ભારતમાં હજારો લોકોના રોજે મોત થઈ રહ્યા હોય ત્યારે મેડિકલ ઓક્સિજનની જરુર નથી; તેમ કહેવું એ રામદેવની મૂર્ખતા નથી?

રમેશ સવાણી ભુતપૂર્વ IPS ઓફીસર – રોજે દેશભરમાં કેરોના મહામારીમાં સરકારી આંકડા મુજબ 3500/4000 અને નિષ્ણાતોના જણાવ્યા મુજબ 25000થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. લોકો ઓક્સિજનના અભાવે; ICU બેડના અભાવે મરી રહ્યા છે. દેશ-વિદેશમાં વડાપ્રધાનની આકરી આલોચના થઈ રહી છે. 7 મે 2021 ના રોજ, બાબા રામદેવે આસ્થા ચેનલ ઉપર લોકોની મશ્કરી ઉડાવતા કહ્યું છે કે “લોકો ઓક્સિજનના સિલિન્ડર માટે ખોટો ઊહાપોહ કરે છે. ભગવાને મફતમાં ઓક્સિજન આપી રાખ્યો છે ! લોકો ઓક્સિજન માટે કેમ રડે છે? દરેક વ્યક્તિ પાસે બે સિલિન્ડર છે; એટલે કે નાક છે; તેનાથી શ્વાસ લો, કુદરતી ઓક્સિજન લો; લોકો ઓક્સિજનના સિલિન્ડર બહાર શોધી રહ્યા છે, એની જરુર જ નથી ! જે લોકોનું ઓક્સિજન લેવલ 80 સુધી ઘટી ગયું હતું; તેમને મેં યોગ/પ્રાણાયામ કરાવીને 100 સુધી પહોંચાડી દીધું હતું ! ઓક્સિજન ખૂટી ગયો, બેડ ઘટી પડ્યા, સ્મશાન ઘટી પડ્યા; એવો કકળાટ શામાટે કરો છો? નેગેટિવિટી શામાટે ફેલાવો છો? લોકોને શ્વાસ લેતા જ આવડતું નથી !”

રામદેવનો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ ફરી રહ્યો છે. સોશિયલ મીડિયામાં રામદેવની આકરી ટીકા થઈ રહી છે. તેઓ ટ્રોલ થઈ રહ્યા છે અને ટ્વિટર યુઝર્સ તેમની મજાક ઉડાવી રહ્યા છે. સવાલ એ છે કે શું પ્રાણાયામથી કોરોના દર્દી સારા થઈ જાય? મેડિકલ ઓક્સિજનની જરુર ન પડે? ભારતમાં હજારો લોકોના રોજે મોત થઈ રહ્યા હોય ત્યારે મેડિકલ ઓક્સિજનની જરુર નથી; તેમ કહેવું એ મૂર્ખતા નથી? સરકારની/વડાપ્રધાનની કોરોના મહામારીને નાથવામાં નિષ્ફળ નીવડ્યા તે વાસ્તવિકતા છૂપાવવા માટે રામદેવએ આ યુક્તિ વાપરી છે. રામદેવે પોતાની ‘કોરોનિલ’ જડ્ડીબુટ્ટીને કોરોનાનો ઈલાજ છે; તેવી એક વર્ષ પહેલા ઘોષણા કરી હતી; છતાં રોજે હજારો લોકોની લાશો સ્મશાનોએ પહોંચી રહી છે. કેટલાંક લોકો સ્વજનોની લાશો ગંગાનદીમાં તરતી મૂકી રહ્યા છે.

આ પણ વાંચો – ઈઝરાયલ પર હમાસનો સૌથી મોટો હુમલો, 130 રોકેટનો મારો, ભારતીય કેરટેકર મહિલાનું મોત

લોકોને ભગવા કપડાધારી સ્વામિઓ પ્રત્યે આદર હોય છે, કેમકે તેઓ ત્યાગી હોય છે અને હંમેશા સત્યની સાથે ઊભા રહેતા હોય છે. રામદેવ નથી ત્યાગી કે નથી સત્ય બોલી શકતા. સત્તાપક્ષની દલાલી કરે છે. એક ટ્વિટર યુઝરે રોષ વ્યક્ત કર્યો છે કે ‘રામદેવનું કામ બહુરુપિયા જેવું છે. એના દાવા જૂઠા હોય છે. 2014માં કહેતા કે પેટ્રોલ-ડીઝલ 35 રુપિયે લિટર મળે એવી સરકાર આવશે ! આવા ઢોંગીઓને દોડાવી દોડાવી મારવા જોઈએ !’ સવાલ એ છે કે રામદેવ અગાઉ હોસ્પિટલમાં શામાટે ભરતી થયેલ? જો રામદેવ કોરોના સંક્રમિત થાય તો હોસ્પિટલમાં જવાને બદલે, મેડિકલ ઓક્સિજન લેવાને બદલે; નાક રુપી સિલિન્ડર થકી જ કુદરતી ઓક્સિજન લેશે? પોતાની પાસે કોરોનિલ હોવા છતાં પોતાના આશ્રમના સેવકો કોરોના સંક્રમિત કેમ થયા? શામાટે તેમને હોસ્પિટલમાં દાખલ કરાવેલ છે? યોગ શિક્ષક રવિન્દ્ર પટવાલ કહે છે કે ‘જ્યારે કોરોના થાય છે ત્યારે ન્યૂમોનિયાના કારણે ફેફસા બિલકુલ કમજોર થઈ જાય છે; આવા સમયે એની ઉપર વધુ પડતું જોર આપવાથી જીવને ખતરો થઈ શકે છે.’ રેશનાલિસ્ટ ભૂપેન્દ્રસિંહ રાઓલ કહે છે કે ‘કોરોનાનો દર્દી આખો દિવસ કપાલભાતિ/પ્રાણાયામ કરી શકે? રામદેવજી ! ભગવા કપડાં પહેરો છો; માણસ તો બનો !’rs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *