યોગગુરું ફસાયા : બાબા રામદેવની વાત સાચી હોય તો કેન્દ્ર સરકાર માની લે, નહીંતર તેમના પર કાર્યવાહી કરે – ઈન્ડિયન મેડીકલ એસોસિએશન

બાબા રામદેવ આયુર્વેદ અને યોગના ચુસ્ત સમર્થક છે તેમ જ આજની તારીખમાં ઍલૉપેથીની વિરુદ્ધમાં મેદાને ઊતરેલા એકમાત્ર પહેલવાન છે. આ ઉપરાંત તેઓ યોગના માધ્યમથી અનેક લોકોને રોગ અને ઍલૉપથીની દવાથી દૂર લઈ ગયા છે, પરંતુ હાલ ભારતમાં કોરોનાનો સમયગાળો ચાલી રહ્યો હોવાને કારણે બાબા રામદેવ પર ચારે તરફથી માફી માગવાનું દબાણ છે. યોગગુરુ બાબા રામદેવનું ઍલૉપથી સંદર્ભેનું નિવેદન હવે તેમને આડું આવી રહ્યું છે. સૌપ્રથમ ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલે બાબા રામદેવની વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધવાની રાવ મૂકી હતી. હવે આરોગ્યપ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને બાબા રામદેવને પત્ર લખ્યો છે અને જણાવ્યું છે કે તેઓ ઍલૉપથી સંદર્ભે આપેલા પોતાના નિવેદનને પરત લે.

ઈન્ડીયન મેડિકલ એસોસિએશને પ્રેસ રીલિઝ જારી કરીને જણાવ્યું કે બેજવાબદારીભર્યા નિવેદન આપવા બદલ રામદેવની સામે એપિડેમિક ડિસિઝ એક્ટ હેઠળ કાર્યાહી થવી જોઈએ. બાબા રામદેવના આવા નિવેદનો દેશના શિક્ષિત સમાજ માટે જોખમરુપ છે અને ગરીબોને તેમના આ નિવેદનથી ખૂબ મોટું નુકશાન થવાનું છે. એસોસિએશને એવો પણ આક્ષેપ કર્યો કે બાબા રામદેવ પરિસ્થિતિનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને તેઓ સરવાળે લોકોમાં ભય અને નિરાશા સર્જી રહ્યાં છે.

આ પણ વાંચો – ખેડૂત આંદોલનને‌ ૨૬મીએ છ મહિના : કેન્દ્ર સરકાર કૃષિ કાયદાઓને રદ કરી ખેડૂતોની માગણી સ્વિકારે : ૧૨ પક્ષોની માગણી.

એસોસિએશને જણાવ્યું કે બાબા રામદેવ આવું એટલા માટે કરી રહ્યાં છે કે જેથી કરીને તેઓ લોકોના ભોગે તેમની ગેરકાયદેસર અને મંજૂર ન થયેલી દવાઓ વેચી શકે. ઈન્ડીયન મેડિકલ એસોસિએશને જણાવ્યું કે લાખો લોકોનું જીવન જોખમમાં મૂકવા માટે તથા એલોપેથીના નિયમોનું પાલન ન કરવા બદલ બાબા રામદેવની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે એવું પણ જણાવ્યું કે બાબા રામદેવ આવા બેજવાબદારીભર્યાં નિવેદન આપીને લોકોમાં એવી છાપ પાડવાની કોશિશ કરી છે કે એલોપેથિક ડોક્ટરોની સલાહ ન માનવી જોઈએ.

હાલ મહામારીને કારણે તેઓ ઓછી સંખ્યામાં લોકોને કાર્યકર્મોમાં પ્રવેશ આપે છે. આ કાર્યક્રમમાં જ તેમણે એલોપેથી દવા પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે દાવો કર્યો છે કે એલોપેથી દવાના કારણે જ કોરોના દર્દીઓના મૃત્યુ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે મોંઘા ભાવના મળતા ઇન્જેક્શનો આ રોગ સામે નિષ્ફળ ગયા છે.
હાઈડ્રોક્સીક્લોરોક્વિન, રેમડેસિવિર ઇન્જેક્શનો પણ દર્દીઓ પર કોઈ અસર નથી કરતી. સાથે જ કોરોનામાં થતી અમુક સારવાર પર પણ ફેઇલ ગઈ છે. સાથે જ તેમણે કહ્યું કે કોરોના સારવાર માટે પ્લાઝમા થેરાપી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. ડોકટરો માત્ર તાવ ઉતારવાની દવા આપે છે. પણ જેના કારણે તાવ આવે છે તે રોગનું નિદાન કરે તેવી દવા તમારી પાસે નથી.બાબા રામદેવે કહ્યું કે ઓક્સિજનની અછત, સારવાર ન મળવાના કારણે જેટલા મૃત્યુ થયા છે તેનાથી અનેક ગણા વધુ મૃત્યુ એલોપેથી દવા લેવાથી થયા છે. બાબા રામદેવે કહ્યું કે એલોપેથી સાયન્સ સંપૂર્ણ ખરાબ નથી. અમે તેનું સ્વાગત કરીએ છીએ.

બાબા રામદેવની તાત્કાલિક ધરપકડ કરો- ડો.વસંત પટેલ :- બાબા રામદેવના નિવેદન પર પ્રતક્રિયા વ્યક્ત કરતા અમદાવાદના ડોક્ટર વસંત પટેલે જણાવ્યું કે બાબા રામદેવની એપિડેમિક એક્ટ હેઠળ ધરપકડ થવી જોઈએ. તેમણે કહ્યું કે આપણે આપણી પરંરાગત સારવાર પદ્ધતિ દ્વારા પોલિયો, શીતળા જેવા રોગોનો ખાતમો કર્યો છે. પરંતુ સાથે સાથે આપણે એલોપેથીનું પણ માન રાખવું જોઈએ. તેમણે ઉમેર્યું કે બાબા રામદેવની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ. બાબા રામદેવે લાખો લોકોને ગેરમાર્ગે દોરવાનુ કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *