જેલમાં ફીટ આસારામને પણ થયો કોરોના, વધારે તબિયત બગડતાં હોસ્પિટલમાં દાખલ

રાજસ્થાન – સમાચાર મળી રહ્યા છે કે, રાજસ્થાન જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામની તબિયત બગડતી છે. અને તબિયત બગડતાં તેમને એમજીએચ કોવિડ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. અને ત્યાં આસારામનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આશરે 3 દિવસ પહેલા તેમને કોરોનાના લક્ષણો અનુભવાયા હતા અને ત્યાર બાદ તપાસ કરવામાં આવી હતી. બુધવારે સાંજે આસારામનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. મહાત્મા ગાંધી હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાજશ્રી બહેરાએ જણાવ્યું કે “જેલના તંત્રએ જાણ કરી હતી કે આસારામની તબિયત ઠીક નથી, હૉસ્પિટલ લઈને આવી છીએ. હાજર ડૉક્ટર્સે આસારામની તપાસ કરી હતી. જેલના તંત્રે હૉસ્પિટલ લઈ જતાં પહેલાં કંટ્રોલ રૂમને આસારામને હૉસ્પિટલ લઈ જવા અંગે સૂચના આપી હતી, જે બાદ હૉસ્પિટલની આસપાસ પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આદેશ આપ્યો 2 દિવસમાં દિલ્હીની ઓક્સિજનની તંગી દૂર કરવામાં આવે

80 વર્ષ કરતા વધારે ઉંમર ધરાવતા આસારામે બેચેની અનુભવાતી હોવાની ફરિયાદ કરી હતી. આસારામના કોરોનાના લક્ષણો વધે અને તે શ્વાસસંબંધી તકલીફ અનુભવે તે પહેલા જ જેલ પ્રશાસને તેમને હોસ્પિટલ મોકલી દીધા હતા. આસારામની તબિયત લથડ્યાના સમાચાર જાણીને તેમના અનેક સમર્થકો હોસ્પિટલ પહોંચી રહ્યા છે. અગાઉ પણ અનેક વખત આસારામને ખરાબ સ્વાસ્થ્યના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગત ફેબ્રુઆરી મહિનામાં ખરાબ તબિયતની ફરિયાદ બાદ તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આસુમલ થાઉમલ હરપલાની ઉર્ફે આસારામ સગીરા સાથેના દુષ્કર્મ કેસમાં આજીવન કારાવાસની સજા કાપી રહ્યા છે. દુષ્કર્મ કેસમાં દોષી ઠેરવાયેલા આસારામ નરબલિ, હત્યા જેવા અનેક ગંભીર કેસના આરોપી છે. એક સમયે તેમના દરબારમાં અનેક મોટી હસ્તિઓ હાજર રહેતી હતી અને તેમના લાખો અનુયાયી છે. પરંતુ 2013માં દુષ્કર્મ કેસમાં ફસાયા બાદ આસારામની હાલત ખરાબ ‌છે. કોર્ટે આસારામને આઈપીસી કલમ 370(4) તસ્કરી, કલમ 342, કલમ 354એ, કલમ 376 (રેપ), કલમ 506 (અપરાધિક ધમકી), કલમ 120બી (ષડયંત્ર રચવું) અને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ (POSCO) હેઠળ દોષિત ઠેરવ્યા છે.

Leave a Reply

%d bloggers like this: