ટ્વિટર પર અરેસ્ટ રણદીપ હૂડ્ડા ટ્રેન્ડ થઈ રહ્યો છે, બસપા સુપ્રીમો માયાવતી પર કર્યો હતો‌ ગંદો જોક્સ

સોશિયલ મીડિયા પર રણદીપ હૂડ્ડાનો એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બહુજન સમાજ પાર્ટી (બસપા) સુપ્રીમો માયાવતીની મજાક ઉડાવી રહ્યો છે. હવે આવામાં ટ્વિટર પર અરેસ્ટ રણદીપ હૂડ્ડા ટ્રેન્ડ થઈ રહ્યો છે. બસપા અને માયાવતી સમર્થકો સતત અભિનેતાની ધરપકડની માગણી કરી રહ્યા છે.

તાજેતરમાં બૉલિવૂડ એક્ટર રણદીપ હુડાનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં તે બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીની વિરુદ્ધ અપમાન જનક ટિપ્પણી કરી રહ્યા છે. 43 સેકન્ડની આ ક્લિપ એક મીડિયા હાઉસમાં યોજાયેલી ઇવેન્ટમાં 9 વર્ષ પહેલાં શૂટ થઇ હતી. કોઇ ટ્વિટર યૂઝરે તે શૅર કરતાં તે વાઇરલ થઇ હતી અને તેની ટિકા કરાઇ હતી. આ વીડિયો પર ઘણી બધી કોમેન્ટ્સ કરવામાં આવી, તેટલું જ નહીં પરંતુ રણદીપ હૂડા પાસે માફીની માંગ કરાઇ છે. ગુરુવારે કન્વેનશન ફોર ધી કન્ઝર્વેશન ઑફ માઇર્ગેટરી સ્પિસીઝ ઑફ વાઇલ્ડ એનિમલ્સ (CMS)ના સેક્રેટેરિયટે એક સ્ટેટમેન્ટમાં એવી જાહેરાત કરી હતી કે રણદીપ હુડા હવે તેમને એમ્બેસેડર નથી. વીડિયોમાં કરાયેલી ટિપ્પણીઓને તેમણે વખોડી હતી અને કહ્યું હતું કે સીએમએસ સેક્રેટરિયટ કે યુનાઇટેડ નેશન્સનાં મૂલ્યોને આ નથી શોભતું.

વીડીયો વાયરલ થયો હતો : –

આ વીડિયોમાં એક્ટર સામે દર્શકો બેઠા છે અને કહે છે કે તે તેમને એક ડર્ટી જોક સંભળાવવા માંગે છે. વીડિયોમાં તે કહે છે કે માયાવતી 2 બાળકો સાથે જઇ રહી છે અને તે બાદ કોઇ વ્યક્તિ તેને પૂછે છે કે આ બાળકો જુડવા છે, તો માયાવતી કહે છે કે ના એક 4 અને બીજો 8 વર્ષનો છે. આ વાત સુધી વાંધો નહોતો પરંતુ તે બાદ કહેલી વાતને લઇને લોકો ભડક્યા છે. ઉત્તરપ્રદેશની પૂર્વ મુખ્યમંત્રીના પોતાના સમર્થકો છે જે તેને આયરન લેડી તરીકે ઓળખે છે અને પોતાના રાજ્યમાં પોતાના દમ પર સરકાર બનાવવાનો દમ રાખે છે. આવામાં રણદીપનો આ મજાક ભારે પડી શકે છે.

Leave a Reply

%d bloggers like this: