બંગાળમાં ભાજપના સાંસદ જયંત કુમાર રોય પર હુમલો. લગાવ્યો આરોપ ટીએમસી

બંગાળ : બંગાળની ચૂંટણી છતાં ભાજપ અને ટીએમસીમાં તણાવ ઓછા થવાનું નામ લેતા નથી. જલપાઇગુડીથી ભાજપના સાંસદ ડો. જયંત કુમાર રોય પર હુમલો થયો છે. જયંત કુમાર રોયે આ હુમલાનો આરોપ TMC પર લગાવ્યો છે. જાણકારી અનુસાર ભાજપના સાંસદ ડો. જયંત કુમાર રોય પર હુમલો જલપાઇગુડીમાં થયો છે. તેમના પર આ હુમલો ત્યારે થયો જ્યારે ચૂંટણીબ આદ હિંસાના લીધે બેધર થયેલા ભાજપ કાર્યકર્તાઓને મળીને પરત ફરી રહ્યા હતા. આ હુમલામાં તેમના સાથી ભાજપના 2 કાર્યકર્તા પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.

સાંસદે કહ્યું કે રાજ્યમાં ચૂંટણી દરમિયાન ભાજપ કાર્યકર્તાઓ સાથે હિંસા કરવામાં આવી હતી. એવામાં 13 હિંસા પીડિત ગત એક મહિનાથી જલપાઇગુડીના મંદિરમાં રહેતા હતા. તે શુક્રવારે આ પીડિત કાર્યકર્તાઓને મળીને પરત ફરી રહ્યા હતા. ત્યારે સાંજે 5 વાગે તેમના પર હુમલો થયો હતો. જેમાં તેમના સહિત ત્રણ લોકો ઘાયલ થયા હતા. જયંત કુમાર રોયે આ હુમલાનો આરોપ TMC પર લગાવ્યો છે. ડોક્ટર જયંત કુમાર રોયએ કહ્યું કે ‘લગભગ પાંચ વાગે ટીએમસીન ગુંડાઓએ હુમલો કર્યો. તેમણે મારા પર વાંસ અને ડંડા વડે હુમલો કર્યો. મારા હાથમાં અને માથા પર ઇજા પહોંચી છે. મારા અન્ય કાર્યકર્તાઓ પર પણ હુમલો થયો છે. પશ્વિમ બંગાળમાં કાનૂન વ્યવસ્થા બચી નથી. તો બીજી તરફ TMC એ હુમલામાં પોતાની ભૂમિકાની મનાઇ કરી છે. પાર્ટીના જલપાઇગુડી જિલ્લા અધ્યક્ષ કૃષ્ણ કુમાર કલ્યાણીએ કહ્યું કે આ બધુ ભાજપના જુથવાદનું પરિણામ છે. તેમણે કહ્યું કે ભાજપ પોતાના આંતરિક વિવાદમાં થયેલા હુમલાનો આરોપ ટીએમસી પર લગાવી રહ્યું છે. આ એકદમ ખોટું છે.

Leave a Reply

%d bloggers like this: