મગજ ગીરવે મુક્યું છે લાગે : બાબારામદેવ વિવાદમાં પતંજલિના એમડી બાલકૃષ્ણે કરી ટ્વીટ, ખ્રિસ્તી ધર્મ સાથે જોડ્યો

એલોપેથીને લઈને ચાલી રહેલા વિવાદમાં આચાર્ય બાળકૃષ્ણે નવો વળાંક લાવી દીધો છે. તેમણે એક ટ્વીટ કરી આ સમગ્ર મામલાને ઈસાઈ ધર્માંતરણ સાથે જોડી દીધો છે. પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણએ ટ્વીટ કરી લખ્યુ કે આખા દેશમાં ઈસાઈ ધર્મમાં ફેરવવાના ષડયંત્ર હેઠળ બાબા રામદેવને ટારગેટ કરવામાં આવી રહ્યું છે અને યોગ તથા આયુર્વેદના બદનામ કરવામાં આવી રહ્યુ છે. તેમણે આગળ લખ્યુ કે દેશવાસીઓ, હવે ગહેરી નિંદ્રામાંથી જાગો. નહીં તો આવનારી પેઢી તમને માફ નહીં કરે. આચાર્ય બાલાકૃષ્ણના ટ્વીટ પર રાજકીય પ્રતિક્રિયા ઘણી આકરી રહી. ઉત્તરાખંડ કોંગ્રેસના પ્રવક્તા ગરિમા મેહરા દસૌનીના આયાર્ચ બાલકૃષ્ણની ભારતીય નાગરિકતા પર સવાલ ઉઠાવી દીધા અને તેમણે ભારતના ખાનગી મામલામાં હસ્તક્ષેપ ન કરવાની સલાહ આપી દીધી. તેમણે કહ્યુ કે લાગે છે કે આચાર્ય બાલકૃષ્ણનું માનસિક દેવાળું ફુંકાઈ ગયુ છે.

એલોપેથીને લઈને ચાલી રહેલા વિવાદમાં આચાર્ય બાળકૃષ્ણે નવો વળાંક લાવી દીધો છે. તેમણે એક ટ્વીટ કરી આ સમગ્ર મામલાને ઈસાઈ ધર્માંતરણ સાથે જોડી દીધો છે. બાબા રામદેવના વિવાદો વચ્ચે આચાર્ય બાલકૃષ્ણનો ગંભીર આરોપ, કહ્યું આખા દેશમાં મોટા પાયે ચાલી રહ્યું છે આ ષડયંત્ર. પતંજલિના એમડી આચાર્ય બાલકૃષ્ણએ ટ્વીટ કરી લખ્યુ કે આખા દેશમાં ઈસાઈ ધર્મમાં ફેરવવાના ષડયંત્ર હેઠળ બાબા રામદેવને ટારગેટ કરવામાં આવી રહ્યું છે અને યોગ તથા આયુર્વેદના બદનામ કરવામાં આવી રહ્યુ છે. તેમણે આગળ લખ્યુ કે દેશવાસીઓ, હવે ગહેરી નિંદ્રામાંથી જાગો. નહીં તો આવનારી પેઢી તમને માફ નહીં કરે.

બાબા રામદેવના નિવેદન પર આપ્યુ સ્પષ્ટીકરણ

આ દરમિયાન આયાર્ચ બાલકૃષ્ણએ પોતાના એક નિવેદનમાં કહ્યુ કે બાબા રામદેવ કોઈ ઉપહાસ નહોંતા કરી રહ્યા. પરંતુ ફક્ત મોર્ડન મેડિસિન છતાં ડોક્ટર્સના મોત પર દુઃખ વ્યક્ત કરી રહ્યા હતા. આચાર્ય બાલકુષ્ણએ કહ્યુ કે જેટલા પણ વૈજ્ઞાનિકો છે. તેમણે પતંજલિનું સ્વાગત કર્યુ છે. તેમણે કહ્યુ કે અમારી પાસે લાખો દર્દીઓનો ડેટા છે જે કોરોનિલ લઈને સાજા થયા છે.

Leave a Reply

%d bloggers like this: