વિરમગામના કરકથલમાં મૂછો રાખવા બાબતે દલીત યુવક, પરિવાર પર જીવલેણ હુમલો

બોલો, આજના સમયમાં પણ આવી ઘટનાઓ બને છે અને હજુ આપણે ગુજરાત મોડેલની મોટી મોટી વાતો કરીએ છીએ. વિરમગામ તાલુકાના કરકથલ ગામ રહેતા દલિત યુવકને ગામના શખ્સે તુ મોટી મુછો રાખીને ગામમા કેમ ફરે છે તેમ કહી જાતી વિષયક અપમાનીત શબ્દો બોલી એકસંપ થઇ ઘરે આવી લાકડી, ધારીયા, જેવા મારક હથીયારો વડે તેને અને તેના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવકની બહેન વચ્ચે પડતાં હાથ પર લાકડીઓ મારી ફેકચર કરતા ફરિયાદ નોંધાવાઇ છે. 6 નામજોગ અને અજાણ્યા 5 સહિત કુલ 11 સામે પોલીસ મથકે ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો – કોરોના કરતા પણ વઘુ ભયજનક છે “આર્થિક”કટોકટી :- જિજ્ઞેશ કાલાવડિયા

વધું માહિતી જોઇએ તો, વિરમગામના કરકથલમાં રહેતા સુરેશ મગનભાઈ વાઘેલા નામના દલિત યુવાનને ગામના જ ધમા ઠાકોર નામના શખ્સે ફોન કરી બોલાવતાં દલિત યુવાને કાલે મળીશ એમ કહ્યૂ હતું. ત્યારે ધમા ઠાકોર અને અન્ય માણસોનું ટોળું સુરેશના ઘરે આવી માર મારતાં સુરેશની બહેન તરૂણાબેન અને પિતા મગનભાઈ છોડાવવા વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. આ અંગે દલિત યુવાને મૂછો રાખવા બાબતને લઈ હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ઘરી છે. યુવકના પિતાએ આ વિશે મીડીયા પર માહિતી આપી હતી.

Leave a Reply

%d bloggers like this: