Baba Ramdev વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યું મેડિકલ એસોસિએશન, હાઈકોર્ટે એસોસિયેશનનો જ ક્લાસ લઈ લીધો

દિલ્હી : બાબા રામદેવે ( Baba Ramdev ) જે એલોપથી અંગે જે નિવેદનો આપ્યા હતા તેનાથી નારાજ થઈને દિલ્હી મેડિકલ એસોસિએશને હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેની સુનાવણી વખતે દિલ્હી હાઈકોર્ટે ટકોર કરી હતી કે અત્યારે કોરોના તરફ ધ્યાન આપો. હાઈકોર્ટના ન્યાયધીશ સી હરિશંકરની બેંચે બંને પક્ષને ટકોર કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે ડોક્ટરો અત્યારે કોર્ટનો સમય ખરાબ કરવા કરતા કોરોનાની મહામારીનો ઈલાજ શોધવાની દિશામાં ધ્યાન આપે તે વધારે યોગ્ય રહેશે. હાઈકોર્ટે ડોક્ટરને ટકોર કરી હતી કે પતંજલિ ( Baba Ramdev ) જો નિયમોનું પાલન નથી કરતી એવો તમારો દાવો છે તો તમે સરકારને નિયમ પાળવાની રજૂઆત કરો. એ કામ સરકારનું છે. એલોપથી અંગે બાબા રામદેવનું જે વલણ છે તેના અંગે કેસ થઈ શકે નહીં, પરંતુ તે બાબતે જાહેરહિતની અરજી કરી શકાય છે. હાઈકોર્ટે બાબા રામદેવ, આસ્થા ચેનલ, ટ્વિટર, ફેસબુક એ તમામને નોટિસ પાઠવીને આ મુદ્દે ત્રણ સપ્તાહમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે. તે ઉપરાંત બાબા રામદેવને સલાહ આપીને કોર્ટે કહ્યું હતું કે કોરોનિલનો પ્રચાર જેટલો કરવો હોય એટલો કાયદાની મર્યાદામાં રહીને કરો, પરંતુ એ પ્રચારની લ્હાયમાં એલોપથી અંગે બેજવાબદારી ભર્યા નિવેદનો બંધ કરો. આગમી સુનાવણી ૧૩મી જુલાઈએ થશે. ઉલ્લેખનીય છે કે બાબા રામદેવના નિવેદનો પછી દેશભરમાંથી ડોક્ટરોએ બાબા રામદેવનો વિરોધ કર્યો હતો. દેશભરના ટોચના ડોક્ટરોએ બાબા રામદેવ ( Baba ramdev ) પર બેજવાબદારીભર્યા નિવેદનો બદલ કાર્યવાહી કરવાની માગણી કરી હતી. એક વાયરલ વીડિયોમાં બાબા રામદેવ એવું કહેતા સંભળાતા હતા કે એલોપથી ચિકિત્સા પદ્ધતિ બેકાર છે. એ વીડિયો વાયરલ થયો તે પછી વિવાદ સર્જાયો હતો.

કોરોનિલ પર રોક લગાવા પર કોર્ટે કર્યો ઇનકાર : આયુર્વેદિક દવા કોરોનિલ વિશે ખોટા પ્રચારથી રામદેવને  ( Baba ramdev ) રોકવાના સંબંધમાં દિલ્હી મેડિકલ એસોસિએશનની અરજી પર દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, કોર્ટ કહી શકે નહીં કે કોરોનિલ કોરોનાનો ઇલાજ છે કે નહીં, કેમ કે, મેડિકલ એક્સપર્ટ જ તેની જાણકારી મેળવી શકે છે. હાઈકોર્ટે કહ્યું કે, જો નિયમનું ઉલ્લંઘન થયું છે તો તે મંત્રાલય નક્કી કરશે કે શું ખોટું થયુ છે. તમે કેમ મુદ્દો ઉઠાવી આગળ આવી રહ્યા છો. કોર્ટે DMA ને કહ્યું કે, તમે વીડિયોને કોર્ટમાં રજૂ કરી શકતા નથી. જો તે યૂટ્યૂબથી હટાવી દેવામાં આવ્યો છે, તો તે બેકાર છે. તમારે મૂળ દસ્તાવેજ ફાઈલ કરવાની જરૂરિયાત છે.

રામદેવને રોકી શકીએ નહીં, માત્ર નોટિસ આપી શકીએ છે: દિલ્હી હાઈકોર્ટે કોરોનિલ અંગે કહ્યું, ‘રામદેવ ( baba ramdev ) કહે છે કે તેઓ એલોપેથીમાં વિશ્વાસ નથી કરતા અને તેઓ વિચારે છે કે યોગ અને આયુર્વેદથી બધુ બરાબર થઈ શકે છે. તે સાચો હોઈ શકે છે અને તે ખોટા પણ હોઈ શકે છે. એલોપેથી કોઈના માટે કામ કરે છે, કોઈના માટે નહીં, તે દરેકનો પોતાનો મત છે. અમે આ મામલે નોટિસ ફટકારી શકીએ છીએ, પરંતુ અમે રામદેવને રોકી શકીએ નહીં. તે તેમના અંગત વિચારો રજુ કરવા સ્વતંત્ર છે. હાઈકોર્ટમાં દિલ્હી મેડિકલ એસોસિએશન તરફથી કહેવામાં આવ્યું કે, સ્વામી રામદેવ તરફથી ડોક્ટરોને લઇને કરવામાં આવેલા નિવેદનથી તમામ ડોક્ટરો આહત થયા છે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે સુનાવણી દરમિયાન કહ્યું કે, દરેક વ્યક્તિની પોતાનો વ્યક્તિગત અભિપ્રાય છે અને આ મામલે કોર્ટ કેસ કરવું કેટલું વ્યાજબી છે. શું એલોપેથી આટલું નબળું વિજ્ઞાન છે કે કોઈના નિવેદન આપવા પર કોર્ટમાં અરજી કરવી જોઈએ

ડોકટરો વિશે આવું નિવેદન ન આપે રામદેવ: કોર્ટ
બાબા રામદેવ (Baba Ramdev ) દ્વારા એલોપેથીના ડોક્ટર વિરૂદ્ધ નિવેદનના કેસમાં દિલ્હી હાઈકોર્ટે  તેમના વકીલને સલાહ આપતા કહ્યું કે, તેમણે તેમના ક્લાઈન્ટને કહો કે ભવિષ્યમાં એલોપેથી વિશે આ પ્રકારના કોઈ નિવેદન ના આપે. આ અંગે બાબા રામદેવના વકીલે કહ્યું કે તે આદરણીય વ્યક્તિ છે અને કોર્ટના આદેશનો આદર કરશે. કોર્ટે કહ્યું કે અમે આ મામલે કોઈ હુકમ જાહેર કરી રહ્યા નથી અને અમને આશા છે કે ભવિષ્યમાં તેમના ક્લાઈન્ટ કોઈ નિવેદન જાહેર કરશે નહીં

Leave a Reply

%d bloggers like this: