માઈન્ડ પાવર – જાગૃત અને અર્ધજાગૃત મન – જ્હાનવી પરમાર

માઈન્ડ, બ્રેન, મગજ, દિમાગ… આહ, જેમાં સારા અને ખરાબ, ઉંચા અને નીચા , મોટીવેશનલ અને ડિપ્રેશન બધા જ પ્રકાર ના વિચારો આવતા જતા હોય છે. નાના એવા મગજમાં દુનિયા ચલાવવાની તાકાત હોય છે તો આત્મહત્યા કરવા જેટલી નિર્બળતા હોય છે. આપણે જાણીયે છિએ મગજ બે પ્રકાર ના હોય છે નાનું મગજ અને મોટું મગજ. “નાનું મગજ એ કોમ્પ્યુટરની ‘મેમરી સ્ટોરેજ ડીવાઈસ’ છે” વિજ્ઞાનીઓનું કહેવું છે એ કે વૃધ્ધોનું મગજ ધીરું ચાલવાનું કારણ એ છે કે તે મગજની હાર્ડ ડિસ્ક સમાન હોય છે. અર્થાત તેમાં અઢળક માહિતી સ્ટોર થયેલી હોય છે. જેને પ્રોસેસ કરવામાં સમય લાગે છે. આમ વય વધતાં મગજ ધીમું પડે છે.

આપણી પાસે બે મન હોય છે, એક જાગ્રત (conscious) મન અને બીજું અર્ધજાગ્રત (Sub conscious) મન. આપણે જાગતા હોઈએ ત્યારે આપણે બુદ્ધિથી સમજી વિચારીને જે કાર્યો કરીએ છીએ, જે નિર્ણયો લઈએ છીએ, સારુંનરસું સમજી શકીએ છીએ, એ બધું જ જાગ્રત મન દ્વારા કરીએ છીએ. એટલે કે જાગ્રત મન વિચાર કરી શકે છે, નિર્ણયો લઇ શકે છે, સારુંખોટું સમજી શકે છે. તકને ઓળખી શકે છે. જાગ્રત મન આપણે જાગતા હોઈએ ત્યારે જ કામ કરે છે. જાગ્રત મનની શક્તિ ફક્ત ૧૦ ટકા જ છે. અર્ધજાગ્રત (Subconscious) મન, ચોવીસે કલાક કામ કરે છે. તેની તાકાત ૯૦ ટકા છે. એક બે ઉદાહરણ આપું. શરીરમાં ખોરાક પચવાની, હૃદયને ધબકતું રાખવાની, ઘા પડ્યો હોય તો રૂઝાવાની, ઉંઘમાં પડખું ફેરવવાની, યાદશક્તિ, શરીરની વૃદ્ધિ, ત્રિકાળજ્ઞાન, ટેલીપથી – આવી બધી જે ક્રિયાઓ છે, તે અર્ધજાગ્રત મન દ્વારા થાય છે. આ ઉપરાંત, તેને જે કામ સોંપો, તે બધું જ તે કરી આપે છે. અર્ધજાગ્રત મન પાસે નિર્ણય લેવાની શક્તિ નથી. પણ તેને જે સૂચનો કરવામાં આવે તેનો તે એક વફાદાર સેવકની જેમ અમલ કર્યા જ કરે છે. તમે એને સારું કે ખરાબ, જે કામ સોંપશો તે એ અચૂક કરશે જ. આજકાલ માઈન્ડ પાવર ક્લાસ, મેમરી બુસ્ટ વર્કશોપ, સબકોન્સયસ માઈન્ડ ટેકનિક ખૂબ જ પ્રચલિત થઈ રહ્યું છે. તમારા અર્ધ જાગૃત મન ની અદ્ભુત, જાદૂઈ શક્તિને જાણી અને તમારા પ્રશ્નો નું નિરાકારણ તમે જાતે કરી શકો.અર્ધજાગ્રત મન, માણસને મળેલી આશ્ચર્યજનક ભેટ છે.
અર્ધજાગૃત (Subconscious) મન દ્વારા ઘણા બધા પ્રશ્નો ઉકેલી શકાય છે. મજબૂત આત્મવિશ્વાસ વિકસાવી શકો, ખરાબ આદતો છોડી શકો, લગ્નજીવન તથા અન્ય સંબંધોને શ્રેષ્ઠ બનાવી શકો, સ્ટડીઝમાં ટોપ કરી શકો, નકારાત્મક વિચારો પર કંટ્રોલ લાવી શકો, મેનીફિશેસન પાવર ને વધારે સારો વિકસાવી શકો. અર્ધજાગ્રત મન તમારાં કામ કરી આપે એ માટે અમુક જરૂરિયાતો છે. (૧) હમેશાં હકારાત્મક (Positive) બનવું. (૨) ગુસ્સો ના કરવો. (૩) બીજાઓને તેમની ભૂલો માટે માફી આપવી. (૪) જે મેળવવું છે, તેની તીવ્ર ઈચ્છા (Burning desire) હોવી જોઈએ.(૫) અર્ધજાગ્રત મનની શક્તિઓ પર પૂરો વિશ્વાસ હોવો જોઈએ.

અર્ધજાગ્રત મન એ કદાચ શરીરમાં રહેલો આત્મા કે ભગવાનનો અંશ છે. તમે તમારા અર્ધજાગ્રત મનને ઓળખો. તેની સાથે થોડો સમય વિતાવો. તમારી અંદરની દુનિયામાં ડોકિયું કરવાની ટેવ પાડો, તે તમારાં બધાં કામ કરી આપશે. તમારું જીવન ધન્ય થઇ જશે. અર્ધજાગ્રત મન પાસે બધા જ પ્રશ્નોના ઉકેલ છે. અર્ધજાગૃત મન ની કેવી – કેવી ટેકનીક છે જેના વડે તમે તમારા પ્રશ્નો નું જાતે નિરાકરણ લઈ આવો એ આગળ ના અંક મા જોઈશું.

– જહાન્વી પરમાર

Leave a Reply

%d bloggers like this: