઈ રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ મુનમુન દત્તા ટીવી શૉ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ‘બબીતાજી’ના પાત્રથી પ્રખ્યાત છે. હાલમાં જ મુનમુન દત્તાએ તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરેલા એક વિડીયોમાં જાતિ આધારિત ટિપ્પણી કરતા બધા ચોંકી ઉઠ્યા છે. મુનમુન દત્તાએ આ વિડીયો ડિલીટ કરતા માફી પણ માગી છે. પણ, ટ્વિટર પર લોકો હવે મુનમુન દત્તાની ખૂબ ટીકા કરી રહ્યા છે. મુનમુન દત્તાએ ટ્વિટર પર લખ્યું કે ‘આ એક વિડીયોના સંદર્ભમાં છે જે મેં કાલે પોસ્ટ કર્યો હતો. જ્યાં મારા દ્વારા ઉપયોગ કરાયેલા એક શબ્દનો ખોટો અર્થ નીકાળવામાં આવી રહ્યો છે. આ શબ્દનો ઉપયોગ અપમાન, ધમકી અથવા કોઈની લાગણીને ઠેસ પહોંચાડવા માટે નથી કરાયો, હું માફી માગી રહી છું. મને આ માટે દુ:ખ છે.’

જીતેન્દ્ર વાઘેલા – મુનમુન દત્તા બબીતાબેન તમને ટાર્ગેટ કરતા પણ શરમ આવે છે, કારણ કે તમે તમારા વિડિઓમાં દેખાવ બાબતે એક ભં** જેવું નથી દેખાવું એમ કહીને શ્રવણ માનસિકતાને બહાર લાવ્યા છો. તમને અને તમારા જેવા લોકોને આવા જાતિવાદી શબ્દોની આદત છે. આ તો તમે જાહેર વિડીઓમાં સહજ રીતે અજ્ઞાનતાવસ બોલી ગયા, બાકી તમે અને તમારા જેવા કરોડો લોકોની આ જ તો સંસ્કૃતિ છે. તમે બાહર લાવ્યા છો. હવે જાતિવાદ જેવું ક્યાં છે ? તેમ કહેવાવાળા ના મોઢે તમે તમાચો માર્યો છે, અને તેઓ ખોટું બોલે છે એ સાબિત કર્યું છે. કારણ કે જાતિવાદ જેવું હવે કઈ રહ્યું નથી તેવી વાતો કરનારા જાહેરમાં આવા શબ્દો ના બોલાય એની ખબર છે. બાકી તમારા ઉચ્ચ કહેવાતા કુંડાળામાં આ બધા શબ્દો ખુબ સામાન્ય છે, અને સર્વ મુખે બોલાતી કહેવાતોમાં સ્થાન પામેલા છે, અમે તમને પણ આજથી ઊંચ નીચની માનસિકતા ધરાવતા સમાજનું સડેલું મોડેલ જાહેર કરીયે છીએ. સુંદરતા જાતિ જોઈને આવે તેવી તમારી માનસિકતા કે સમજ હોય તો તમે સફાઈકામ બબલી કરતા પણ અભણ અને અજ્ઞાની સાબિત થાવ છો. અમારા વડવાઓ એ અપમાનો સહીને જિંદગીઓ પસાર કરી છે, એટલે કોઈનું શક્ય હોય ત્યાં સુધી અપમાન કરતા નથી અમે. એમાં તમે મહિલા છો અને બીજી મહિલા માટે આવા શબ્દો બોલીને તમારી માનસિકતા ને વગોવવા યોગ્યજ નહીં જેલમાં જવા યોગ્ય બનાવી ચુક્યા છો, તમારું અપમાન કરવું મારી સંસ્કૃતિને પાલવે એમ નથી. નહિ તો કહેવા માટે તો ઘણું છે. પણ અહીં અટકવું યોગ્ય લાગે છે. તમને ખબર પણ ના પડી અને તમારી સડેલી માનસિકતા જ તમારી કહેવાતી બાહ્ય સુંદરતા ઉપર શું શું કરી ગઈ. અને તમારા મગજમાં રહેલી અંદરની ગંદકીને બહાર ઠાલવી ગઈ. છી

વીડીયો જુવા માટે 

 

Leave a Reply

%d bloggers like this: