અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસથી રાજ્યના રાજકારણમાં નવા વળાંકો આવવાની શક્યતા જણાઈ રહી છે.

  • અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા માટે અમદાવાદના શહેર પ્રમુખ સહિતના પાર્ટીના કાર્યકરો એરપોર્ટ પહોંચી ગયા

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ સોમવારે એક દિવસ માટે ગુજરાતની મુલાકાત લેવાના છે. અરવિંદ કેજરીવાલા આગમનને લઈને અમદાવાદમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અરવિંદ કેજરીવાલ સોમવારે બપોરના સમયે અમદાવાદના નવરંગપુરા વિસ્તાર ખાતે આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે જેને લઈ કાર્યકરોએ વહેલી સવારથી જ સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અરવિંદ કેજરીવાલનું સ્વાગત કરવા માટે અમદાવાદના શહેર પ્રમુખ સહિતના પાર્ટીના કાર્યકરો એરપોર્ટ પહોંચી ગયા હતા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અધિકારી સહિત 40 જેટલા કર્મચારીઓ પણ ગોઠવાઈ ગયા હતા.

આ પણ વાંચો : રક્તદાન દિવસ : હ્યુમન અલાયન્સ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અંકિત ગામીત તરફથી સંદેશ

અરવિંદ કેજરીવાલે રવિવારે એક ટ્વીટ કરીને પોતે આવતીકાલે ગુજરાતની મુલાકાત લેવાના છે તેવી જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસથી રાજ્યના રાજકારણમાં નવા વળાંકો આવવાની શક્યતા જણાઈ રહી છે. તેમના આગમન પહેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ નવા પ્રદેશ કાર્યાલય ખાતે તૈયારીઓનો તકાજો મેળવ્યો હતો. અરવિંદ કેજરીવાલ સવારે 10:20 કલાકે અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચશે અને ત્યાર બાદ 10:40 કલાકે સર્કિટ હાઉસ જશે. ત્યાર બાદ 11:45 કલાકે વલ્લભ સદન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજશે.

Leave a Reply

%d bloggers like this: